Celebrities Update: નોરા ફતેહીને ડેટ કરી રહ્યો છે ગુરુ રંધાવા ? બીચ પર વોક કરતી તસવીરો વાયરલ થઈ
ડાન્સર નોરા ફતેહીએ બોલીવૂડમાં પોતાનુ એક અલગ જ સ્થાન બનાવી લીધુ છે. સિંગર ગુરુ રંધાવા અને નોરાની કેમેસ્ટ્રી પહેલા જ ચાહકોના દિલ જીતી ચૂકી છે.
મુંબઈ: ડાન્સર નોરા ફતેહીએ બોલીવૂડમાં પોતાનુ એક અલગ જ સ્થાન બનાવી લીધુ છે. સિંગર ગુરુ રંધાવા અને નોરાની કેમેસ્ટ્રી પહેલા જ ચાહકોના દિલ જીતી ચૂકી છે, ત્યારે આ બંને તાજેતરમાં ગોવાના બીચ પર જોવા મળ્યા હતા. જ્યાં બંને એકદમ કેઝ્યુઅલ લુકમાં જોવા મળ્યા હતા. નોરા ફતેહી બ્લેક શોટ્સ અને ગ્રે ટોપમાં જોવા મળી હતી. જ્યારે ગુરુ રંધાવા પણ ગ્રે અને બ્લેક કલરના નાઈટ સૂટમાં જોવા મળ્યો હતો.
નોરા ફતેહી અને ગુરુ રંધાવા ગોવાના બીચ પર જોવા મળ્યા હતા. જ્યાં બંને ટ્યુનિંગ આઉટફિટમાં જોવા મળ્યા હતા. વાયરલ થઈ રહેલી તસવીરોમાં બંને હસતા અને દરિયા કિનારે વોક કરતા જોવા મળ્યા હતા. આ તસવીરો ખૂબ જ વાયરલ થઈ રહી છે. આ તસવીરો પર ફેન્સ ખાસ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ગુરુ રંધાવા અને નોરા એકબીજાને ડેટ કરતા હોય તેવી ચર્ચામાં પણ ચાલી રહી છે.
બીચ પર વોક કરતી તસવીરો સામે આવ્યા બાદ ફેન્સના મનમાં સવાલો ઉઠી રહ્યાં છે કે શું નોરા ફતેહી અને ગુરુ રંધાવા એકબીજાને ડેટ કરી રહ્યા છે ?
સોનાક્ષી સિન્હા કયા એક્ટરના પ્રેમમાં હોવાની વાત આવી સામે
બૉલીવુડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા (Sonakshi Sinha) હવે પોતાના રિલેશનને લઇને ચર્ચામાં આવી છે,એક્ટ્રેસ નૉટબુક (Notebook) ફેમ જાહિર ઇકબાલ (Zaheer Iqbal) સાથે પોતાના રિલેશનને લઇને ચર્ચામાં છે. મીડિયા રિપોર્ટસ અનુસાર બન્ને વચ્ચે ખુબ લાંબા સમયથી રિલેશન ચાલી રહ્યું છે, જોકે, હજુ સુધી ડેટિંગની અફવા પર સોનાક્ષી સિન્હા કે પછી જાહિર ઇકબાલ બન્નેમાંથી કોઇએ ખુલાસો કર્યો નથી. પરંતુ એક ભૂલથી બન્ને વચ્ચે રિલેશન હોવાનુ પાક્કુ થઇ ગયુ છે. 10 ડિસેમ્બરે જાહિર ઇકબાલ (Zaheer Iqbal Birthday)નો બર્થડે હતો. આ પ્રસંગે સોનાક્ષી સિન્હાએ ક્યૂટ પૉસ્ટ (Sonakshi Sinha Post) શેર કરી તેને શુભેચ્છા પાઠવી હતી. સોનાક્ષી સિન્હાની આ પૉસ્ટને જોઇને એવુ લાગી રહ્યું છે કે તેને પોતાના રિલેશનને સોશ્યલ મીડિયા પર ઓફિશિયલ કરી દીધુ છે. જાહિર ઇકબાલ અને સોનાક્ષી સિન્હા (Zaheer Iqbal And Sonakshi Sinha Relationship) એકબીજાને લાંબા સમયથી જાણે છે.