(Source: ECI/ABP News/ABP Majha)
કોરોના પૉઝિટીવ હોવા છતાં આ એક્ટરે મનાવી હોળી, ઇન્સ્ટાગ્રામ પર શેર કરી તસવીર
રંગોના ઉત્સવનો જોરદાર આનંદ લીધો. માથા પર લાગેલા હોળીના રંગોની તસવીર શેર કરતા 55 વર્ષીય એક્ટર મિલિંદ સોમને જણાવ્યુ કે, કઇ રીતે પત્ની અંકિતા કંવર પીપીઇ કિટ પહેરીને પોતાના પતિને મળવા આવી, અને સાથે સિઝનની પહેલી કેરી લાવી. જોકે, બન્ને એકબીજાને ગળે ના મળી શક્યા, ફક્ત બન્નેએ ખુદ પર થોડા રંગો નાંખીને આ શાનદાર તહેવારને મનાવ્યો હતો.
મુંબઇઃ કોરોના પૉઝિટીવ હોવા છતાં એક્ટર મિલિંદ સોમન (Milind Soman) હોળીનો તહેવાર મનાવવાથી ના ચૂક્યો. તેને ક્વૉરન્ટાઇનમાં રહેતા રહેતા જ આ રંગોના ઉત્સવનો જોરદાર આનંદ લીધો. માથા પર લાગેલા હોળીના રંગોની તસવીર શેર કરતા 55 વર્ષીય એક્ટર મિલિંદ સોમને જણાવ્યુ કે, કઇ રીતે પત્ની અંકિતા કંવર પીપીઇ કિટ (PPE kit) પહેરીને પોતાના પતિને મળવા આવી, અને સાથે સિઝનની પહેલી કેરી લાવી. જોકે, બન્ને એકબીજાને ગળે ના મળી શક્યા, ફક્ત બન્નેએ ખુદ પર થોડા રંગો નાંખીને આ શાનદાર તહેવારને મનાવ્યો (Holi celebration) હતો.
કોરોના પૉઝિટીવ મિલિંદ સોમનને મનાવી હોળી....
ઇન્સ્ટાગ્રામ પૉસ્ટ પર એક્ટરે લખ્યું- મને વાસ્તવમાં આટલો ક્રોધી ના થવુ જોઇએ, કેમકે અંકિતા પુરેપુરી પીપીઇ કિટ અને સિઝનના પહેલી કેરી સાથે લાવી. જોકે, બન્ને વચ્ચે ગળે મળવાનુ સંભવ ના થઇ શક્યુ.... માત્ર ખુદ પર રંગ નાંખીને જ કામ ચલાવ્યુ, અને પૂરનપોરી ખાધી.... (Holi)
ઇન્સ્ટાગ્રામ પર બતાવ્યુ કેવી રીતે ઉઠાવ્યો હોળીનો આનંદ....
મિલિંદ સોમને એ પણ જણાવ્યુ કે, તને છ અલફાંસોમાં કેરી ખાધી, તેને વિસ્તારથી જણાવ્યુ કે તેને છ કેરીનો આનંદ ઉઠાવ્યો, અને આ તમામ સ્વાદિષ્ટ હતી. અલફાંસો... મને નથી ખરાબ કે મારો સ્વાદ ખરાબ થઇ ગયો છે. હું ખરેખરમાં કંઇપણ નથી સુંઘી શકતો. તેને પોતાના ક્વૉરન્ટાઇન રૂટીનની જાણકારી આપતા કહ્યું કે, હું એક દિવસમાં 5-6 વાર એક ઉકાળો પીવુ છુ, મેથી અને અન્ય સામગ્રીઓ નાંખીને તૈયાર કરેલો. કોઇ થાક નથી, માથામાં દુઃખાવો નથી, તાવ નતી કે કોઇ બીજા લક્ષણો પણ નથી. હુ આખો દિવસ સુવાની કોશિશ કરુ છું. મગજ અને શારીરિક આરામ પણ શરીર માટે શરૂઆતી ઠીક થવાની પ્રક્રિયામાં મહત્વપૂર્ણ છે.
ઉલ્લેખનીય છે કે હોળીના તહેવારને આ બૉલીવુડના કેટલાય સેલિબ્રિટીએઓ મનાવ્યો હતો. કેટલાક એવા સેલેબ્સ હતા જેઓએ આ વર્ષે લગ્ન કર્યા બાદ પહેલીવાર પોતાની જીવનસાથી સાથે હોળી મનાવી હતી. વળી પ્રિયંકા ચોપડાએ વિદેશમાં પોતાના પતિ અને સાસુ-સસરા અને પરિવાર સાથે હોળી મનાવી હતી.