શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
શું નેહા કક્કરે તેના લગ્નમાં ગાવા માટે તેના સસરા પાસેથી લીધા હતા પૈસા ? કપિલ શર્માના શોમાં ખુલાસો થયો
સોશિયલ મીડિયા પર નેહા કક્કર અને રોહનના લગ્નની તસવીરો અને વીડિયો ઘણા વાયરલ થયા હતા.
મુંબઈ : બોલિવૂડ સિંગર નેહા કક્કરે 24 ઓક્ટોબરે તેના બોયફ્રેન્ડ રોહનપ્રીત સિંહ સાથે લગ્ન કર્યા. સોશિયલ મીડિયા પર નેહા કક્કર અને રોહનના લગ્નની તસવીરો અને વીડિયો ઘણા વાયરલ થયા હતા. તાજેતરમાં નેહા કક્કર અને રોહન કપિલ શર્માના શોમાં જોવા મળ્યા હતા.
આ શોમાં, બંનેએ તેમની લવ સ્ટોરી અને લગ્ન વિશે ઘણા રહસ્યો ખોલ્યા. દરમિયાન, શો પર કપિલે નેહા કક્કર અને રોહનને ઘણા સવાલો પૂછ્યા હતા.
ધ કપિલ શર્મા શોમાં કપિલ શર્મા નેહા સાથે ગેમ રમતો જોવા મળ્યો હતો જેમાં તે તમામ અફવાઓ પર સવાલ ઉભો કરે છે. કપિલ પૂછે છે, 'નેહા તમારા લગ્નના સંગીત અને રિસેપ્શન પાર્ટીમાં તમે જે ગીતો ગાયા હતા તેના માટે તમને શગુન મળ્યું, પણ અલગ તમે સસરાને બિલ પણ મોકલી દીધું હતું કે લગ્ન તો ઠીક છે પણ હું શો માટે પૈસા લઉ છું. જેના જવાબમાં નેહા કહે છે, 'એક વાત કહું, મારા પપ્પાજી અને મમ્મીજી એટલા સીધા છે જો હું ખરેખર એમ કહીશ કે મેં લગ્નમાં મારી પર્ફોમન્સ આપી છે, તો હું પૈસા લઈશ, પછી તેઓ કહેશે કે, સારું, ઠીક છે, લઇ લે બેટા. તે ખૂબ જ પ્યારા છે. '
કપિલ શર્માના શોમાં નેહા કક્કડ અને રોહનપ્રીત સિંહ મસ્તી કરતા જોવા મળ્યા અને સાથે જ સ્ટેજ પર ગીત પણ ગાયા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion