(Source: ECI/ABP News/ABP Majha)
'હેરા ફેરી 3' માટે પરેશ રાવલે માંગી તગડી ફી, આંકડો સાંભળ્યા બાદ મેકર્સ પણ................
ખાસ વાત છે કે, મેકર્સ પ્રિયદર્શને હેરા ફેરીને 2000માં ડાયરેક્ટ કરી હતી, અને ત્યારબાદ 2006માં ફિર હેરા ફેરી લાવ્યા હતા, હવે ત્રીજી સિક્વલનો ઇન્તજાર ખતમ થવા જઇ રહ્યો છે.
Paresh Rawal Fees For Hera Pheri 3: 'હેરા ફેરી' અને 'ફિર હેરા ફેરી'ની જબરદસ્ત સફળતા બાદ મેકર્સે એકવાર ફરીથી આ ફિલ્મની નવી સિક્વલ બનાવવાની ચર્ચા કરી છે. આ ફિલ્મની ફેન્સ પણ જબરદસ્ત રીતે રાહ જોઇ રહ્યાં છે. તાજેતરમાં જ રિપોર્ટ છે કે ફિલ્મ મેકર્સ પ્રિયદર્શન 'હેરા ફેરી 3' બનાવવા પર રાજી થઇ ગયા છે. પ્રિયદર્શન ફરી એકવાર દર્શકોને પેટ પકડીને હંસાવવા માટે પરેશ રાવલને બાબૂરાવ ગણપતરાવ આપ્ટે ઉર્ફે બાબૂ ભૈયાની ભૂમિકા નિભાવવા માટે વાત કરી છે.
ખાસ વાત છે કે, મેકર્સ પ્રિયદર્શને હેરા ફેરીને 2000માં ડાયરેક્ટ કરી હતી, અને ત્યારબાદ 2006માં ફિર હેરા ફેરી લાવ્યા હતા, હવે ત્રીજી સિક્વલનો ઇન્તજાર ખતમ થવા જઇ રહ્યો છે.
ઇટાઇમ્સના એક ઇન્ટરવ્યૂમાં પરેશ રાવલે 'હેરા ફેરી 3' માટે વાત કરી, તેમને કહ્યું કે સાચુ કહુ તો મારી અંદર આ ભૂમિકા નિભાવવા માટે કોઇ રસ નથી રહ્યો. પણ જો ફરી એકવાર ધોતી પહેરીને, મોટી ચશ્મા લગાવીને ચાલવાનુ થશે તો હુ મોટી રકમ ચાર્જ કરીશ. પૈસા ઉપરાંત આ કરવામાં મને મજા નહીં આવે. તેમને કહ્યું કે, જો અમે હેરા ફેરીની સિક્વલની સાથે વાપસી કરીએ છીએ તો સ્ટૉરી પણ સારી હોવી જોઇએ. જુના ઘસાઇ ગયેલા જોક્સ કામ નહીં આવે.
જોકે, ખાસ વાત છે કે હેરા ફેરીની સિક્વલને લઇને મેકર્સે હજુ સુધી કોઇ ઓફિશિયલ જાહેરાત નથી કરી. આમ જોઇએ તો ફેન્સ ફરી એકવાર પરેશ રાવલ, અક્ષય કુમાર અને સુનીલ શેટ્ટીને એકસાથે જોવા માટે ઉતાવળા છે. પરેશ રાવલને છેલ્લી વાર શર્માજી નમકીનમાં જોવામાં આવ્યા હતા.
આ પણ વાંચો.........
Horoscope 18 May 2022: આજે આ ત્રણ રાશિઓ પર વરસી રહી છે ગણેશજીની કૃપા, જાણો તમામ રાશિઓની કુંડળી
ગુજરાત સરકારે શિક્ષકોના હિતમાં લીધા આ મોટા નિર્ણય ? જાણો શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ શું કરી જાહેરાત
જ્ઞાનવાપી મસ્જિદમાં મળેલા શિવલિંગ અંગે AIMIM નેતા દાનિશ કુરેશીએ અશ્લિલ પોસ્ટ કરી
પેટ્રોલ-ડીઝલના ભડકે બળતા ભાવ અને વધતી મોંઘવારી વચ્ચે ઇન્ડિયન ઓઈલે કરી રેકોર્ડ બ્રેક કમાણી