Pathaan Day 13 Collection: શાહરૂખની ફિલ્મે તોડ્યો વધુ એક રેકોર્ડ, બીજી વખત પણ સોમવાર ટેસ્ટમાં મારી બાજી
Pathaan Day 13 Box Office Collection: ફિલ્મે સોમવારે ભારતીય બોક્સ ઓફિસ પર 8 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. આ રીતે ફિલ્મનું અત્યાર સુધીનું કુલ કલેક્શન 420 કરોડ રૂપિયાની આસપાસ પહોંચી ગયું છે.
![Pathaan Day 13 Collection: શાહરૂખની ફિલ્મે તોડ્યો વધુ એક રેકોર્ડ, બીજી વખત પણ સોમવાર ટેસ્ટમાં મારી બાજી Pathaan box office collection Day 13: Shah Rukh Khan’s blockbuster overtakes KGF 2, targets Rs 850 crore worldwide next Pathaan Day 13 Collection: શાહરૂખની ફિલ્મે તોડ્યો વધુ એક રેકોર્ડ, બીજી વખત પણ સોમવાર ટેસ્ટમાં મારી બાજી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/07/62e8aff4fe7a882217034b4ce5dcc85c167574629262881_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Pathaan Box office Collection: શાહરૂખ ખાનની ફિલ્મ 'પઠાણ'નો રેકોર્ડ બ્રેક બિઝનેસ બોક્સ ઓફિસ પર ચાલુ છે. આ ફિલ્મ ઘણી બધી બાબતોમાં ઈતિહાસ રચવામાં સફળ રહી છે અને જો આપણે તાજેતરના આંકડાઓ વિશે વાત કરીએ તો ફિલ્મ ફરી એકવાર સોમવાર ટેસ્ટ પાસ કરવામાં સફળ રહી છે. કોઈ પણ ફિલ્મ માટે સોમવારે સારો બિઝનેસ કરવો સરળ નથી પરંતુ જ્યાં 'પઠાણ'એ પહેલા સોમવારે જોરદાર બિઝનેસ કર્યો હતો ત્યાં બીજા સોમવારે પણ સારો બિઝનેસ કર્યો છે.
પઠાણની કમાણીનો સિલસિલો યથાવત
એક રિપોર્ટ અનુસાર ફિલ્મે બીજા સપ્તાહમાં પણ બોક્સ ઓફિસ પર પોતાની પકડ જાળવી રાખી છે. આ ફિલ્મે સોમવારે ભારતીય બોક્સ ઓફિસ પર 8 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. આ રીતે ફિલ્મનું અત્યાર સુધીનું કુલ કલેક્શન 420 કરોડ રૂપિયાની આસપાસ પહોંચી ગયું છે. સોમવારે ફિલ્મના કલેક્શનમાં 40 ટકાનો ઘટાડો થયો હતો. પરંતુ ટિકિટના ભાવમાં ઘટાડો થયા બાદ પણ આ કલેક્શન જળવાઈ રહ્યું હતું.
'પઠાણ'ની ટિકિટનું વેચાણ ચાલુ રહેશે
નોંધનીય છે કે ફિલ્મની ટિકિટ શરૂઆતમાં ઘણી મોંઘી વેચાતી હતી. પરંતુ હવે તેને સામાન્ય સાપ્તાહિક દરે લાવવામાં આવી છે. આ જ કારણ છે કે લોકો થિયેટરોમાં પહોંચતા રહે છે. એવું માનવામાં આવે છે કે આના કારણે આગામી કેટલાક સમય માટે થિયેટરોમાં ટિકિટનું વેચાણ ચાલુ રહેશે અને જ્યાં સુધી બિઝનેસની વાત છે ફિલ્મ તેની રિલીઝ પહેલા જ તેનું ખર્ચ નિકાળી ચૂકી છે.
પઠાણે KGF-2નો રેકોર્ડ તોડ્યો હતો
શાહરુખ ખાનની ફિલ્મ 'પઠાણ'એ KGF-2ની કમાણીનો આંકડો પાર કરી લીધો છે અને તેનું બીજા સપ્તાહનું નેટ કલેક્શન બુધવાર સુધીમાં 88-90 કરોડ રૂપિયાની આસપાસ પહોંચે તેવી શક્યતા છે. તે માત્ર KGF2 જ નહીં પણ 'ધ કાશ્મીર ફાઇલ્સ' કરતાં પણ વધુ સારી સંખ્યા હશે. વેપાર નિષ્ણાતોના મતે, જો આ ફિલ્મ વધુ 90 કરોડ રૂપિયાની કમાણી કરવામાં સફળ થાય છે, તો તે હિન્દી સિનેમાના ઇતિહાસમાં સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની જશે.
