શોધખોળ કરો

'પાણીપત'ના હીરોનું નિધન, ઘરમાં બે-ત્રણ દિવસથી મૃત હાલતમાં પડ્યો હતો એક્ટર, પોલીસે દરવાજો તોડીને બહાર કાઢ્યો ને.....

માહિતી મળતાં જ તાલેગાંવ MIDC પોલીસ સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસને એપાર્ટમેન્ટને અંદરથી તાળું મારેલું જોવા મળ્યું હતું.

Ravindra Mahajani Death: ટીવી અને ફિલ્મ જગતમાંથી ફેન્સ માટે માઠા સમાચાર સામે આવ્યા છે. મરાઠી અભિનેતા-દિગ્દર્શક રવિન્દ્ર મહાજની શુક્રવારે પૂણેના તાલેગાંવ દાભાડેમાં ભાડાના એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, મુંબઈના રહેવાસી રવિન્દ્ર મહાજની લગભગ આઠ મહિનાથી અંબી, તાલેગાંવ દાભાડેની ઝરબિયા સોસાયટીમાં ભાડાના એપાર્ટમેન્ટમાં એકલા રહેતા હતા, શુક્રવારે સાંજે લગભગ 4.30 વાગ્યે એપાર્ટમેન્ટમાંથી દુર્ગંધ આવવા લાગી અને પાડોશીઓએ પોલીસને જાણ કરી હતી.

ઘરનો દરવાજો તોડીને પોલીસને રવિન્દ્રની લાશ બહાર કાઢી - 
માહિતી મળતાં જ તાલેગાંવ MIDC પોલીસ સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસને એપાર્ટમેન્ટને અંદરથી તાળું મારેલું જોવા મળ્યું હતું. આ પછી સ્થાનિક લોકોની હાજરીમાં જ્યારે પોલીસ દરવાજો તોડીને અંદર પ્રવેશી તો ત્યાંનું દ્રશ્ય જોઈને બધા ચોંકી ગયા. અંદર રવિન્દ્ર મહાજનીની લાશ પડી હતી. પોલીસે જણાવ્યું કે એપાર્ટમેન્ટના માલિકે મૃતક શખ્સની ઓળખ રવિન્દ્ર મહાજની તરીકે કરી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, એવું લાગે છે કે અભિનેતાનું મૃતદેહ મળ્યાના લગભગ બેથી ત્રણ દિવસ પહેલા મૃત્યુ થયું હતું. પોલીસે દિવંગત અભિનેતાના પરિવારને જાણ કરી છે. હાલમાં પોલીસે અભિનેતાના મૃત્યુનું કારણ જાણવા માટે તેના મૃતદેહને પૉસ્ટમૉર્ટમ માટે મોકલી દીધો છે.

રવિન્દ્ર મહાજનીની કેરિયર - 
બેલગામમાં જન્મેલા રવિન્દ્ર મહાજનીએ પોતાના અભિનયની સફર ફિલ્મ 'સાત હિન્દુસ્તાની'થી શરૂ કરી હતી જેમાં તેને પોલીસ ઈન્સ્પેક્ટરની ભૂમિકા ભજવી હતી. 1974માં કિરણ શાંતારામ દ્વારા નિર્દેશિત ફિલ્મ ઝુંઝથી તેમને સફળતા મળી હતી. આ પ્રૉજેક્ટની સફળતાએ તેમની કારકિર્દીને નવી ઊંચાઈ આપી. આ પછી તેમની ઘણી ફિલ્મો આવી જેમાં 'આરામ હરામ હૈ', 'લક્ષ્મી', 'લક્ષ્મી ચી પાવલમ', 'દેવતા', 'ગોંધલત ગાંડલ' અને 'મુંબઈ ચા ફોજદાર' સામેલ છે. તેણે 2019 સુધી ફિલ્મોમાં કામ કરવાનું ચાલુ રાખ્યું. તે છેલ્લે અર્જૂન કપૂર અને કૃતિ સેનન સ્ટારર ફિલ્મ 'પાનીપત'માં જોવા મળ્યો હતો.

દિવંગત અભિનેતાના પુત્ર ગશ્મીર મહાજાની પણ અભિનેતા છે.
રવિન્દ્ર મહાજાનીનો દીકરો ગશ્મીર મરાઠી અને ટેલિવિઝન બંને ઉદ્યોગમાં ખૂબ જ પ્રખ્યાત છે. અભિનેતાએ તાજેતરમાં ડાન્સ રિયાલિટી શૉ 'ઝલક દિખલા જા'માં સ્પર્ધક બનીને હેડલાઇન્સ બનાવી હતી. ગશ્મીર પ્રખ્યાત ટીવી સીરિયલ 'ઇમલી'માં પણ જોવા મળ્યો હતો.                 

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજ્ય હાઇકોર્ટ એડવોકેટ એસો.ની ચૂંટણી, પ્રમુખપદ માટે 5 ઉમેદવારો મેદાને, જાણો અપડેટ્સ
રાજ્ય હાઇકોર્ટ એડવોકેટ એસો.ની ચૂંટણી, પ્રમુખપદ માટે 5 ઉમેદવારો મેદાને, જાણો અપડેટ્સ
અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ
અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ
ઉસ્માન હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં અશાંતિ, અખબારની ઓફિસોમાં આગ ચાંપી, દેશભરમાં હિંસા
ઉસ્માન હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં અશાંતિ, અખબારની ઓફિસોમાં આગ ચાંપી, દેશભરમાં હિંસા
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર

વિડિઓઝ

Banaskantha Trible Protest : પાડલિયામાં આદિવાસી-પોલીસ વચ્ચે ઘર્ષણનો કેસ , શું ઉચ્ચારી ચીમકી?
Ahmedabad Metro : કાલે અમદાવાદમાં IND Vs SA T20 મેચને લઈ મેટ્રોના સમયમાં વધારો
Hun To Bolish : હું તો બોલીશ : સુરત ચૌટા બજારના હટાવાશે દબાણ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા મારશે બુલડોઝરને બ્રેક?
Hun To Bolish : હું તો બોલીશ : બિલ્ડરો બન્યા બેફામ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્ય હાઇકોર્ટ એડવોકેટ એસો.ની ચૂંટણી, પ્રમુખપદ માટે 5 ઉમેદવારો મેદાને, જાણો અપડેટ્સ
રાજ્ય હાઇકોર્ટ એડવોકેટ એસો.ની ચૂંટણી, પ્રમુખપદ માટે 5 ઉમેદવારો મેદાને, જાણો અપડેટ્સ
અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ
અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ
ઉસ્માન હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં અશાંતિ, અખબારની ઓફિસોમાં આગ ચાંપી, દેશભરમાં હિંસા
ઉસ્માન હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં અશાંતિ, અખબારની ઓફિસોમાં આગ ચાંપી, દેશભરમાં હિંસા
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી
ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી
પંજાબ સ્થાનિક ચૂંટણીઓના પરિણામો: AAP એ 218 બેઠકો જીતી, ભાજપના સૂપડા સાફ, જાણો કૉંગ્રેસને મળી કેટલી બેઠકો
પંજાબ સ્થાનિક ચૂંટણીઓના પરિણામો: AAP એ 218 બેઠકો જીતી, ભાજપના સૂપડા સાફ, જાણો કૉંગ્રેસને મળી કેટલી બેઠકો
Embed widget