શોધખોળ કરો
Advertisement
સલમાને પોતાના ફાર્મહાઉસમાંથી શેર કરી આ તસવીર, અંદાજ જોઇને લોકોએ ઉડાવી મજાક, જુઓ તસવીર
સલમાન પોતાના ફાર્મ હાઇસમાં હાલ ખેતી કરીને પણ સમય વિતાવી રહ્યો છે. તાજેતરમાં જ સલમાને પોતાની એક તસવીર શેર કરી જેના કારણે લોકોએ તેને ટ્રૉલ કરવાનુ શરૂ કરી દીધુ હતુ
મુંબઇઃ બૉલીવુડ એક્ટર સલમાન ખાન આજકાલ સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ છે, લૉકડાઉન શરૂ થયુ ત્યારથી જ તે પોતાના પનવલે સ્થિત ફાર્મહાઉસમાં રોકાયો છે. લૉકડાઉન દરમિયાન તે પોતાની એક્ટિવિટી કરી જ રહ્યો છે, તેને આ દરમિયાન ત્રણ મ્યૂઝિક આલ્બમ લૉન્ચ કરી દીધા છે.
સલમાન પોતાના ફાર્મ હાઇસમાં હાલ ખેતી કરીને પણ સમય વિતાવી રહ્યો છે. તાજેતરમાં જ સલમાને પોતાની એક તસવીર શેર કરી જેના કારણે લોકોએ તેને ટ્રૉલ કરવાનુ શરૂ કરી દીધુ હતુ.
આ તસવીરમાં સલમાન ખાન કીચડથી લથપથ થઇને બેઠો છે, આ તસવીરને સોશ્યલ મીડિયા પર શેર કરતા સલમાન ખાને લખ્યું- બધા ખેડૂતોનુ સન્માન કરો. સલમાનની આ તસવીરને લોકોએ મજાક બનાવી દીધી હતી.
એક યૂઝરે લખ્યું- જો તમે ધ્યાનથી જોશો તો તેના ખભા પર માટી લાગેલી છે, જ્યારે તેના હાથ પર માટી નથી. એનો અર્થ એ થયો કે બીજા કોઇએ ખભા પર માટી લગાડી છે.
વળી, એક બીજા યૂઝરે લખ્યું- કયો ખેડૂત ખેતરમાં બેસીને આવા ફોટોશૂટ કરાવે છે. એક અન્ય યૂઝરે લખ્યું- મે ઘણાબધા ખેડૂતો જોયા છે, પણ આજ સુધી કોઇના મોં પર કીચડ નથી લાગ્યો હોતો. એક યૂઝરે લખ્યુ- લાગી રહ્યું છે કે માટી લગાવી છે બસ ફોટા માટે.
નોંધનીય છે કે, થોડાક દિવસ પહેલા પણ સલમાન ખાને એક તસવીર શેર કરી હતી, તે પણ ખેતરમાં રોપાનુ કામ કરતો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement