Priyanka Chopra: લગ્નમાં કેમ પાણીની જેમ પૈસા વહાવેલા? પ્રિયંકાએ કર્યો ખુલાસો
બોલીવુડથી લઈને હોલીવુડ સુધી પોતાની અભિનય ક્ષમતાનો ઝંડો લહેરાવી રહેલી અભિનેત્રી પ્રિયંકા ચોપરાની શાનદાર જીવનશૈલીથી પણ સૌકોઈ વાકેફ છે.
Priyanka Chopra on Her Wedding : બોલીવુડથી લઈને હોલીવુડ સુધી પોતાની અભિનય ક્ષમતાનો ઝંડો લહેરાવી રહેલી અભિનેત્રી પ્રિયંકા ચોપરાની શાનદાર જીવનશૈલીથી પણ સૌકોઈ વાકેફ છે. કરોડોના ઘરથી લઈને લક્ઝરી કાર સુધી પ્રિયંકા ચોપરા તેની જીવનશૈલીમાં કોઈ કસર છોડતી નથી. તો પછી પ્રિયંકા તેના લગ્નમાં કેમ ઓછો ખર્ચ કરે તે લગભગ શક્ય જ નહોતું. તેણે વર્ષ 2018માં ડેસ્ટિનેશન વેડિંગ કર્યું હતું અને લગ્નમાં પાણીની જેમ પૈસા ખર્ચ્યા હતા. એક દિકરીની માતા બન્યા બાદ છેક હવે જઈને અભિનેત્રીએ સમાન્યના બદલે શા માટે આટલા ભવ્યાતીભવ્ય લગ્ન કર્યા તેને લઈને ખુલાસો કર્યો છે.
પ્રિયંકા ચોપરાએ શા માટે કર્યા હતાં ભવ્ય લગ્ન?
આલિયા ભટ્ટ-રણબીર કપૂરથી લઈને દિયા મિર્ઝા સુધીના સેલેબ્સ સહિત ઘણા બોલિવૂડ સ્ટાર્સે ખૂબ જ સાદગીપૂર્ણ રીતે લગ્ન કર્યા હતા. જોકે, પ્રિયંકાએ ભારતમાં ભવ્ય લગ્ન કર્યા હતા. સીએનએન સાથેની વાતચીતમાં પ્રિયંકા ચોપરાએ ખુલાસો કર્યો કે, તેણે સાદા લગ્નને બદલે શાહી અંદાજમાં લગ્ન કેમ કર્યા. અભિનેત્રીએ કહ્યું હતું કે, કારણ કે મેં ક્યારેય કહ્યું જ નથી કે હું સાદી અને સિંપલ છું. મેં જે કર્યું તે બધું બિગ જ હતું. હું બોલ્ડ વ્યક્તિ છું. આ બિગ ફેટ વેડિંગ હતું, પરંતુ માત્ર 110 લોકોએ હાજરી આપી હતી. તેઓ બધા મારા અને મારા પતિના નજીકના લોકો હતા અને અમે તેને ખૂબ જ ઈંટીમેર રાખ્યા હતા. જો કે, હું મહેલમાં લગ્ન કરવા માંગતી હતી."
કેવો હતો પ્રિયંકા ચોપરાનો બ્રાઈડલ લૂક?
પ્રિયંકા ચોપરાએ વર્ષ 2018માં જોધપુરના ઉમેદ ભવનમાં પતિ નિક જોનાસ સાથે હિંદુ અને ખ્રિસ્તી વિધિથી લગ્ન કર્યા હતા. પોતાના હિન્દુ રીતિરીવાજથી કરેલા લગ્નમાં પ્રિયંકાએ સબ્યસાચી દ્વારા સિન્દૂરી લાલ ડિઝાઈનર લહેંગા પહેર્યો હતો, જે અભિનેત્રી દ્વારા હીરાના આભૂષણો સાથે સ્ટાઈલ કરવામાં આવ્યો હતો. જ્યારે ક્રિશ્ચિયન વેડિંગમાં પણ અભિનેત્રીએ લાખોની કિંમતનો સફેદ ગાઉન પહેર્યો હતો, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.
પ્રિયંકા ચોપરા હવે એક પુત્રીની માતા
પ્રિયંકા ચોપરા, 40, હવે એક સુંદર પુત્રીની માતા છે. તેણી અને નિક જોનાસે વર્ષ 2022માં સરોગસી દ્વારા એક પુત્રીનું સ્વાગત કર્યું હતું. જેનું નામ માલતી મેરી ચોપરા જોનાસ રાખવામાં આવ્યું છે.
હાલમાં જ પ્રિયંકાની સીરિઝ 'સિટાડેલ' રિલીઝ થઈ છે. થોડા સમય પહેલા અભિનેત્રીએ તેના આગામી પ્રોજેક્ટ 'હેડ્સ ઓફ સ્ટેટ'ની જાહેરાત કરી છે. આ ફિલ્મમાં તે WWE સ્ટાર જોન સીના સાથે જોવા મળશે.