બૉયફ્રેન્ડને છોડ્યો તો લીક કરી દીધો પ્રાઇવેટ વીડિયો, વર્ષો બાદ આ હૉટ એક્ટ્રેસનું છલકાયું દુઃખ
Poonam Pandey : બિગ બૉસ ઓટીટી સિઝન 2 ફેમ પૂનમ પાન્ડે કોઈને કોઈ કારણોસર હેડલાઈન્સમાં રહે છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર તેના ઘણા ફોટા અને વીડિયો શેર કરતી રહે છે
Poonam Pandey Latest News: બિગ બૉસ ઓટીટી સિઝન 2 ફેમ પૂનમ પાન્ડે કોઈને કોઈ કારણોસર હેડલાઈન્સમાં રહે છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર તેના ઘણા ફોટા અને વીડિયો શેર કરતી રહે છે. એકવાર જ્યારે અભિનેત્રીનો બાથરૂમનો વીડિયો સોશિયલ મીડિયા પર લીક થયો ત્યારે દરેકને આશ્ચર્ય થયું હતું. વાયરલ વીડિયોમાં અભિનેત્રી નહાતી વખતે ડાન્સ કરતી જોવા મળી હતી. તે વાયરલ થતાં ભારે હોબાળો મચી ગયો હતો.
એક્સ બૉયફ્રેન્ડને છોડ્ય તો લીક કરી દીધો પ્રાઇવેટ વીડિયો
જોકે, બાદમાં પૂનમ પાન્ડેનો આ વીડિયો યુટ્યુબ દ્વારા બ્લૉક કરી દેવામાં આવ્યો હતો. હવે પૂનમે તેના બાથરૂમના લીક થયેલા વીડિયો અંગે પોતાનું મૌન તોડ્યું છે. વર્ષો પછી, હૉટરફ્લાયને આપેલા એક ઇન્ટરવ્યુમાં પૂનમે ખુલાસો કર્યો કે તેનો ખાનગી વીડિયો અન્ય કોઈએ નહીં પણ તેના ભૂતપૂર્વ બૉયફ્રેન્ડ દ્વારા શેર કરવામાં આવ્યો હતો. જોકે પૂનમે તે વ્યક્તિનું નામ જાહેર કર્યું ન હતું, પરંતુ તેને તે ઘટના યાદ હતી અને કહ્યું હતું કે તે તેને ક્યારેય ભૂલી શકશે નહીં.
પૂનમ પાંડેએ કહ્યું, 'મને હજુ પણ યાદ છે અને હું ક્યારેય ભૂલીશ નહીં. અમારી વચ્ચે ખૂબ જ ખરાબ લડાઈ થઈ અને મારે મારી જાતને બચાવવી પડી. લડાઈ સમયે તેણે ટ્રીમર ઉપાડ્યું અને મારા વાળ કાપવા માંગતો હતો. તેથી કોઈક રીતે મેં તેની પાસેથી ટ્રીમર છીનવી લીધું અને હું કોઈક રીતે રૂમની બહાર ભાગી ગઇ, પરંતુ હું મારો ફોન લેવાનું ભૂલી ગઇ કારણ કે મારે મારી જાતને બચાવવાની હતી.
View this post on Instagram
વર્ષો બાદ છલકાયુ પૂનમ પાન્ડેનું દુઃખ
અભિનેત્રીએ વધુમાં કહ્યું કે, 'તે વ્યક્તિથી બચીને હું ઘરે પહોંચી અને મારા પિતા સાથે વાત કરી. મેં તેને બધું કહ્યું અને અલબત્ત, તેણે મને રડતી જોઇ, આ પછી પિતાએ તેને ફોન કર્યો અને કહ્યું કે તું મારી દીકરી સાથે શું કરે છે? આ સાથે પૂનમે જણાવ્યું કે કેવી રીતે તેના એક્સ બોયફ્રેન્ડે તેનો વીડિયો લીક કરવાની ધમકી આપી હતી, પરંતુ પૂનમને આશા નહોતી કે તેનો એક્સ આટલો નીચો જઈને તેનો પ્રાઈવેટ વીડિયો શેર કરશે.