સલમાન ખાનના ફાર્મહાઉસના પાડોશીએ શું કરી કોમેન્ટ કે સલમાને ઠોકી દીધો માનહાનિનો કેસ ? કોર્ટે સલમાનને શું આપ્યો આંચકો ?
સલમાનને આ ફાર્મહાઉસના પાડોશી કેતન કક્કડ સાથે બાબલ થતાં સલમાને પોતાના ફાર્મહાઉસના પાડોશી કેતન કકક્ડ પર માનહાનિનો કેસ કર્યો છે.
મુંબઇ : સલમાન ખાન મુંબઈમાં પોતાના ફ્લેટ પર ઓછો અને ફાર્મહાઉસમાં વધારે રહે છે. સલમાન અવારનવાર તેના ફાર્મહાઉસમાં જતો રહેતો હોય છે અને ફાર્મહાઉસમાં કામ કરતો હોય એવી તેની તસવીરો સોશિયલ મીડિયા પર મૂકતો હોય છે.
સલમાનને આ ફાર્મહાઉસના પાડોશી કેતન કક્કડ સાથે બાબલ થતાં સલમાને પોતાના ફાર્મહાઉસના પાડોશી કેતન કકક્ડ પર માનહાનિનો કેસ કર્યો છે. સલમાને કેતન કકક્ડ પોતાની વિરૂધ્ધ નિવેદનો આપે છે એ રોકવા માટે કોર્ટને વિનંતી કરી હતી પણ મુંબઇ સિટી સિવિલ કોર્ટે સલમાનના પક્ષમાં વચગાળાનો સ્ટે ઓર્ડર આપવાની ચોખ્ખી ના પાડી દીધી છે. હવે 21 જાન્યુઆરીએ આ અંગે સુનાવણી હાથ ધરાશે.
સલમાન ખાને આક્ષેપ મૂક્યો હતો કે, પનવેલમાં ફાર્મહાઉસની બાજુમાં જમીનના માલિક કેતન કક્કડે યુ- ટયુબ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં તેને બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે. સલમાનના માનહાનિના કેસમાં જજ અનિલ એચ. લાદ્દાદે કેતન કક્કડને જવાબ આપવાનો આદેશ આપ્યો છે. હવે આ કેસની આગામી સુનાવણી 21 જાન્યુઆરી કરવામાં આવશે.
સલમાને દાખલ કરેલી અરજી પ્રમાણે, કેતન કક્કડે એક યુ-ટયુબરને આપેલા ઇન્ટરવ્યૂમાં એક્ટર સામે અપશબ્દો કહ્યા હતા. આ ઉપરાંત શોમાં ભાગ લેનારા બે અન્ય લોકો સામે પણ ખરાબ વાતો કરી હતી. તેમનાં નામ પણ અરજીમાં લેવામાં આવ્યા છે. આ કેસમાં સલમાને યુ-ટયુબ ઉપરાંત ફેસબુક, ટ્વિટર તથા ગુગલ સામે પણ દાદ માંગી હતી. સલમાનની માગમી કે યુ-ટયુબ ઉપરાંત ફેસબુક, ટ્વિટર તથા ગુગલ સહિત તમામ મીડિયામાં અપમાનજનક નિવેદનોને બ્લોક કરવામાં આવે અથવા તેને હટાવી દેવામાં આવે.
સલમાન ખાનના વકીલોએ કોર્ટ પાસે માગણી કરી હતી કે કેસ ચાલતો હોય ત્યાં સુધી કેતન કક્કડ આ સંદર્ભમાં કોઇ નિવેદન નહીં આપે. કેતનના વકીલ આદિત્ય પ્રતાપ તથા આભાસિંહે આ માગણીનો વિરોધ કર્યો હતો.