Rakhi Sawant ના ભાઈની મુંબઈ પોલીસે કરી ધરપકડ, જાણો શું છે કારણ
બોલિવૂડની ડ્રામા ક્વીન રાખી સાવંત દરરોજ એક યા બીજા કારણોસર ચર્ચામાં રહે છે.
![Rakhi Sawant ના ભાઈની મુંબઈ પોલીસે કરી ધરપકડ, જાણો શું છે કારણ Rakhi sawant brother rakesh sawant arrested by mumbai police know reason Rakhi Sawant ના ભાઈની મુંબઈ પોલીસે કરી ધરપકડ, જાણો શું છે કારણ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/09/6d5ecd80311a9f2745064bc6cecf61f1168365364801178_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Rakhi Sawant Brother Rakesh Sawant Arrested: બોલિવૂડની ડ્રામા ક્વીન રાખી સાવંત દરરોજ એક યા બીજા કારણોસર ચર્ચામાં રહે છે. થોડા સમય પહેલા રાખીએ તેના પતિ આદિલ દુરાની પર ઘરેલુ હિંસા, ચોરી અને છેતરપિંડી જેવા અનેક ગંભીર આરોપો લગાવ્યા હતા. જે બાદ આદિલ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો અને તેની ધરપકડ કરવામાં આવી. ત્યારે હવે એક્ટ્રેસ રાખી સાવંતના ભાઈ રાકેશ સાવંતને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે.
રાખીનો ભાઈ 22 મે સુધી કસ્ટડીમાં રહેશે
રિપોર્ટ્સ અનુસાર રાખી સાવંતના ભાઈ રાકેશ સાવંતની ચેક બાઉન્સ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. રિપોર્ટ અનુસાર, રાકેશની ઓશિવારા પોલીસે 7 મેના રોજ ધરપકડ કરી હતી. જે બાદ તેને 8 મેના રોજ કોર્ટમાં પણ રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાંથી રાખીના ભાઈ રાકેશને હવે 22 મે સુધી કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે રાકેશ એક નિર્દેશક, નિર્માતા અને લેખક છે.
જાણો શા માટે રાકની ધરપકડ કરવામાં આવી?
મળતી માહિતી મુજબ વર્ષ 2020માં એક બિઝનેસમેને રાકેશ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જે બાદ ત્રણ વર્ષ પહેલા રાખીના ભાઈની જામીન પર છૂટતા પહેલા ધરપકડ કરવામાં આવી હતી. તે સમયે, કોર્ટે તેને ચેક બાઉન્સના કેસમાં શરત સાથે જામીન આપ્યા હતા કે તેણે વેપારીને પૈસા પાછા આપવા જોઈએ અને રાકેશ વેપારીને પૈસા પરત આપવામાં નિષ્ફળ ગયો. હવે આ મામલે કાર્યવાહી કરતા પોલીસે તેની ધરપકડ કરી છે અને કોર્ટે તેને 22 મે સુધીના રિમાન્ડ પર મોકલી દીધો છે.
રાખી સાવંતની વાત કરીએ તો અભિનેત્રી છેલ્લે ટીવી રિયાલિટી શો 'બિગ બોસ મરાઠી'માં જોવા મળી હતી. આ સિવાય રાખી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. જ્યાં તે ફેન્સનું મનોરંજન કરવા માટે દરરોજ ફોટો અને વીડિયો શેર કરતી રહે છે. બોલીવૂડ એક્ટ્રેસ અને ડ્રામા ક્વિન રાખી સાવંત કોઈને કોઈ કારણોસર દરરોજ સોશિયલ મીડિયામાં સતત ચર્ચામાં રહેતી હોય છે. રાખી સાવંતના ચાહકો પણ તેની સાથે જોડાયેલા દરેક સમાચાર વાંચવા માટે આતુર હોય છે. થોડા સમય પહેલા રાખીએ તેના પતિ આદિલ દુરાની પર ઘરેલુ હિંસા, ચોરી અને છેતરપિંડી જેવા અનેક ગંભીર આરોપો લગાવ્યા હતા.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)