શોધખોળ કરો
Advertisement
દીપિકા અને પ્રિયંકાની પોલીસ કરી શકે છે પુછપરછ, કયા ગોટાળા મુદ્દે આ બન્ને એક્ટ્રેસ પર સેવાઇ રહી છે શંકા
હાલ મુંબઇ પોલીસ સોશ્યલ મીડિયા પરના ફેક સોશ્યલ મીડિયા ફોલોઅર્સ ગોટાળાની તપાસ કરી રહી છે. આ મામલે દીપિકા અને પ્રિયંકાની સાથે સાથે લગભગ 175 હાઇ પ્રૉફાઇલ લોકોના સોશ્યલ મીડિયા એકાઉન્ટ્સની તપાસ અને પુછપરછ થઇ શકે છે
મુંબઇઃ ફિલ્મ સ્ટાર દીપિકા પાદુકોણ અને પ્રિયંકા ચોપડાને લઇને એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. આ બન્ને અભિનેત્રીઓની મુંબઇ પોલીસ પુછપરછ કરી શકે છે. રિપોર્ટ પ્રમાણે, મુંબઇ પોલીસ ફેક સોશ્યલ મીડિયા ફોલોઅર્સના મુદ્દે ફિલ્મ ઇન્ડસ્ટ્રીની આ બે દિગ્ગજ એક્ટ્રેસની પુછપરછ કરી શકે છે.
હાલ મુંબઇ પોલીસ સોશ્યલ મીડિયા પરના ફેક સોશ્યલ મીડિયા ફોલોઅર્સ ગોટાળાની તપાસ કરી રહી છે. આ મામલે દીપિકા અને પ્રિયંકાની સાથે સાથે લગભગ 175 હાઇ પ્રૉફાઇલ લોકોના સોશ્યલ મીડિયા એકાઉન્ટ્સની તપાસ અને પુછપરછ થઇ શકે છે.
પિન્કવિલાના રિપોર્ટ પ્રમાણે, મુંબઇ પોલીસ પૈસા આપીને અને ફેક ફોલોઅર્સના મામલે તપાસ કરી રહી છે. આ મામલાની તપાસ માટે મુંબઇ ક્રાઇમ બ્રાન્ચ અને સાયબરસેલની એક ટીમ બનાવવામાં આવી છે. રિપોર્ટમાં મુંબઇ પોલીસના જૉઇન્ટ કમિશ્નર વિનય કુમારે ચૌબેના હવાલાથી કહેવાયુ છે કે આ આખા ગોટાળામાં 54 અલગ અલગ ફર્મ પર પોલીસની નજર છે. આ ઉપરાંત રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે સોશ્યલ મીડિયા માર્કેટિંગની આંતરરાષ્ટ્રીય કંપની Followerskart.com પર પણ પોલીસ નજર રાખી રહી છે.
મુંબઇ પોલીસે નકલી એકાઉન્ટ બનાવવાના કેસમાં અભિષેક દિનેશ નામના એક શખ્સને પણ ઝડપી પાડ્યો છે. રિપોર્ટ પ્રમાણે, શંકા છે કે 175 એકાઉન્ટ્સમાં કેટલાય ફિલ્મ સ્ટાર્સ, ખેલાડીઓ અને બિલ્ડર્સ સામેલ છે. દીપિકા પાદુકોણ અને પ્રિયંકા ચોપડા સોશ્યલ મીડિયા પર સૌથી વધુ ફોલો કરવામાં આવતા ભારતીય સ્ટાર્સ છે. પ્રિયંકાના 78 મિલીયનથી વધુ અને પ્રિયંકાના 81 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement