Satish Kaushik : અભિનેતા સતીશ કૌશીક મોત કેસમાં ચોંકાવનારો વળાંક, દાઉદ કનેક્શન?
આ કેસ બાદ વિકાસ માલુ મોટાભાગે દુબઈમાં રહે છે અને હોળી પાર્ટી માટે ખાસ દિલ્હી આવ્યો હતો. જ્યારે વિકાસ માલુએ તેમના પર લાગેલા આરોપોને લઈને ઈન્સ્ટાગ્રામ પર સ્પષ્ટતા આપી છે.
Satish Kaushik Death : પ્રખ્યાત અભિનેતા અને દિગ્દર્શક સતીશ કૌશિકના મૃત્યુને એક અઠવાડિયું પણ નથી થયું કે તેમના મિત્ર વિકાસ માલુની ભૂમિકા શંકાના દાયરામાં આવતા અનેક તર્ક-વિતર્ક વહેતા થયા છે. જ્યારે સતીશ કૌશિકની તબિયત બગડી ત્યારે તેઓ કુબેર ગ્રુપના માલિક વિકાસ માલુના ફાર્મહાઉસ પર હતા. હવે વિકાસ માલુની બીજી પત્નીએ દિલ્હી પોલીસને પત્ર લખીને પતિના ઈરાદા પર સવાલ ઉઠાવ્યા છે.
પોલીસ કમિશનરને મોકલવામાં આવેલી ફરિયાદમાં મહિલાએ દાવો કર્યો છે કે, 23 ઓગસ્ટ 2022ના રોજ તેના બિઝનેસમેન પતિ વિકાસ માલુએ દુબઈમાં પાર્ટી કરી હતી. આ પાર્ટીમાં અભિનેતા સતીશ કૌશિક પણ હાજર રહ્યા હતા. વિકાસે જ મને કહ્યું હતું કે, દાઉદ ઈબ્રાહિમનો પુત્ર અનસ પણ પાર્ટીમાં હાજર હતો. દાવો કરવામાં આવે છે કે આ પાર્ટી પહેલા સતીશ કૌશિક વિકાસ માલુના ઘરે ગયા હતા અને ત્યાં 15 કરોડ રૂપિયાની ચર્ચા થઈ હતી. જોકે, સતીશ કૌશિકના મોતના મામલામાં વિકાસ માલુની બીજી પત્નીના આરોપોથી નવો વળાંક આવ્યો છે. હાલમાં, દિલ્હી પોલીસે આરોપોની ઈન્સ્પેક્ટર સ્તરની તપાસ શરૂ કરી છે.
આખરે, સતીશ કૌશિકના મિત્ર વિકાસ માલુની પત્નીએ શું આરોપ લગાવ્યા છે?
ફરિયાદ મુજબ વિકાસ અને સતીશ વચ્ચે 15 કરોડની લોનને લઈને ઝઘડો થયો હતો. આ સ્થિતિમાં મહિલા (વિકાસની બીજી પત્ની)એ શંકા વ્યક્ત કરી અને કહ્યું હતું કે, વિકાસે સતીશજીને ખોટી દવા ખવડાવી હશે જેથી પૈસા ચૂકવવા ન પડે.
જો કે, આ મામલાની બીજી બાજુ એ છે કે બીજી પત્નીએ પણ 2 મહિના પહેલા વિકાસ માલુ સામે બળાત્કારનો કેસ દાખલ કર્યો છે. જોકે આ કેસમાં વિકાસની ધરપકડ કરવામાં આવી ન હતી.
વિકાસ માલુએ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા કરી સ્પષ્ટતા
આ કેસ બાદ વિકાસ માલુ મોટાભાગે દુબઈમાં રહે છે અને હોળી પાર્ટી માટે ખાસ દિલ્હી આવ્યો હતો. જ્યારે વિકાસ માલુએ તેમના પર લાગેલા આરોપોને લઈને ઈન્સ્ટાગ્રામ પર સ્પષ્ટતા આપી છે.
વિકાસ માલુએ લખ્યું છે કે, સતીશજી 30 વર્ષથી મારા પરિવારનો હિસ્સો હતા અને નિયાએ મારું નામ ખોટી રીતે રજૂ કરવામાં એક મિનિટ પણ લીધી ન હતી. હું કહેવા માંગુ છું કે, મુશ્કેલી ક્યારેય કહેવાથી આવતી નથી અને તેના પર કોઈનું નિયંત્રણ નથી. હજુ આ આઘાતમાંથી બહાર આવ્યા નથી.
શું સતીશ કૌશિક તેમના લેવાના નિકળતા નાણાં લેવા આવ્યા હતા?
ઉલ્લેખનીય છે કે, સતીશ કૌશિક હોળીના દિવસે (8 માર્ચ) મુંબઈથી તેના મિત્ર વિકાસ માલુ પાસે દિલ્હી આવ્યા હતા. પોલીસ રિપોર્ટ અનુસાર, સતીશ કૌશિક સવારે 10 વાગ્યે તેમના મેનેજર સંતોષ રાય સાથે દિલ્હી આવ્યા હતા. અહીં તે બિજવાસનમાં A-5 પુષ્પાંજલિમાં તેના મિત્ર વિકાસ માલુના ઘરે રોકાયા હતાં. બિજવાસનના પોતાના ફાર્મહાઉસમાં બપોરે 3 વાગ્યા સુધી હોળી પાર્ટી ચાલી હતી.
આ હોળી પાર્ટીની તસવીરો અને વીડિયોમાં જોવા મળ્યું હતું કે સતીશ કૌશિક એકદમ સ્વસ્થ છે. ડાંસ કરતી વખતે અને મિત્રો સાથે વાત કરતી વખતે એકદમ સામાન્ય દેખાય છે. રિપોર્ટ અનુસાર રાત્રે 9 વાગે ડિનર કર્યા બાદ સતીશ કૌશિક ફરવા ગયા અને પછી આરામ કરવા ગયા. બેડરૂમમાં તે પોતાના આઈપેડ પર મૂવી જોઈ રહ્યાં હતાં. રાત્રે 12 વાગ્યે તેમણે નજીકના રૂમમાં સૂતેલા મેનેજર સંતોષને ફોન કરીને છાતીમાં દુ:ખાવાની ફરિયાદ કરી હતી. ત્યાર બાદ તેમને ફોર્ટિસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતાં જ્યાં હોસ્પિટલ પહોંચતા પહેલા જ અભિનેતાનું મોત થઈ ગયું હતું.
હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે શું સતીશ કૌશિક તેના બાકી પૈસા લેવા આવ્યા હતા કે માત્ર હોળી પાર્ટીમાં હાજરી આપવા આવ્યા હતા?