આ પણ વાંચો: ‘Pathaan’ના બહિષ્કાર અને સુપર સક્સેસ પર Anupam Kherએ આપ્યું મોટું નિવેદન, કહ્યું 'ફિલ્મ સારી છે તો કોઈનામાં તાકાત નથી...'
Anupam Kher On Pathaan: શાહરૂખ ખાન સ્ટારર સ્પાય થ્રિલર ફિલ્મ 'પઠાણ' ભારતીય સિનેમાના ઈતિહાસની સૌથી મોટી ફિલ્મ બની ગઈ છે. હિટમેકર સિદ્ધાર્થ આનંદ દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મે ફરી એકવાર સાબિત કર્યું છે કે જો ફિલ્મો યોગ્ય રીતે બનાવવામાં આવે અને માર્કેટિંગ કરવામાં આવે તો દર્શકો થિયેટરોમાં પાછા ફરશે.
‘Pathaan’ના બહિષ્કાર અને સુપર સક્સેસ પર Anupam Kherએ આપ્યું મોટું નિવેદન
'પઠાણ' 25 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. ત્યારથી આ ફિલ્મ દરરોજ નવા રેકોર્ડ બનાવી રહી છે. આ ફિલ્મે માત્ર 12 દિવસમાં જ દુનિયાભરમાં 832.2 કરોડનો બિઝનેસ કર્યો છે. જો કે ફિલ્મને રિલીઝ પહેલા બોયકોટ ટ્રેન્ડનો સામનો કરવો પડ્યો હતો. 'પઠાણ' વિશે વાત કરતી વખતે બોલિવૂડ અભિનેતા અનુપમ ખેરે કહ્યું કે લોકોએ બૉયકોટના વલણને બદલાની ભાવનાથી જોયું છે.
પઠાણની જંગી સફળતા પર અનુપમ ખેર
દિગ્ગજ અભિનેતા અનુપમ ખેરે તાજેતરમાં એક વાતચીતમાં શાહરૂખ ખાનની લેટેસ્ટ ફિલ્મ 'પઠાણ'ની સુપર સક્સેસ વિશે વાત કરી હતી. અનુપમ ખેરે કહ્યું, " કોઈ પણ ટ્રેન્ડ ફોલો કરીને ફિલ્મ દેખવા માટે કોઈ પ્રભાવિત થતું નથી. જો તમને ફિલ્મનું ટ્રેલર ગમતું હોય તો તમે તેને જોવા માંગો છો. જો ફિલ્મ સારી રીતે બની હોય તો કોઈનામાં તાકાત નથી હોતી કે તેને તોડી મરોડીને રજૂ કરે. લોકો હેટ ટ્રેન્ડ સામે બદલાની ભાવના સાથે ફિલ્મ જોવા તો જશે જ. અનુપમ ખેરે વધુમાં કહ્યું કે દર્શકોએ ક્યારેય સિનેમાનો બહિષ્કાર કર્યો નથી. આપણે મહામારીમાંથી પસાર થયા ત્યારે લોકડાઉન હતું. લોકો પોતાના ઘરમાં પુરાઈ રહેવા મજબૂર બન્યા હતા ત્યારે લોકોએ મનોરંજનના અન્ય સાધનોની તપાસ કરી. અનુપમ ખેરે કોમેન્ટ કરતાં કહ્યું કે ઓટીટી પ્લેટફોર્મમાં ત્યારે તેજી જોવા મળી અને લોકોએ ખૂબ જ આસાનીથી ફિલ્મો જોવાનું શરૂ કર્યું.
અનુપમ ખેર વર્ક ફ્રન્ટ
અનુપમ ખેર ટૂંક સમયમાં ફિલ્મ 'શિવ શાસ્ત્રી બાલ્બોઆ'માં જોવા મળશે. તેમાં નીના ગુપ્તા, નરગીસ ફખરી અને શારીબ હાશ્મી પણ મહત્વની ભૂમિકામાં છે. અજય વેણુગોપાલન દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ 10 ફેબ્રુઆરીના રોજ સિનેમાઘરોમાં આવશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)