શોધખોળ કરો
Advertisement
રોજ કમાઇને ખાતા મજૂરો માટે સલમાન ખાને ટ્રકો ભરીને ભોજનનો સામાન મોકલ્યો, જુઓ તસવીરો
રોજ કમાઇન રોજ ખાતા મજૂરોની વ્હારે ફરી એકવાર બૉલીવુડ એક્ટર સલમાન ખાન આવ્યો છે. સલમાને આવા મજૂરિયાત લોકો માટે ટ્રકો ભરી ભરીને ખાવાનુ મોકલાવ્યુ છે
મુંબઇઃ કોરોના વાયરસને લઇને દુનિયાભરના લોકો ખાવા પીવાથી લઇને કેટલીક જીવન જરૂરિયાત વસ્તુઓના સંકટ સામે ઝઝૂમી રહ્યાં છે, ભારતમાં પણ ગરીબો અને મજૂરો લૉકડાઉનના કારણે મુશ્કેલીમાં મુકાયા છે. સલમાન ખાને આવા લોકો માટે ફરીથી મદદનો હાથ લંબાવ્યો છે. સલમાન ખાને મજૂરો માટે ટ્રકો ભરી ભરીને ખાવા પીવાનો સામાન મોકલાવ્યો છે. આની તસવીરો પણ હાલ વાયરલ થઇ રહી છે.
રોજ કમાઇન રોજ ખાતા મજૂરોની વ્હારે ફરી એકવાર બૉલીવુડ એક્ટર સલમાન ખાન આવ્યો છે. સલમાને આવા મજૂરિયાત લોકો માટે ટ્રકો ભરી ભરીને ખાવાનુ મોકલાવ્યુ છે. આ વાતની માહિતી મુંબઇના બ્રાંદ્રા ઇસ્ટ એરિયાના ધારાસભ્ય જીશાન સિદ્દીકીએ આપી છે.
સલમાન ખાનની મદદ પર જીશાન સિદ્દીકીએ ટ્વીટ કર્યુ, તમારા આ યોગદાન માટે સલમાન ખાન તમારો આભાર, જ્યારે પણ કોઇપણ મદદની જરૂર પડે છે ત્યારે તમે હંમેશા મદદ માટે આગળ આવો છો. આ વાત તમે ફરી એકવાર સાબિત કરી દીધી.
જીશાન સિદ્દીકીએ પોતાના ટ્વીટમાં લખ્યુ- અમને જૉઇન કરવા માટે સલમાન ખાન તમારો આભાર, કોરોના વાયરસથી આ જંગમાં કોઇપણ ભૂખ્યુ ના ઊંગવુ જોઇએ.
ઉલ્લેખનીય છે કે, ભારતમાં કોરોનાથી અત્યાર સુધી કુલ 8356 લોકો સંક્રમિત થઇ ચૂક્યા છે, જેમાં 273 લોકોના મોત થયા છે અને 715 લોકો સાજા થઇને ઘરે પરત ફર્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
દેશ
Advertisement