Mirzapur 3 Release Date: કાલીન ભૈયા અને ગુડ્ડ પંડિત આવી રહ્યા છે ધમાલ મચાવવા, આ તારીખે રિલીઝ થશે 'મિર્ઝાપુર'
ભારતની સૌથી લોકપ્રિય વેબ સિરીઝની વાત કરીએ તો તેમાં મિર્ઝાપુર(Mirzapur )નું નામ પણ સામેલ થશે. આ સિરીઝની અત્યાર સુધી બે સિઝન રિલીઝ થઈ છે અને બંને સફળ રહી છે.
![Mirzapur 3 Release Date: કાલીન ભૈયા અને ગુડ્ડ પંડિત આવી રહ્યા છે ધમાલ મચાવવા, આ તારીખે રિલીઝ થશે 'મિર્ઝાપુર' Mirzapur 3 release date revealed pankaj tripathi ali fazal fire on prime video this month reports Mirzapur 3 Release Date: કાલીન ભૈયા અને ગુડ્ડ પંડિત આવી રહ્યા છે ધમાલ મચાવવા, આ તારીખે રિલીઝ થશે 'મિર્ઝાપુર'](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/17/c19fdb9f80fdd2c276dbd8616e3175e9171595271744778_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ભારતની સૌથી લોકપ્રિય વેબ સિરીઝની વાત કરીએ તો તેમાં મિર્ઝાપુર(Mirzapur )નું નામ પણ સામેલ થશે. આ સિરીઝની અત્યાર સુધી બે સિઝન રિલીઝ થઈ છે અને બંને સફળ રહી છે. OTT પ્લેટફોર્મ પ્રાઇમ વીડિયો(prime video)ની આ સિરીઝમાં પંકજ ત્રિપાઠી, અલી ફઝલ અને રાશિકા દુગ્ગલ જેવા કલાકારો મહત્વની ભૂમિકામાં છે.
ચાહકો લાંબા સમયથી મિર્ઝાપુર સિઝન 3ની રિલીઝની રાહ જોઈ રહ્યા છે અને તેની રિલીઝ ડેટ અંગેના સમાચારો સામે આવી ચૂક્યા છે. પરંતુ હાલમાં જે અપડેટ આવી રહ્યું છે તે ચોક્કસપણે ચાહકોના ચહેરા પર સ્મિત લાવી દેશે.
ગુરુવારે, પ્રાઇમ વિડિયોએ તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર વેબ સિરીઝ મિર્ઝાપુર 3ની રિલીઝ ડેટ અંગે સસ્પેન્સ ગેમ રમી હતી. આ પછી, સોશિયલ મીડિયામાં ચર્ચાઓ ચાલી રહી છે. નિર્માતાઓ દ્વારા ટૂંક સમયમાં આ સિરીઝની રિલીઝ ડેટની જાહેરાત કરવામાં આવી શકે છે.
આ પહેલા ઈ ટાઈમ્સના રિપોર્ટમાં મિર્ઝાપુર 3ની રિલીઝ ડેટને લઈને મોટી માહિતી આપવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે જૂનના અંતમાં અથવા જુલાઈના પહેલા સપ્તાહમાં આ સીરિઝ પ્રાઇમ વીડિયો પર ઓનલાઈન સ્ટ્રીમ કરી શકાય છે.
અગાઉ, મિર્ઝાપુર 3નું લેટેસ્ટ પોસ્ટર જોયા પછી તે સ્પષ્ટ હતું કે આ વખતે મિર્ઝાપુરમાં કાલિન ભૈયા એટલે કે પંકજ ત્રિપાઠી અને ગુડ્ડુ પંડિત એટલે કે અલી ફઝલ વચ્ચે જોરદાર સંઘર્ષ જોવા મળી શકે છે.
મિર્ઝાપુર સીઝન 2ના અંતે, ગુડ્ડુ પંડિત મુન્ના ભૈયા (દિવ્યેન્દુ શર્મા)ની હત્યા કરીને મિર્ઝાપુરની ગાદી પર બેસે છે અને કાલીન ભૈયાને જીવન અને મૃત્યુ વચ્ચે છોડીને જતો રહે છે. ત્રીજી સીઝનમાં કાલીન ભૈયા તેની ખુરશી અને પુત્રના મૃત્યુનો બદલો લેતા જોવા મળશે. જેને જોવા માટે દર્શકો આતુર છે.
પંકજ ત્રિપાઠી અને અલી ફઝલ સ્ટારર મિર્ઝાપુર અત્યાર સુધીમાં બે સિઝન રિલીઝ કરી ચૂકી છે. બેંને કલાકારોની આ સિરીઝમાં એક્ટિંગ દર્શકોને ખૂબ જ પસંદ આવી છે. આ સાથે જ બીજી સીઝનની કહાની એક એવી પળે સમાપ્ત થઇ કે જેને કારણે લોકોના મનમાં અનેક સવાલો ઉભા થઇ ગયા, જે બાદ લોકો આતુરતાથી ત્રીજી સીઝનની રાહ જોઇ રહ્યા છે. તમને જણાવી દઇએ કે, ત્રીજી સિઝનનું શૂટિંગ પૂર્ણ થઇ ચૂક્યું છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)