શોધખોળ કરો

Samantha: "ડિઝાઈનર અમારા કપડા પણ ડિઝાઈન કરવાનો ઈનકાર કરી દેતા": છલકાયું સામંથાનું દર્દ

Samantha Ruth Prabhu On Designers: સાઉથ સિનેમાની ફેમસ એક્ટ્રેસ સામંથા રૂથ પ્રભુ કોઈ ઓળખની મહોતાજ નથી. હવે મોટા દિગ્દર્શકો અને નિર્માતાઓ તેની સાથે કામ કરવા માંગે છે.

Samantha Ruth Prabhu On Designers: સાઉથ સિનેમાની ફેમસ એક્ટ્રેસ સામંથા રૂથ પ્રભુ કોઈ ઓળખની મહોતાજ નથી. હવે મોટા દિગ્દર્શકો અને નિર્માતાઓ તેની સાથે કામ કરવા માંગે છે. પરંતુ સમન્થાએ તેના જૂના દિવસો યાદ કર્યા જ્યારે સાઉથના જ અન્ય કલાકારોનું દ્બારા તેનું સન્માન કરવામાં નહોતું આવતું. તેણે એ પણ ખુલાસો કર્યો કે, ડિઝાઇનરોએ તેના કપડાં પણ ડિઝાઇન કરવાનો ઇનકાર કરી દીધો હતો. જોકે, હવે આ સ્થિતિ ઘણી બદલાઈ ગઈ છે.

સાઉથની ફિલ્મોએ આખી કહાની જ બદલી નાખી

એક ઈન્ટરવ્યુ દરમિયાન સામંથા રૂથ પ્રભુએ જણાવ્યું હતું કે, સૌથી લાંબા સમયથી હિન્દી સિનેમાને ભારતીય ફિલ્મ પિરામિડમાં ટોચ પર ગણવામાં આવે છે, પરંતુ છેલ્લા અડધા દાયકામાં 'RRR', 'KGF: ચેપ્ટર 2', 'પુષ્પા:' 'કંતારા' જેવી ધ રાઇઝ ફિલ્મ્સે બોક્સ ઓફિસ પર આખી સ્થિતિ જ પલટી નાખી છે.

ડિઝાઇનરોએ કપડાં ડિઝાઈન કરવાનો કર્યો ઈનકાર

ગુલતેને આપેલા ઈન્ટરવ્યુ દરમિયાન સામંથા રૂથ પ્રભુએ કહ્યું હતું કે, એક સમય એવો હતો જ્યારે અમે સાઉથ એક્ટર્સને ડિઝાઈનર કપડા આપવાની ના પાડી દીધી હતી. તેઓ કહેતા કે, 'તમે કોણ છો? દક્ષિણ અભિનેતા? શું દક્ષિણ?'.આપણે તેનાથી ઘણા દૂર નિકળી ગયા છીએ, સાચુ ને? આજે આપણે ત્યાં છીએ જ્યાં હોવું જોઈએ.

આ રીતે સામંથા રૂથ પ્રભુને મળી લોકપ્રિયતા

ખબર છે કે સામંથા રૂથ પ્રભુએ ફિલ્મ 'પુષ્પા'ના ગીત 'ઓમ અંટવા'માં બેંગ ડાન્સ કર્યો હતો, જેને ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો. આ પછી તે રાજ અને ડીકેની વેબ સિરીઝ 'ધ ફેમિલી મેન 2'માં જોવા મળી હતી. આ સિરીઝમાં સામંથાએ પોતાના એક્શન અવતારથી ચાહકોનું દિલ જીતી લીધું હતું.

સામંથા રૂથ પ્રભુની શંકુતલમ આ દિવસે થશે રિલીઝ

સમંથા રૂથ પ્રભુ આ દિવસોમાં તેની નવી ફિલ્મ શાકુંતલમના પ્રમોશનમાં વ્યસ્ત છે, જે 14 એપ્રિલ, 2023ના રોજ થિયેટરોમાં આવશે. તેમાં સામંથા ઉપરાંત દેવ મોહન, પ્રકાશ રાજ અને અલ્લુ અર્જુનની 6 વર્ષની દીકરી અલ્લુ અર્હા પણ જોવા મળશે. ત્યાર બાદ સામંથા રૂથ પ્રભુ વેબ સીરિઝ સિટાડેલમાં જોવા મળશે, જેમાં તેનો એક્શન અવતાર જોવા મળશે.

સલમાનની 'કિસી કા ભાઈ કિસી'ના ટ્રેલરે તોડ્યા તમામ રેકોર્ડ્સ

સલમાન ખાનની આગામી ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન'ના નવા ટ્રેલરે રિલીઝ થતાની સાથે જ ધૂમ મચાવી દીધી છે. સલમાન ખાનની આ આવનારી ફિલ્મનું ટ્રેલર 24 કલાકની અંદર યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ સહિત અન્ય ઘણા પ્લેટફોર્મ પર 51 મિલિયન વખત જોવામાં આવ્યું છે. સલમાનની આ ફિલ્મના ટ્રેલરને દર્શકોનો જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. ખાસ કરીને સોશિયલ મીડિયા યુઝર્સ આ ટ્રેલરને લઈને ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે.

ચાહકો ખુશખુશાલ

સલમાન ખાનની ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન'નું નવું ટ્રેલર જોઈને એક યુઝરે કોમેન્ટ કરી, 'લાંબી રાહ જોયા પછી અને તેને ઘણું ગુમાવ્યા બાદ ભાઈજાનને એક પરફેક્ટ અવતાર જોવા મળે છે જે તેને ખરેખર વ્યાખ્યાયિત કરે છે. ફિલ્મ માટે ખૂબ જ ઉત્સાહિત છે. આ સાથે સલમાનના ઘણા ચાહકો એવું પણ કહે છે કે, 'કિસી કા ભાઈ કિસી કી જાન'માં સલમાનના પાત્રે તેમને તેની પાછલી ફિલ્મોની રૂથલેસ અને તાબડતોબ એક્શનની યાદ અપાવી દીધી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
IND vs SA: તિલક-હાર્દિકના તરખાટ બાદ, વરુણ ચક્રવર્તીના 'ચક્રવ્યૂહ'માં ફસાયું દક્ષિણ આફ્રિકા; અમદાવાદમાં ભારતની જીત
IND vs SA: તિલક-હાર્દિકના તરખાટ બાદ, વરુણ ચક્રવર્તીના 'ચક્રવ્યૂહ'માં ફસાયું દક્ષિણ આફ્રિકા; અમદાવાદમાં ભારતની જીત
ઋષભ પંતની કેપ્ટનશિપ હેઠળ રમશે વિરાટ,જાણો કઈ ટીમ વતી રમતો જોવા મળશે કિંગ કોહલી
ઋષભ પંતની કેપ્ટનશિપ હેઠળ રમશે વિરાટ,જાણો કઈ ટીમ વતી રમતો જોવા મળશે કિંગ કોહલી

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર
Hun To Bolish | હું તો બોલીશ | મુખ્ય ન્યાયાધીશની માર્મિક ટકોર
Hun To Bolish | હું તો બોલીશ | કહાની ઘર ઘર કી
Surat News: સુરતમાં હચમચાવતી ઘટના, વેપારીને જીવતો સળગાવવાનો આરોપ
Surat news: શું આ છે આપણી ભારતીય સંસ્કૃતિ અને મર્યાદા? સુરતમાં સાસુ વહુના સંબંધો શર્મસાર થયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
IND vs SA: તિલક-હાર્દિકના તરખાટ બાદ, વરુણ ચક્રવર્તીના 'ચક્રવ્યૂહ'માં ફસાયું દક્ષિણ આફ્રિકા; અમદાવાદમાં ભારતની જીત
IND vs SA: તિલક-હાર્દિકના તરખાટ બાદ, વરુણ ચક્રવર્તીના 'ચક્રવ્યૂહ'માં ફસાયું દક્ષિણ આફ્રિકા; અમદાવાદમાં ભારતની જીત
ઋષભ પંતની કેપ્ટનશિપ હેઠળ રમશે વિરાટ,જાણો કઈ ટીમ વતી રમતો જોવા મળશે કિંગ કોહલી
ઋષભ પંતની કેપ્ટનશિપ હેઠળ રમશે વિરાટ,જાણો કઈ ટીમ વતી રમતો જોવા મળશે કિંગ કોહલી
10મી વખત એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત, સેમિફાઇનલમાં શ્રીલંકાને 8 વિકેટે હરાવ્યું
10મી વખત એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત, સેમિફાઇનલમાં શ્રીલંકાને 8 વિકેટે હરાવ્યું
EDની મોટી કાર્યવાહી, યુવરાજ સિંહ, ઉર્વશી રૌતેલા અને સોનુ સૂદ સહિત અનેક સેલિબ્રિટીઓની કરોડોની સંપત્તિ જપ્ત
EDની મોટી કાર્યવાહી, યુવરાજ સિંહ, ઉર્વશી રૌતેલા અને સોનુ સૂદ સહિત અનેક સેલિબ્રિટીઓની કરોડોની સંપત્તિ જપ્ત
IND vs SA 5th T20 Live: ભારતે દક્ષિણ આફ્રિકાને 232 રનનો આપ્યો લક્ષ્યાંક, હાર્દિકની વિસ્ફોટક બેટિંગ
IND vs SA 5th T20: ભારતે દક્ષિણ આફ્રિકાને 30 રને હરાવ્યું, વરુણની 4 વિકેટ
IND vs SA: હાર્દિક પંડ્યાની 16 બોલમાં ફિફ્ટી, તિલક અને સેમસન પણ ચમક્યા, ભારતે અમદાવાદમાં બનાવ્યા 231 રન
IND vs SA: હાર્દિક પંડ્યાની 16 બોલમાં ફિફ્ટી, તિલક અને સેમસન પણ ચમક્યા, ભારતે અમદાવાદમાં બનાવ્યા 231 રન
Embed widget