શોધખોળ કરો

Pathaan Box Office Collection Day 1: શાહરૂખ ખાનની 'પઠાણ'એ પ્રથમ દિવસે તોડ્યા આ ફિલ્મોના રેકોર્ડ, ઓપનિંગ ડે પર આટલા કરોડની કરી કમાણી

સુપરસ્ટાર શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’ 25 જાન્યુઆરીએ થિયેટર્સમાં રીલિઝ થઇ હતી

Pathaan Box Office Collection Day 1: સુપરસ્ટાર શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’ 25 જાન્યુઆરીએ થિયેટર્સમાં રીલિઝ થઇ હતી. પહેલા જ દિવસે આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી હતી. ટ્રેડ પંડિતોનું માનવું છે કે શાહરૂખ ખાનની 'પઠાણ' પહેલા દિવસે ઐતિહાસિક કમાણી કરી શકે છે. આ દરમિયાન ફિલ્મની પહેલા દિવસની કમાણીનો આંકડો સામે આવ્યો છે.

ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે જણાવ્યું હતું કે નેશનલ ચેઈન્સ થિયેટર્સમાં રાત્રે 8.15 વાગ્યા સુધી 'પઠાણ'એ 25 કરોડથી વધુની કમાણી કરી છે. આ રીતે ફિલ્મ પઠાણે 'વોર', 'ઠગ્સ ઓફ હિન્દોસ્તાન' અને 'કેજીએફ'ના ઓપનિંગ ડે કલેક્શનનો રેકોર્ડ તોડી નાખ્યો છે.

'પઠાણે' આટલા કરોડની કમાણી કરી

તરણ આદર્શે ટ્વીટ કર્યું કે શાહરૂખ ખાનની 'પઠાણ'એ PVR પાસેથી 11.40 કરોડ, INOX પાસેથી 8.75 કરોડ, Cinepolis પાસેથી 4.90 કરોડનું કલેક્શન કર્યું છે. આ રીતે 'પઠાણ'એ આ નેશનલ થિયેટર ચેનમાંથી અત્યાર સુધીમાં 25.05 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ફિલ્મના કલેક્શનના આ આંકડા રાત્રે 8.15 વાગ્યા સુધીના છે.

શાહરૂખે આ ફિલ્મોના રેકોર્ડ તોડ્યા

ટ્રેડ એનાલિસ્ટે એ પણ જણાવ્યું હતું કે 'વોર'એ શરૂઆતના દિવસે 19.67 કરોડ રૂપિયા, 'ઠગ્સ ઑફ હિન્દોસ્તાન'એ 18 કરોડ અને 'KGF'એ 22.15 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. જો આ રીતે જોવામાં આવે તો 'પઠાણ' એ પહેલા જ દિવસે આ ફિલ્મોનો રેકોર્ડ તોડી નાખ્યો છે.

પઠાણમાં શાહરૂખ ખાન સિવાય દીપિકા પાદુકોણ, જોન અબ્રાહમ, આશુતોષ રાણા અને ડિમ્પલ કાપડિયા જેવા સ્ટાર્સ છે. શાહરૂખ ખાનનો RAW એજન્ટનો રોલ દર્શકોને ખૂબ જ પસંદ છે. અબ્રાહમે આ ફિલ્મમાં વિલનની ભૂમિકા ભજવી હતી.

ઉલ્લેખનીય છે કે, 'પઠાણ' બાદ શાહરૂખ ખાન 'ડંકી' અને 'જવાન' જેવી ફિલ્મોમાં જોવા મળશે. ગયા વર્ષે રાજકુમાર હિરાની અને શાહરૂખ ખાને એક વીડિયો રિલીઝ કરતી વખતે 'ડંકી'ની જાહેરાત કરી હતી. 'જવાન'માંથી શાહરૂખનો લુક સામે આવ્યો છે. 'પઠાણ'ની જેમ આ પણ એક એક્શન ફિલ્મ હશે, જેનું દિગ્દર્શન પ્રખ્યાત નિર્દેશક એટલી કરી રહ્યા છે. આ ફિલ્મમાં વિજય સેતુપતિ વિલનની ભૂમિકામાં જોવા મળશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે

વિડિઓઝ

આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Embed widget