Pathaan Box Office Collection: બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે ફિલ્મ 'પઠાણ', નવ દિવસમા કરી આટલા કરોડની કમાણી
9મા દિવસે 'પઠાણ'નું ઓલ ઈન્ડિયા નેટ કલેક્શન લગભગ 15.50 કરોડનું હતું.
બોલિવૂડ કિંગ શાહરૂખ ખાનની ફિલ્મ 'પઠાણ'નો ક્રેઝ લોકોમાં હજુ પણ યથાવત છે. ફિલ્મ રિલીઝ થયાને 9 દિવસ થઈ ગયા છે અને તે બોક્સ ઓફિસ પર સતત કમાણી કરી રહી છે. ફિલ્મનું 9મા દિવસનું કલેક્શન સામે આવ્યું છે. રિપોર્ટ્સ અનુસાર, 'પઠાણ'એ ગુરુવારે ડબલ ડિજિટમાં કમાણી કરીને બધાને ચોંકાવી દીધા છે.
#Pathaan crosses ₹ 700 Crs at the WW Box office in 9 days.. 🔥
— Ramesh Bala (@rameshlaus) February 3, 2023
9મા દિવસે ફિલ્મનું કલેક્શન કેટલું રહ્યુ?
બોક્સ ઓફિસ પર 'પઠાણ' દરરોજ નવો ઈતિહાસ રચી રહી છે. 9મા દિવસે 'પઠાણ'નું ઓલ ઈન્ડિયા નેટ કલેક્શન લગભગ 15.50 કરોડનું હતું. 9 દિવસના કલેક્શન સહિત 'પઠાણ'એ અત્યાર સુધીમાં 364 કરોડ રૂપિયાની કમાણી કરી છે. 'પઠાણ'એ શરૂઆતના દિવસે હિન્દીમાં 55 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. બીજી તરફ ફિલ્મે બીજા દિવસે 68 કરોડ અને ત્રીજા દિવસે 38 કરોડનો બિઝનેસ કર્યો છે. આ પછી ફિલ્મે વીકેન્ડ પર 110 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
ફિલ્મે સોમવારે 25.50 કરોડ અને મંગળવારે 22 કરોડની કમાણી કરી હતી. જોકે, 7માં દિવસે ફિલ્મની કમાણી થોડી ધીમી રહી હતી. પરંતુ 9મા દિવસે ફિલ્મે ડબલ ડિજિટમાં કમાણી કરી હતી.
ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલાના જણાવ્યા અનુસાર, ફિલ્મ પઠાણે 9 દિવસમાં દુનિયાભરમાં 700 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ મુજબ શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ સ્ટારર ફિલ્મ ટૂંક સમયમાં 1000 કરોડની ક્લબમાં સામેલ થતી જોવા મળશે.
શાહરૂખ ખાને 'પઠાણ'થી ચાર વર્ષ બાદ મોટા પડદા પર કમબેક કર્યું છે. 'પઠાણ'માં શાહરૂખ ખાન ઉપરાંત દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમે પણ મહત્વની ભૂમિકાઓ ભજવી છે. આ સિવાય ફિલ્મમાં સલમાન ખાનનો એક કેમિયો પણ છે જે ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
Pathaan: પઠાણ પહોંચી પાકિસ્તાન,900 રૂપિયામાં ગેરકાયદેસર રીતે બતાવાઇ રહી છે ફિલ્મ
Pathan in Pakistan: શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મ 'પઠાણ'નો જાદુ બોક્સ ઓફિસ પર છવાયેલો છે. સાથે જ તે લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે. આ ફિલ્મે 7 દિવસમાં વિશ્વભરમાં 634 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. આ દરમિયાન એક સમાચાર સામે આવ્યા છે કે પાકિસ્તાનમાં 'પઠાણ' ગેરકાયદે બતાવવામાં આવી રહી છે. એટલું જ નહીં ફિલ્મની ટિકિટ 900 રૂપિયામાં વેચાઈ રહી છે. ખબર છે કે પાકિસ્તાનમાં ભારતીય ફિલ્મોની રિલીઝ પર પ્રતિબંધ છે. આ પ્રતિબંધ 4 વર્ષ પહેલા લગાવવામાં આવ્યો હતો.
પાકિસ્તાનમાં પઠાણનો જાદુ
'પઠાણ' પાકિસ્તાન સિવાય દુનિયાભરમાં 25 જાન્યુઆરીએ રિલીઝ થઈ હતી. આ ફિલ્મે શરૂઆતના દિવસે જ 'બાહુબલી 2' અને 'KGF 2' જેવી પાન ઈન્ડિયા ફિલ્મોના રેકોર્ડ તોડી નાખ્યા હતા. સાત દિવસમાં 'પઠાણે' 11 રેકોર્ડ બનાવ્યા છે. 'પઠાણ'નો ક્રેઝ આખી દુનિયામાં ફેલાઈ ગયો છે. પાકિસ્તાન પણ આનાથી બાકાત રહ્યું નથી. ભલે ત્યાં ભારતીય ફિલ્મો પર પ્રતિબંધ છે. પરંતુ ફિલ્મ 'પઠાણ'ને ગુપ્ત રીતે બતાવવામાં આવી રહી છે. જ્યારે 'પઠાણ' ક્રેઝના સમાચાર પાકિસ્તાનના લોકો સુધી પહોંચ્યા તો તેઓ પ્રતિકાર કરી શક્યા નહીં અને છૂપી રીતે ફિલ્મ જોવાનો રસ્તો શોધી કાઢ્યો