Saurashtra Election Result: સૌરાષ્ટ્રમાં આ ત્રણ નગરપાલિકા છોડીને તમામ પર બીજેપીનો ભગવો લહેરાયો
Saurashtra Election Result: જે રીતે વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં બીજેપીએ બમ્પર જીત મેળવી હતી તે જ રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ ભાજપે ભવ્ય જીત મેળવી છે.

Saurashtra Election Result: જે રીતે વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં બીજેપીએ બમ્પર જીત મેળવી હતી તે જ રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ ભાજપે ભવ્ય જીત મેળવી છે. સૌ પ્રથમ આપણે સૌરાષ્ટ્રની વાત કરીએ તો અહીં ત્રણ નગરપાલિકા છોડીને તમામ નગરપાલિકા પર ભાજપે કબજો કરી લીધો છે.
રાણાવાવ, કુતિયાણા અને સલાયા સિવાય તમામ નગરપાલિકા પર ભાજપે કબજો કરી લીધો છે. અમરેલી જિલ્લામાં તમામ નગરપાલિકાઓમાં ભાજપનો પ્રચંડ વિજય થયો છે. જુનાગઢ મહાનગરપાલિકા અને નગરપાલિકામાં ભાજપનો દબદબો યથાવત રહ્યો છે. તો બીજી તરફ રાજકોટ અને ભાવનગર જિલ્લાની નગરપાલિકામાં પણ ભાજપે બમ્પર જીત મેળવી છે. તમને જણાવી દઈએ કે, ભાવનગર પેટચૂંટણીમાં બીજેપીની જીત થઈ છે. તો બીજી તરફ સૌરાષ્ટ્રમાં સલાયા સિવાય તમામ જગ્યાએ કોંગ્રેસના સૂપડા સાફ થઈ ગયા છે.
કુતિયાણા ન.પા.માં ટાઇ
પોરબંદર જિલ્લાના કુતિયાણા નગરપાલિકામાં ભાજપ અને સમાજવાદી પાર્ટી વચ્ચે રોચક જંગ જામ્યો છે. રવિવારે યોજાયેલી ચૂંટણીમાં ભાજપને સમાજવાદી પાર્ટીએ જોરદાર ટક્કર આપી છે, આજે થઇ રહેલી મતગણતરીમાં કુતિયાણામાં ટાઇ પડી છે. રાજ્યમાં 68 નગરપાલિકાઓમાંથી 25થી વધુ નગરપાલિકાઓ પર ભાજપે કબજો જમાવી લીધો છે, પરંતુ ધારાસભ્ય કાંધલ જાડેજાના કામકાજથી ભાજપને મુશ્કેલીઓ નડી રહી છે. કુતિયાણામાં બન્ને પક્ષોના ઉમેદવારો 24 બેઠકો પર આમને સામને છે.
સલાયામાં ભાજપના સુપડા સાફ
ઉલ્લેખનિય છે કે, મંત્રી મુળુભાઈ બેરાના વિસ્તારમાં જ ભાજપમા સૂપડા સાફ થયા છે. સલાયા નગરપાલિકા અને તાલુકા પંચાયચતની પેટાચૂંટણીમાં ભાજપના સૂપડા સાફ થયા છે. સલાયામાં ખાતું ખુલે તેવી શક્યતા નહીંવત છે. 28 બેઠકવાળી સલાયામાં 13 પર AAPના ઉમેદવારનો વિજય થયો છે. તો 15 પર કોંગ્રેસના ઉમેદવારનો વિજય થયો છે. રાજ્યની એકમાત્ર નગરપાલિકા જ્યાં ભાજપનું ખાતું નથી ખુલ્યું. નોંધનિય છે કે, સલાયામાં ભાજપે માત્ર 12 ઉમેદવાર ઉભા રાખ્યા હતા. સલાયામાં કોંગ્રેસે વિજય મેળવ્યો છે.
રાણાવાવમાં કાંધલ જાડેજા જ કિંગ
રાણાવાવ નગરપાલિકા પર સમાજવાદી પાર્ટીએ કબજો કરી લીધો છે. રાણાવાવમાં સમાજવાદી પાર્ટીને 16 અને ભાજપને 8 બેઠક મળી છે. તમને જણાવી દઈએ કે, અહીં કાંધલા જાડેજા ધારાસભ્ય છે. તો બીજી તરફ કુતિયાણા નગરપાલિકામાં ટાઈ થઈ છે. તમને જણાવી દઈએ કે, કાંધલ જાડેજા સમાજવાદી પાર્ટીની ટિકિટ પરથી ધારાસભ્ય બન્યા છે. આ પહેલા તેઓ એનસીપીમાં હતા.
તમને જણાવી દઈએ કે, પોરબંદર જિલ્લાની રાણાવાવ અને કુતિયાણા નગરપાલિકાની રવિવારે ચૂંટણી યોજાઈ હતી. જેમાં કુતિયાણામાં 59.83 ટકા મતદાન અને રાણાવાવ પાલિકામાં કુલ 50.19 ટકા મતદાન થયું હતું. આજે એટલે કે, મંગળવારે મત ગણતરી કરવામાં આવી રહી છે. જેમાં રાણાવાવમા 7 વોર્ડના 7 રાઉન્ડમાં તથા કુતિયાણામાં 6 વોર્ડમાં 6 રાઉન્ડમાં મત ગણતરી થઈ છે. રાણાવાવમાં 7 ટેબલ અને કુતિયાણામાં 3 ટેબલ ખાતે મતગણતરી કરવામાં આવી હતી.
આ પણ વાંચો...
Ranavav Election Result: રાણાવાવમાં કાંધલ જાડેજા જ કિંગ,નગરપાલિકા પર સમાજવાદી પાર્ટીનો કબજો
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
