શોધખોળ કરો
Advertisement
જ્હાન્વીની ગુંજન સક્સેના વિવાદોમાં, મેકર્સને માફી માંગીને સ્ક્રીનિંગ બંધ કરાવવાની મળી ધમકી
રાષ્ટ્રીય મહિલા આયોગે ફિલ્મના મેકર્સને આનુ સ્ક્રીનિંગ બંધ કરવાનુ કહ્યુ છે, સાથે વાયુસેનાની નકારાત્મક છબિ બતાવા માફી માંગવા પણ કહ્યુ છે, કેમકે આમાં કોઇ સચ્ચાઇ નથી
મુંબઇઃ અભિનેત્રી જ્હાન્વી કપૂર સ્ટારર 'ગુંજન સક્સેનાઃ ધ કારગિલ ગર્લ' રિલીઝ બાદ વિવાદોમાં ફસાઇ ગઇ છે. પહેલા ભારતીય વાયુસેનાએ ફિલ્મ પર છબી ખરાબ કરવાના આરોપ લગાવ્યો હતો, હવે આ મામલે રાષ્ટ્રીય મહિલા આયોગે પણ વિરોધ નોંધાવ્યો છે, અને તાત્કાલિક ધોરણે માફી માંગીને ફિલ્મના સ્ક્રીનિંગને બંધ કરવાની માંગ કરી છે.
રાષ્ટ્રીય મહિલા આયોગે ફિલ્મના મેકર્સને આનુ સ્ક્રીનિંગ બંધ કરવાનુ કહ્યુ છે, સાથે વાયુસેનાની નકારાત્મક છબિ બતાવા માફી માંગવા પણ કહ્યુ છે, કેમકે આમાં કોઇ સચ્ચાઇ નથી.
મહિલા આયોગના અધ્યક્ષ રેખા શર્માએ ટ્વીટ કર્યુ છે- જો એવુ છે કે ફિલ્મ મેકરને માફી માંગવી જોઇએ, અને સ્ક્રીનિંગને બંધ કરી દેવુ જોઇએ. અમારી સેનાની ખરાબ છબિ કેમ બતાવવામાં આવી રહી છે. જોકે, આમાં બિલકુલ સચ્ચાઇ નથી. આ ઉપરાંત તેમને બીજુ એક ટ્વીટ કરીને કહ્યું કે અસલી ગુંજન સક્સેનાએ સામે આવીને વાસ્તવિકતા બતાવવી જોઇએ, શું તેની સાથે લૈગિંગ ભેદભાવ થતો હતો? રેખા શર્મા ખુદ સૈન્ય પરિવાર સાથે સંબંધ રાખે છે, તેને સુરક્ષા દળોની છબિને બગાડવાને અપરાધ માન્યો છે.
આ પહેલા ફિલ્મના રિલીઝ થતા જ વાયુસેનાના અધિકારીએ ગુંજન સેક્સેનાએ કહ્યું હતુ તે બહુજ ખુશનસીબ છે કે તેના જીવન પર ફિલ્મ બની. તેને એ પણ કહ્યું કે, ભારતીય વાયુસેનામાં તેના કમાન્ડિંગ ઓફિસર અને સુપરવાઇઝર બહુ જ સપોર્ટિંવ હતા. ગુંજન સક્સેનાના આ નિવેદન તે સમયે આવ્યુ જ્યારે વાયુ સેનાએ સેન્સર બોર્ડને એક પત્ર લખીને ફિલ્મમાં તેની નકારાત્મક છબિ બતાવવામાં આવી.
અધિકારી કહ્યુ કે, ભારતીય વાયુસેનાએ ફિલ્મ 'ગુંજન સક્સેનાઃ ધ કારગિલ ગર્લ'ના કેટલાક એવા સીન્સ પર આપત્તિ દર્શાવતા કેન્દ્રીય ફિલ્મ સેન્સર બોર્ડને એક પત્ર લખ્યો છે, જેમાં તેને અનુચિત રીતે નકારાત્મક રીતે દર્શાવવામાં આવ્યા છે.સુત્રોનુ કહેવુ છે કે રક્ષા મંત્રાલયે ગયા મહિને જ્યારે વેબસીરીઝમા સશસ્ત્ર દળોના જવાનોના કેરેક્ટર પર મોટી આપત્તિ દર્શાવતા સીબીએફસીને પત્ર લખ્યો હતો.
પહેલા આ ફિલ્મ 13 માર્ચ 2020એ થિએટરોમાં રિલીઝ થવાની હતી. પછી કૉવિડ-19ના કારણે ફિલ્મની રિલીઝને અટકાવી દેવામાં આવી હતી. હવે આ ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થઇ છે. જ્હાન્વી કપૂરની આ બીજી ફિલ્મ છે, તેને પહેલી ફિલ્મ ધડકથી બૉલીવુડમાં ડેબ્યૂ કર્યુ હતુ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
બિઝનેસ
અમદાવાદ
Advertisement