(Source: ECI/ABP News/ABP Majha)
Drugs Case: 20 ઓક્ટોબર સુધી જેલમાં રહેશે આર્યન ખાન
Drugs Case: ક્રુઝ ડ્રગ્સ કેસમાં ધરપકડ કરાયેલા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને 20 ઓક્ટોબર સુધી જેલમાં રહેવું પડશે.
Drugs Case: ક્રુઝ ડ્રગ્સ કેસમાં ધરપકડ કરાયેલા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને 20 ઓક્ટોબર સુધી જેલમાં રહેવું પડશે. આજે સેશન્સ કોર્ટે જામીન અરજી પર લાંબી સુનાવણી બાદ કોર્ટે જામીન અરજી પરનો ફેંસલો 20 ઓક્ટોબર આપવાનો આદેશ આપ્યો હતો. જામીન અરજીની સુનાવણી વીવી પાટીલની કોર્ટમાં થઈ હતી. એનસીબીએ 2 ઓક્ટોબરના રોજ આર્યન ખાન અને અન્ય આરોપીઓની અટકાયત કરી હતી અને પૂછપરછ બાદ તેમની ધરપકડ કરી હતી. આર્યન હાલમાં આર્થર રોડ જેલમાં છે.
સુનાવણી દરમિયાન, એનસીબી તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ અનિલ સિંહે કહ્યું કે, પ્રાથમિક તપાસમાં આરોપીઓની આંતરરાષ્ટ્રીય કડીઓ સામે આવી છે. બધા એકબીજા સાથે જોડાયેલા છે. તમે તેમને અલગથી જોઈ શકતા નથી. અમારી પાસે વોટ્સએપ ચેટ અને અન્ય પુરાવા છે.
અનિલ સિંહે કહ્યું કે આર્યન ખાન વિશે જે નિવેદન મળ્યું છે તે દર્શાવે છે કે તે છેલ્લા કેટલાક વર્ષોથી તેનું સેવન કરતો હતો. અરબાઝ પાસેથી ડ્રગ્સ મળ્યું છે. આર્યન તેની સાથે હતો. પંચનામામાં એ પણ સ્પષ્ટપણે લખેલું છે કે બંને ડ્રગ્સનું સેવન કરવાના હતા. અનિલ સિંહે જામીન અરજી પર સુનાવણી દરમિયાન ઓછામાં ઓછા આઠ કેસોના ચુકાદા વાંચ્યા. ASG એ સમજાવવાનો પ્રયાસ કર્યો કે આ આરોપીઓને કેવી રીતે જામીન ન આપવા જોઇએ.
આર્યનના વકીલ દલીલ કરતાં કહ્યું હતું કે જ્યારે તપાસને કોઈ અટકાવતું નથી તો તેમના ક્લાયન્ટની આઝાદીને કેમ અટકાવવામાં આવે છે. બંને પક્ષકારોની દલીલો સાંભળ્યા બાદ જજ વીવી પાટિલે જામીન અરજી પરનો ચુકાદો 20 ઓક્ટોબર સુધી અનામત રાખ્યો હતો.
આર્યન ખાનની 2 ઓક્ટોબરના રોજ NCBએ અટકાયત કરી હતી અને 3 ઓક્ટોબરના રોજ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી તે લૉકઅપમાં છે. આર્યન 8 ઓક્ટોબરે બપોરે આર્થર રોડ જેલમાં આવ્યો હતો. આ રીતે આર્યન છેલ્લાં 12 દિવસથી લૉકઅપમાં છે અને તેણે વધુ છ દિવસ જેલમાં જ રહેવું પડશે.
આર્યનની જામીન અરજીનો વિરોધ કરતાં NCBએ કહ્યું હતું કે આરોપીઓને એકબીજાથી અલગ કરી શકાય નહીં. આરોપી પાસેથી ભલે કોઈ વસ્તુ ના મળી, પરંતુ તે આ ષડયંત્રમાં સામેલ છે. આર્યન ખાન પર પ્રતિબંધિત સામગ્રી ખરીદવાનો આરોપ છે. અરબાઝ મર્ચન્ટ પાસેથી પ્રતિબંધિત સામગ્રી મળી આવી હતી. વિદેશમાં લેવડ-દેવડ સંબંધિત તપાસ ચાલી રહી છે.