Hrithik Home: પોતાની ગર્લફ્રેન્ડ માટે ઋત્વિક રોશને ખરીદ્યુ સી વ્યૂ આલિશાન ઘર, કિંમત જાણીને ચોંકી જશો તમે
ઋત્વિક રોશન અને સબા અઝાદ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે, તાજેતરમાં જ ઋત્વિક રોશને પોતાની ગર્લફ્રેન્ડ સાથેની એક તસવીર સોશ્યલ મીડિયા પર શેર કરી હતી,
![Hrithik Home: પોતાની ગર્લફ્રેન્ડ માટે ઋત્વિક રોશને ખરીદ્યુ સી વ્યૂ આલિશાન ઘર, કિંમત જાણીને ચોંકી જશો તમે Mannat Home: actor hrithik roshan and saba azad will shifted together in 100 crore house in mumbai Hrithik Home: પોતાની ગર્લફ્રેન્ડ માટે ઋત્વિક રોશને ખરીદ્યુ સી વ્યૂ આલિશાન ઘર, કિંમત જાણીને ચોંકી જશો તમે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/19/99f6f3f5ca36a2eb14f02fe1fd19b840166884387592777_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Hrithik Roshan News Home: બૉલીવુડ સુપરસ્ટાર એક્ટર ઋત્વિક રોશન (Hrithik Roshan)ને લઇને ફેન્સ દરેક અપડેટ મેળવવા માટે ઉતાવળા રહે છે, હવે તાજેતરમા સમાચાર આવ્યા છે કે એક્ટર ઋત્વિક રોશને પોતાની ગર્લફ્રેન્ડ માટે ઘરી લીધુ છે. ઋત્વિક રોશન પોતાની ગર્લફ્રેન્ડ સબા આઝાદ (Saba Azad)ની સાતે રિલેશનશીપમાં છે, અને હવે બન્ને સાથે રહેવા માંગી રહ્યાં છે. આ સ્ટાર કપલ હવે એકસાથે શિફ્ટ થઇ રહ્યાં છે. આ માટે એક નવુ ઘર પણ લીધુ છે.
લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં ઋત્વિક રોશન અને સબા આઝાદ -
ઋત્વિક રોશન અને સબા અઝાદ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે, તાજેતરમાં જ ઋત્વિક રોશને પોતાની ગર્લફ્રેન્ડ સાથેની એક તસવીર સોશ્યલ મીડિયા પર શેર કરી હતી, જેમાં બન્ને એકસાથે રહેવાનો ફેંસલો કરતા દેખાઇ રહ્યાં છે.
બે એપાર્ટમેન્ટ માટે ઋત્વિક રોશને ચૂકવ્યા 97.50 કરોડ -
સમાચાર છે કે, બન્ને મુંબઇમા મન્નત નામની એક ઇમારતમાં એપાર્ટમેન્ટ લઇ ચૂક્યા છે, અને જલદી શિફ્ટ પણ થઇ જશે.આ બિલ્ડિંગના ટૉપ 2 ફ્લૉર્સનુ રિનૉવેટ કરવાનુ કામ ચાલી રહ્યું છે, અને માનવામાં આવી રહ્યું છે કે, ઋત્વિક રોશન અને સબા એકસાથે અહી શિફ્ટ થઇ જશે. રિપોર્ટ છે કે, ઋત્વિક રોશને ઘર માટે લગભગ 100 કરોડ ચૂકવ્યા છે. આ ઘર જુહૂ વર્સોવા લિન્ક રૉડ પર છે અને આ ઇમારતના બે એપાર્ટમેન્ટ ખરીદવા માટે ઋત્વિક રોશને 97.50 કરોડ રૂપિયા ખર્ચ્યા છે.
સી વ્યૂ હશે આ નવુ ઘર
જે ઘરમાં આ સ્ટાર કપલ શિફ્ટ થવા જઇ રહ્યું છે, ત્યાંથી આરબ સાગરનું સુંદર વ્યૂ મળે છે. આ એપાર્ટમેન્ટના એરિયાની વાત કરીએ તો આ 38000 સ્ક્વેર ફૂટનું એક ડ્યૂપલેક્સ ઘર છે, 15માં અને 16માં ફ્લૉરના એપાર્ટમેન્ટને ખરીદવા માટે ઋત્વિકે 67.50 કરોડ અને 30 કરોડ રૂપિયાની કિંમત ચૂકવી છે.
ઋત્વિકની 16 વર્ષ નાની ગર્લફ્રેન્ડ -
બોલીવૂડનો અભિનેતા અને 2014માં પત્ની સુઝાન સાથે છુટાછેડા લેનારા ઋત્વિક રોશનનું પોતાનાથી 16 વર્ષ નાની યુવતી સાથે અફેર ચાલી રહ્યું હોવાની ચર્ચા છે. ઋત્વિક રોશન શુક્રવારે રાતે મુંબઇની એક રેસ્ટોરાંની બહાર આ યુવતી સાથે જોવા મળ્યો હતો.
આ મિસ્ટ્રી ગર્લ એક્ટ્રેસ સબા આઝાદ છે, અને તે દિલ્હીની છે, સબા આઝાદ એક યુવા મ્યુઝિશિયન છે. તેણે નસીરુદ્દીન શાહના દીકરા ઇમાદ સાથે કામ કર્યું છે. 2013માં સબા અને ઈમાદ લિવ-ઈન રીલેશનમાં રહેતાં હતાં. 2008માં સબાએ રાહુલ બોઝ સાથે દિલ કબડ્ડી ફિલ્મમાં કામ કરીને ડેબ્યુ કર્યું હતું. સબા આઝાદ દિલ્હીમાં જેમની હત્યા થઈ હતી એ જાણીતા નાટ્યકાર સફદર હાશ્મીની ભત્રીજી છે. સબા 32 વર્ષની છે જ્યારે ઋત્વિક 48 વર્ષનો છે. એટલે કે ઋત્વિક હાલ પોતાનાથી 16 વર્ષ નાની એક્ટ્રેસના પ્રેમમાં પડ્યો છે.
ઋત્વિક 2000માં સુઝાન ખાન સાથે લગ્ન કર્યા હતા અને તે જ વર્ષે તેણે 'કહોના પ્યાર હૈ' ફિલ્મથી બોલીવુડમાં એન્ટ્રી કરી હતી. તેમને બે સંતાન રેહાન એન રેધાન છે. ડિવોર્સ પછી સુઝાન ખાન ટીવી એક્ટર અલી ગોનાની ભાઇ અર્સલાન ગોનીને ડેટ કરે છે.
વર્કફ્રેન્ટની વાત કરીએ તો, ઋત્વિક રોશનની તાજેતરમાં વિક્રમ વેધા ફિલ્મ રિલીઝ થઇ હતી, જે કંઇક ખાસ કમાલ નથી કરી શકી. હવે એક્ટરની આગામી ફિલ્મ ફાઇટર છે, જેમાં ઋત્વિક રોશન સ્ટાર એક્ટર અનિલ કપૂર અને દીપિકા પાદુકોણ સાથે દેખાશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)