Pathaan: શાહરૂખની પઠાણનો જાદુ છવાયો, થિયેટરમાં જ નાચવા લાગ્યા ચાહકો-Video
જ્યારે શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ સ્ક્રીન પર ડાન્સ કરી રહ્યાં છે, ત્યારે લોકો પણ સ્ક્રીનની સામે જ ડાન્સ કરવા લાગ્યા હતાં.
Shah Rukh Khan Pathaan: બોલિવૂડના 'કિંગ' શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મને એક્શનથી ભરપૂર સંપૂર્ણ મનોરંજન ગણાવવામાં આવી રહી છે. નેટીઝન્સ સોશિયલ મીડિયા પર શાહરૂખ ખાન અને 'પઠાણ'ના ચાહકોની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. ચાહકો પણ પોતાની જાતને રોકી શક્યા નથી ને થિયેટરમાં જ ઝુમી ઉઠ્યાં હતાં. આ દરમિયાન આવા કેટલાક વીડિયો સામે આવ્યા છે જેમાં થિયેટરોમાં 'પઠાણ' જોતા દર્શકો જોરદાર ડાન્સ કરી રહ્યા છે.
પ્રેક્ષકો થિયેટરની અંદર જ નાચવા લાગ્યા
શાહરૂખ ખાનની 'પઠાણ' લોકોને દિવાના બનાવી રહી છે. તે રિલીઝ થતાની સાથે જ ધમાલ મચાવી રહી છે. કિંગ ટ્વિટર પર ફરી ટ્રેન્ડમાં છે. હવે ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે, જેમાં જોઈ શકાય છે કે લોકો થિયેટરની અંદર 'પઠાણ'ના ટાઈટલ સોંગ પર ડાન્સ કરી રહ્યા છે. લોકો શાહરૂખ ખાનને ચીયર કરી રહ્યા છે. જ્યારે શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ સ્ક્રીન પર ડાન્સ કરી રહ્યાં છે, ત્યારે લોકો પણ સ્ક્રીનની સામે જ ડાન્સ કરવા લાગ્યા હતાં.
The King is back to reclaim his throne this movie is really gonna be remembered for so long the way SRK has given his all to the role and the best part of it is storyline it's make this one aa must watch it's gonna be a blockbuster to watch out #PathaanReview pic.twitter.com/xA4qNReCox
— IAmManas༒ MI 💙💙 (@BeingDevilMe) January 25, 2023
સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો
ટ્વિટર પર વીડિયો શેર કરતી વખતે એક યુઝરે કેપ્શનમાં લખ્યું કે- આ માસ્ટરપીસ મૂવીને ચૂકશો નહીં. માત્ર અને માત્ર SRK'. લોકોના ડાન્સનો વીડિયો પોસ્ટ કરતા અન્ય યુઝરે કેપ્શનમાં લખ્યું, 'રાજા પોતાનું સિંહાસન મેળવવા પરત ફર્યો છે. આ ફિલ્મ ખરેખર લાંબા સમય સુધી યાદ રહેશે. શાહરૂખે તેના રોલ માટે ખૂબ જ મહેનત કરી છે અને તેની સૌથી સારી વાત તેની સ્ટોરી છે. આ ફિલ્મ એક વાર જરૂર જોવી. તે બ્લોકબસ્ટર બનવા જઈ રહી છે.
Don't Miss this masterpiece movie🔥🔥 from One and only #SRK𓃵 🇮🇳 #Pathaan #PathaanReview #kurnool #masssrkians pic.twitter.com/yrf2PWoxGn
— Azhar K (@IamAzhar00) January 25, 2023
પઠાણ ઓપનિંગ ડે પર કેટલી કમાણી કરશે?
ટ્રેડ એનાલિસ્ટ રોહિત જયસ્વાલે ટ્વીટ કર્યું કે 'પઠાણ' પહેલા દિવસે 56 કરોડ રૂપિયાનું કલેક્શન કરી શકે છે.જ્યારે ટ્રેડ એનાલિસ્ટ સુમિત કડેલે દાવો કર્યો છે કે, પઠાણ ફિલ્મ શરૂઆતના દિવસે 50 કરોડ રૂપિયાના આંક તરફ ઝડપથી આગળ વધી રહી છે. પઠાણ ફિલ્મમાં શાહરૂખ ખાન ઉપરાંત દીપિકા પાદુકોણ અને જ્હોન અબ્રાહમે મુખ્ય ભૂમિકા ભજવી છે.
#Pathaan: BLOCKBUSTER.
— SUDHA (@SUDHA59176032) January 25, 2023
Rating: ⭐️⭐️⭐️⭐️½#Pathaan has it all: Star power, style, scale, songs, soul, substance and surprises… And, most importantly, #SRK, who’s back with a vengeance… Will be the first #Blockbuster of 2023. #PathaanReview pic.twitter.com/IcXJrhhVV5
શાહરૂખ ખાનની અપકમિંગ ફિલ્મ
જાહેર છે કે, 'પઠાણ' બાદ શાહરૂખ ખાન 'ડાંકી' અને 'જવાન' જેવી ફિલ્મોમાં જોવા મળશે. ગયા વર્ષે રાજકુમાર હિરાની અને શાહરૂખ ખાને એક વીડિયો રિલીઝ કરતી વખતે 'ડંકી'ની જાહેરાત કરી હતી. જ્યારે 'જવાન'નો શાહરૂખનો લુક સામે આવ્યો છે. 'પઠાણ'ની જેમ આ પણ એક એક્શન ફિલ્મ હશે, જેનું દિગ્દર્શન પ્રખ્યાત નિર્દેશક એટલી કરી રહ્યા છે. આ ફિલ્મમાં વિજય સેતુપતિ વિલનની ભૂમિકામાં જોવા મળશે.