સલમાનને ક્યો સાપ કરડ્યો હતો કે રાત્રે ત્રણ વાગ્યે હોસ્પિટલમાં કરવો પડ્યો દાખલ? બર્થ ડે સેલિબ્રેટ કરવા ગયેલો ફાર્મહાઉસ ને....
Snake Bites Salman Khan: સલમાન ખાનને બિન ઝેરી સાપે ડંખ માર્યો છે, તેથી તેના પર ઝેરની ખાસ અસર થઈ નથી.
બોલિવૂડ એક્ટર સલમાન ખાનના (Salman Khan) ચાહકો માટે માઠા સમાચાર છે. દબંગ ખાનને સાપે ડંખ માર્યો છે. પનવેલના ફાર્મહાઉસમાં (Salman Khan Farmhouse) સલમાન ખાનને રાત્રે 3 વાગે સાપ કરડ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે સલમાન ખાનને બિન ઝેરી સાપે ડંખ માર્યો છે, તેથી તેના પર ઝેરની ખાસ અસર થઈ નથી. સાપના ડંખ બાદ સલમાન ખાનને નવી મુંબઈના કામોથે વિસ્તારમાં આવેલી MGM (મહાત્મા ગાંધી મિશન) હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો
સારવાર બાદ ફાર્મહાઉસ પર પરત ફર્યો
સારવાર બાદ સલમાન ખાન આજે સવારે 9 વાગે પોતાના પનવેલ ફાર્મહાઉસ પરત ફર્યો હતો. સલમાન ખાનની હાલત ખતરાની બહાર છે અને તે આરામ કરી રહ્યો છે. હાલમાં સલમાન ખાનની હાલત સારી હોવાનું કહેવાય છે. હાલ તે ફાર્મહાઉસ પર છે.
ફેન્સે કરી પ્રાર્થના
આ સમાચાર બાદ સલમાન ખાનના ચાહકો તેના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે. જોકે ચાહકો માટે રાહતની વાત છે કે સલમાનના સ્વાસ્થ્યને કોઈ ખતરો નથી.
Salman Khan bitten by non-venomous snake at his Panvel farmhouse, discharged after treatment
— ANI Digital (@ani_digital) December 26, 2021
Read @ANI Story | https://t.co/Mtdcu6spbs#SalmanKhan pic.twitter.com/YGClDkGzk6