Oscar 2023: ગુનીત મોંગાએ ઓસ્કારને લઈ કર્યો ધડાકો, થયું હળહળતું અપમાન
સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો અને ટ્વીટ દ્વારા એકેડમીના આ પ્રકારના વર્તન સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે.
![Oscar 2023: ગુનીત મોંગાએ ઓસ્કારને લઈ કર્યો ધડાકો, થયું હળહળતું અપમાન Oscar 2023: Guneet Monga Spoke About Cutt off During Speech at Oscar Awards Oscar 2023: ગુનીત મોંગાએ ઓસ્કારને લઈ કર્યો ધડાકો, થયું હળહળતું અપમાન](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/20/a87c1765e2d0d2abb3fe96f8dbaeaf50167932945104278_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Guneet Monga On Oscar Speech Video: ઓસ્કર 2023માં ભારતીય ફિલ્મોએ ઈતિહાસ સર્જી દીધો છે. આ વખતે ફિલ્મ જગતના સૌથી શ્રેષ્ઠ કહેવાતા આ એવોર્ડ શો માં ભારતીય ફિલ્મોનો દબદબો રહ્યો હતો. આ વર્ષના ઓસ્કારમાં પીઢ દિગ્દર્શક એસએસ રાજામૌલીની 'RRR'ની 'નાતુ નાટુ'ને શ્રેષ્ઠ મૂળ ગીતની શ્રેણી અને બોલિવૂડ ફિલ્મ નિર્માતા ગુનીત મોંગાની દસ્તાવેજી 'ધ એલિફન્ટ વ્હીસ્પર્સ'એ આ વર્ષે ઓસ્કારમાં શ્રેષ્ઠ શોર્ટ ફિલ્મની શ્રેણી જીતી હતી. જોકે 95માં ઓસ્કારમાં ગુનીત મોંગા સાથે ભેદભાવના સમાચાર સામે આવ્યા હતા. જેમાં ગુનીતને વિજેતા ભાષણમાં વધુ બોલવાની મંજૂરી આપવામાં આવી ન હતી. ગુનીત મોંગાએ આ મામલે મૌન તોડતા વિવાદ સર્જાયો છે.
ગુનીત મોંગાએ ઓસ્કાર વિજેતા ભાષણ વિશે વાત કરી
પોતાની ડોક્યુમેન્ટ્રી 'ધ એલિફન્ટ વ્હીસ્પર્સ' દ્વારા 2023માં ઓસ્કાર એવોર્ડ જીતનાર ગુનીત મોંગાએ તાજેતરમાં બોમ્બે ટાઈમ્સને એક ઈન્ટરવ્યુ આપ્યો હતો. આ મુલાકાત દરમિયાન, ગુનીત મોંગાએ તે ઘટના વિશે વાત કરી જ્યારે ફિલ્મ નિર્માતાએ ઓસ્કાર જીત્યા બાદ સ્ટેજ પરના તેમના વિજેતા ભાષણ દરમિયાન વિક્ષેપ પાડ્યો હતો. આ બાબતે ગુનીતે કહ્યું છે કે, લોકો ખૂબ જ ખરાબ અનુભવી રહ્યા છે કે મને ઓસ્કાર જીત્યા બાદ બોલવા ના દેવામાં આવી. જેના માટે એકેડમીને ખૂબ જ આકરા શબ્દોમાં ખરી ખોટી સાંભળવામાં આવી રહી છે.
સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો અને ટ્વીટ દ્વારા એકેડમીના આ પ્રકારના વર્તન સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે. ગુનીત મોંગાએ કહ્યું હતું કે, મને મારી વાત કહેવાની તક જ ના આપવામાં આવી. આ સમગ્ર ભારતની ક્ષણ હતી, જે મારી પાસેથી છીનવાઈ ગઈ હતી. હું માત્ર એટલું જ કહેવા માંગતી હતી કે મારી ફિલ્મ ભારતમાં નિર્મિત પ્રથમ ફિલ્મ છે જેણે ઓસ્કાર જીત્યો હતો.
ગુનીતે દેશનું સન્માન વધાર્યું
આજે આખો દેશ ગુનીત મોંગાના વખાણ કરી રહ્યો છે અને તેને અભિનંદન આપી રહ્યો છે. એ સ્વાભાવિક પણ છે કારણ કે, ગુનીત મોંગાની ટૂંકી ફિલ્મ 'ધ એલિફન્ટ વ્હીસ્પરર્સ' ઓસ્કાર જીતનારી પ્રથમ ભારતીય દસ્તાવેજી ફિલ્મ છે.
Oscar 2023: નાટુ-નાટુએ જીત્યો ઓસ્કાર એવોર્ડ, RRRની ટીમમાં ખુશીની લહેર,કહ્યું- કોઈ શબ્દ આ ક્ષણને વર્ણવી નહી શકે
ભારત માટે આ એક ઐતિહાસિક ક્ષણ છે. ફિલ્મમેકર એસએસ રાજામૌલીની ફિલ્મ RRRના ગીત નાટુ-નાટુને ઓસ્કાર એવોર્ડ મળ્યો છે. નાટુ નાટુએ ઓરિજિનલ સોંગ કેટેગરીમાં એવોર્ડ જીત્યો છે. એવોર્ડ મેળવતી વખતે એમએમ કીરાવાણી અત્યંત ઉત્સાહિત દેખાતા હતા. તેમનું ભાષણ પણ ચર્ચામાં રહ્યું છે. આ જીત બાદ સમગ્ર દેશમાં ખુશીનો માહોલ છે.
મેકર્સે ખુશી વ્યક્ત કરી હતી
મેકર્સે RRR ફિલ્મના ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કરીને જીતની ખુશી વ્યક્ત કરી છે. તેણે લખ્યું- 'અમે આશીર્વાદિત છીએ કે RRR સોંગ નાટુ-નાટુ એ પ્રથમ ફિચર ફિલ્મ છે જેણે શ્રેષ્ઠ ગીતની શ્રેણીમાં ભારતનો પ્રથમ ઓસ્કાર મેળવ્યો છે. કોઈ શબ્દો આ અલૌકિક ક્ષણનું વર્ણન કરી શકતા નથી. વિશ્વભરના અમારા તમામ ચાહકોને આ સમર્પિત કરીએ છીએ. આભાર. ભારત જીંદગી રહે.'
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)