શોધખોળ કરો
Advertisement
સંજય દત્તની ફિલ્મ 'મુન્નાભાઇ 3'ને લઇને સામે આવ્યુ મોટુ અપડેટ, ડાયરેક્ટરે જાહેરમાં કરી આવી વાત
એક ઇવેન્ટ દરમિયાન ચોપડાએ કહ્યું કે, હું સાચે જ મુન્નાઇભાને બનાવવા ઇચ્છુ છુ. પણ આ શિકારા થકાવી દેનારી ફિલ્મ હતી. હવે હુ કેટલીક ફન ફિલ્મો બનાવવા માંગુ છુ
મુંબઇઃ સંજય દત્ત સ્ટારર ફિલ્મ મુન્નાભાઇની ફિલ્મ 'મુન્નાભાઇ એમબીબીએસ' અને 'લગે રહો મુન્નાભાઇ'ને દર્શકોનો સારો એવો રિસ્પોન્સ મળ્યો છે. હવે આની આગામી ફિલ્મને લઇને ફિલ્મ ડાયરેક્ટરે એક મોટી વાત કહી દીધી છે. જેને લઇને 'મુન્નાભાઇ'ના ફેન્સ ખુશ થઇ જશે. ફિલ્મ નિર્માતા વિધુ વિનોદ ચોપડાએ ફિલ્મની ત્રીજી ઇનિંગ વિશે નિવેદન આપ્યુ. ફિલ્મકારનુ કહેવુ છે કે તે હવે ફિલ્મોમાં પોતાના જોનરાને શિફ્ટ કરવા ઇચ્છે છે.
વિધુ વિનોદ ચોપડાએ કહ્યું કે તેમની હાલની ફિલ્મ 'શિકારા'નો અનુભવ દિલ દિમાગ પર છવાઇ ગયો, હવે તે 'મુન્નાભાઇ' પ્રૉજેક્ટની નવી ફિલ્મ પર ધ્યાન કેન્દ્રિત કરશે, કેમકે તે એક કૉમેડી ફિલ્મ બનાવવા ઇચ્છે છે. કાશ્મીર ઘાટીથી કાશ્મીરી હિન્દુઓના સ્થળાંતર પર આધારિત ફિલ્મ 'શિકારા'ના પ્રમૉશનમાં વ્યસ્ત છે.
એક ઇવેન્ટ દરમિયાન ચોપડાએ કહ્યું કે, હું સાચે જ મુન્નાઇભાને બનાવવા ઇચ્છુ છુ. પણ આ શિકારા થકાવી દેનારી ફિલ્મ હતી. હવે હુ કેટલીક ફન ફિલ્મો બનાવવા માંગુ છુ. હું મુન્નાભાઇ સીરીઝની આગામી ફિલ્મને લઇને કેટલાય સમયથી વિચાર કરી રહ્યું છે. પણ હવે હું કરવા જઇ રહ્યો છું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ઓટો
આરોગ્ય
Advertisement