શોધખોળ કરો
Advertisement
અનુરાગ કશ્યપ પર લાગેલા જાતિય શોષણના આરોપ મામલે રવિ કિશને શું કરી મોટી માંગ, જાણો વિગતે
રવિ કિશનનુ માનવુ છે કે જો કોઇ મહિલા કોઇના પર આવા પ્રકારના આરોપ લગાવે છે તો તેના પર કાર્યવાહી થવી જોઇએ. જોકે અનુરાગ કશ્યપે અભિનેત્રીના આ આરોપોને પાયવિહાણા અને ખોટા ગણાવ્યા છે
મુંબઇઃ બૉલીવુડ ડિરેક્ટર અનુરાગ કશ્યપ પર અભિનેત્રી પાયલ ઘોષે જાતિય શોષણનો આરોપ લગાવ્યો છે. આ મામલે રાજનીતિ ગરમાઇ ગઇ છે. આ મુદ્દે બીજેપી સાંસદ અને અભિનેતા રવિ કિશને પણ અનુરાગ કશ્યપને આડેહાથે લીધો છે.
રવિ કિશનનુ માનવુ છે કે જો કોઇ મહિલા કોઇના પર આવા પ્રકારના આરોપ લગાવે છે તો તેના પર કાર્યવાહી થવી જોઇએ. જોકે અનુરાગ કશ્યપે અભિનેત્રીના આ આરોપોને પાયવિહાણા અને ખોટા ગણાવ્યા છે.
રવિ કિશને શું કરી માંગ....
રવિ કિશને કહ્યું કે, આરોપો ગંભીર છે, અને પાયલ ઘોષે ખુદ સામે આવીને કહ્યું છે. જો આ વાત એકદમ સાચી હોય છે તો આના પર કાર્યવાહી થવી જોઇએ. આપણે લોકો નારી સશક્તિકરણની વાત કરીએ છીએ. આવામાં કોઇપણ નારી કે દીકરી આરોપ લગાવે છે તો તેની તપાસની તમામ એજન્સીઓ અને દરવાજા ખુલ્લા રાખે છે.
પાયલ ઘોષનો આરોપ
પાયલ ઘોષે અનુરાગ કશ્યપ પર આરોલ લગાવતા કહ્યુ હતુ કે, તેમને મને અનકન્ફોર્ટેબલ ફિલ કરાવ્યુ, જે પણ થયુ તે ના થવુ જોઇએ. કોઇ તમારી પાસે કામ માંગવા આવે છે તો આનો અર્થ એ નથી કે તે કોઇપણ વસ્તુ માટે તૈયાર છે. આ મને આજે પણ હેરાન કરે છે.
એક્ટ્રેસ પાયલ ઘોષે અનુરાગ કશ્યપ પર આરોપ લગાવતા ટ્વીટ કર્યુ કે - અનુરાગ કશ્યપે ખૂબ જ ખરાબ રીતે મારા પર જબરદસ્તી કરી છે, નરેન્દ્ર મોદીજી, પ્લીઝ પગલાં ભરો અને દેશને જોવા દો કે આ ક્રિએટિવ વ્યક્તિની પાછળના રાક્ષસને. મને ખબર છે કે તે મને નુકસાન પહોંચાડી શકે છે. મારી સુરક્ષા જોખમમાં છે. પ્લીઝ મદદ કરો. આ ટ્વીટ બાદ ચર્ચા થવા લાગી છે કે, આ એક્ટ્રેસ પાયલ ઘોષ અસલમાં છે કોણ? અમે તમને એક્ટ્રેસ વિશે અહીં જાણકારી આપી રહ્યાં છીએ.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement