શોધખોળ કરો
NCB સૂત્રોનો ખુલાસો- સુશાંત માટે વિદેશથી મંગાવવામાં આવતું ડ્રગ્સ, આ એડ્રેસ પર થતી ડિલીવરી
એનસીબીના સૂત્રોએ ખુલાસો કર્યો હતો કે સુશાંત અને રિયાને હાઇ ક્વોલિટી ડ્રગ્સ પસંદ હતું જે ભારતમાં ઇમ્પોર્ટ કરવામાં આવતું હતું

મુંબઇઃ બોલિવૂડ એક્ટ્રેસ સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ બોલિવૂડમાં ડ્રગ્સનો મુદ્દો ઉઠ્યો છે. આ મામલાની તપાસ કરી રહેલી એનસીબીના સૂત્રોએ ખુલાસો કર્યો હતો કે સુશાંત અને રિયાને હાઇ ક્વોલિટી ડ્રગ્સ પસંદ હતું જે ભારતમાં ઇમ્પોર્ટ કરવામાં આવતું હતું. આ ડ્રગ્સનો ઓર્ડર રિયા ચક્રવર્તી કરતી હતી પરંતુ ડ્રગ્સની ડિલીવરી સુશાંતના ઘરના એડ્રેસ પર થતી હતી. રિયા અને સુશાંતને હાઇ ક્વોલિટી બડ઼્સનું સેવન પસંદ હતું. તેમના માટે ડ્રગ્સ નેધરલેન્ડના એમ્સ્ટર્ડમ શહેર, કેનેડા અને યુકેથી આવતું હતુ. એનસીબીના મતે આ ત્રણેય દેશોમાં દુનિયાના સૌથી મોંઘા અને ઉંચી ક્વોલિટીના બડ્સ મળે છે. ડ્રગ્સ માફિયા ડિમાન્ડ અનુસાર આ હાઇ ક્વોલિટી બડ્સના જથ્થાને ભારતમાં લાવતા હતા અને બાદમાં પેડલર્સ મારફતે બડ્સને ડિસ્ટ્રિબ્યૂટ કરતા હતા. ખાસ અવસર પર બડ્સ સપ્લાય કરવાના નિર્દેશ રિયા આપતી હતી. તસ્કરી કરી ભારત લાવવામાં આવેલા આ હાઇ ક્વોલિટી બડ઼્સની ડિલીવરી સુશાંતના ઘર પર કરવામાં આવતી હતી. તે સિવાય સુશાંતના ઘર પર હિમાચલ પ્રદેશથી આવતું ચરસ પણ મંગાવવામાં આવતું હતું. એનસીબી હવે સુશાંતને ત્યાં સપ્લાય કરવામાં આવતા બડ્સની ફોરેન લિંકની પણ તપાસ કરી રહી છે.
વધુ વાંચો




















