શોધખોળ કરો
Advertisement
પાકિસ્તાનમાં એક બિસ્કિટની એડ પર મચી ધમાલ, લોકોએ હૉટ મૉડલને લઇ લીધી આડેહાથ, જાણો શું છે મામલો
પાકિસ્તાનના સોશ્યલ મીડિયા પર એડનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં હૉટ મૉડલના ડાન્સને મુજરો ગણાવીને લોકો આડેહાથે લઇ રહ્યાં છે. આ એડનો વિરોધ સામાન્ય લોકોથી લઇને સરકારના મંત્રીઓ પણ કરવા લાગ્યા છે
ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં એક બિસ્કિટની એડ આજકાલ ચર્ચામાં છે. પાકિસ્તાનના સોશ્યલ મીડિયા પર એડનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં હૉટ મૉડલના ડાન્સને મુજરો ગણાવીને લોકો આડેહાથે લઇ રહ્યાં છે. આ એડનો વિરોધ સામાન્ય લોકોથી લઇને સરકારના મંત્રીઓ પણ કરવા લાગ્યા છે.
એડને લઇને લોકો પાકિસ્તાનમાં ઇલેક્ટ્રૉનિક મીડિયા રેગ્યુલેટરી ઓથોરિટી (પેમરા)ની ભૂમિકામાં પર સવાલો ઉઠાવવા લાગ્યા છે. વિરોધ વધ્યો તો છેવટે પેમરાએ એક નિવેદન આપવુ પડ્યુ, તેમને કહ્યું કે એડવર્ટાઇઝિંગ એસોસિએશન અને એડવર્ટાઝિંગ સોસાયટીએ એડ કન્ટેન્ટ પર વિચાર કરવો જોઇએ.
એડ પર કેમ મચી ગઇ બબાલ
બિસ્કિટ માટે શૂટ કરવામાં આવેલી એડમાં પાકિસ્તાની હૉટ મૉડલ અને એક્ટ્રેસ મહવિશ હયાત દેખાઇ રહી છે. એડમાં મહવિશ પાકિસ્તાનના પારંપરિક વેશભૂષા અને પરિવેશમાં દેખાઇ રહી છે. તેની આસપાસ ડાન્સ કરતા અન્ય કલાકારોઓએ રંગ-બિરંગી પરિધાન પહેરેલા છે. વીડિયોમાં ગીતની ધૂન પર તમામ કલાકારોને ઝૂમતા-નાચતા, હંસતા અને મુસ્કુરાતા દેખી શકાય છે.
સોશ્યલ મીડિયા પર એડનો વીડિયો વાયરલ થયા બાદ, એક નવી ચર્ચા શરૂ થઇ ગઇ. એક ગૃપે એડને અશ્લીલતાથી ભરેલી ગણાવી દીધી, તેમનુ કહેવુ છે કે હવે કલાકારની સ્વતંત્રતા પણ સુરક્ષિત નથી. બીજા યૂઝરે લખ્યું- બિસ્કિટ વેચવા માટે ટીવી પ હવે મુઝરો ચાલશે, પેમાર નામની કોઇ સંસ્થા છે કે નહીં. વળી, એક યૂઝરે સીધી ઇમરાનને કાર્યવાહી કરવાની માંગ કરી દીધી. વળી કેટલાકે આમાં ઇસ્લામનો એન્ગલ લાવી દીધો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
અમદાવાદ
દુનિયા
દેશ
Advertisement