શોધખોળ કરો
રકુલ પ્રીતની મીડિયા કવરેજ પર રોક લગાવવાની માંગ, દિલ્હી હાઇકોર્ટે કેન્દ્ર સરકારને મોકલી નૉટિસ
કોર્ટે એ પણ કહ્યું કે કોઇપણ મીડિયા સંસ્થાઓને સાંભળ્યા વિના રિપોર્ટિંગ પણ એકતરફી આદેશ નથી આપી શકાતો. ઉલ્લેખનીય છે કે ડ્રગ્સ કેસમાં એનસીબીએ એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ સાથે પુછપરછ પણ કરી હતી

નવી દિલ્હીઃ બૉલીવુડમાં ઉઠેલા ડ્રગ્સ મામલાને લઇને બૉલીવુડનો એક ભાગ મીડિયાથી ખુબ નારાજ છે. આમાં સૌથી પહેલુ નામ અભિનેત્રી રકુલ પ્રીત સિંહનુ છે. રકુલ પ્રીત સિંહ આ મામલે મીડિયા કવરેજ રોકવા માટે કોર્ટના દ્વાર ખખડાવ્યા છે. અભિનેત્રીએ દિલ્હી હાઇકોર્ટમાં તેના મીડિયા કવરેજ પર રોક લગાવવાની માંગ કરી હતી. હવે દિલ્હી હાઇકોર્ટે રકુલની અરજી પર કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી છે. કોર્ટે એ પણ કહ્યું કે કોઇપણ મીડિયા સંસ્થાઓને સાંભળ્યા વિના રિપોર્ટિંગ પણ એકતરફી આદેશ નથી આપી શકાતો. ઉલ્લેખનીય છે કે ડ્રગ્સ કેસમાં એનસીબીએ એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ સાથે પુછપરછ પણ કરી હતી. દિલ્હી હાઇકોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું કે અમે આશા રાખીએ છીએ કે તમે પણ આના પર નજર રાખી રહ્યાં હશો. કેન્દ્ર સરકાર તરફથી કહેવામાં આવ્યુ છે કે અહીં કેન્દ્ર સરકાર આ મામલાને જોઇ રહી છે, કોર્ટે કહ્યું કે, કેન્દ્ર સરકાર આ મામલે પોતાનો જવાબ કોર્ટમાં આપે. કેન્દ્ર સરકારે કહ્યું કે જો આ મામલે કોઇ આદેશ આપશે તો તેને તપાસ એજન્સીની તપાસ પણ પ્રભાવિત થઇ શકે છે. કોર્ટે કહ્યું કે તપાસ એજન્સીને તપાસ કરવામાં કોઇ નથી રોકી રહ્યું પરંતુ જો કોઇપણ રીતે અરજીકર્તાની ઇમેજને નુકશાન પહોંચી રહ્યું છે ખોટા રિપોર્ટિંગના કારણે તો સરકાર તેને પણ ધ્યાનમાં રાખે. કોર્ટે હાલ આ મામલામાં કેન્દ્રીય સૂચના તથા પ્રસારણ મંત્રાલય સહિત અન્ય પક્ષોને નૉટિસ આપીને સ્ટેટસ રિપોર્ટ ફાઇલ કરવાનુ કહ્યું છે. કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ વાંચો





















