શોધખોળ કરો

Malaika Arora Accident: રોડ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થઈ મલાઈકા અરોરા, હોસ્પિટલમાં ચાલી રહી છે સારવાર

બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરાના ફેન્સ માટે એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. મલાઈકા અરોરાની કારને અકસ્માત થયો છે. જે બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

મુંબઈ:  બોલિવૂડ(Bollywood) એક્ટ્રેસ મલાઈકા અરોરા(Actress malaika arora)ના ફેન્સ માટે એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. મલાઈકા અરોરા(Actress malaika arora)ની કારને અકસ્માત થયો છે. જે બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. અહેવાલો અનુસાર, મલાઈકાની કારનો અકસ્માત મુંબઈ- પુણે એક્સપ્રેસ હાઈવે પર થયો હતો. રિપોર્ટ્સ અનુસાર, મલાઈકાને માથામાં ઈજા થઈ છે. જે બાદ તેને મુંબઈની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

અહેવાલો અનુસાર, લગભગ 5-6 વાહનો એક બીજાની પાછળ ટકરાયા હતા, જેમાંથી મલાઈકા અરોરાની પણ એક કાર હતી.  રાજ ઠાકરેની સભામાં જઈ રહેલા નવનિર્માણ સેનાના કાર્યકરોની મદદથી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. મલાઈકાની અપોલો હોસ્પિટલમાં સારવાર ચાલુ છે. આજે રાત્રે મલાઈકાને  એપોલો હોસ્પિટલમાં સારવાર માટે રહેવું પડશે.

તમને જણાવી દઈએ કે મલાઈકા અરોરા(Actress malaika arora) શનિવારે સાંજે ફેશન ઈવેન્ટમાં ગઈ હતી. તે સોશિયલ મીડિયા પર તેની ઈવેન્ટની તસવીરો અને વીડિયો શેર કરતી હતી. તેણીએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર ચાહકોને ફેશન ઇવેન્ટની ઝલક બતાવી છે.

મલાઈકા બોલિવૂડના ફેમસ ચહેરાઓમાંથી એક છે. તે તેના આઈટમ સોંગ માટે જાણીતી છે. તેમનું ગીત છૈયા છૈયા ખૂબ પ્રખ્યાત થયું. છૈયા છૈયા ઉપરાંત મલાઈકાએ મુન્ની બદનામ સહિત ઘણા આઈટમ સોંગ કર્યા છે. તેણે ઘણા ડાન્સ રિયાલિટી શો પણ જજ કર્યા છે. મલાઈકાએ ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર, ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ અને ઝલક દિખલા જાને જજ કરી છે.

અંગત જીવનની વાત કરીએ તો મલાઈકા અરોરા અર્જુન કપૂરને ડેટ કરી રહી છે. તે દરરોજ અર્જુન સાથે રોમેન્ટિક તસવીરો શેર કરતી રહે છે. બંને ઘણીવાર સાથે જોવા મળે છે. બંનેની ટ્રિપની તસવીરો વાયરલ થતી રહે છે. મલાઈકા અરોરા પોતાની ફિટનેસને લઈ બોલીવૂડમાં જાણીતી છે. અભિનેત્રી ફિટ રહેવા માટે જિમ અને યોગા કરે છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત

ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ

સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?

Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય

ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ

ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?

‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય

Embed widget