રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટીને સેબીએ પણ લીધા ભીંસમાં, જાણો કેટલો ફટકાર્યો દંડ
1 સપ્ટેમ્બર 2013થી 23 ડિસેમ્બર 2015 વચ્ચે રાજ કુંદ્રા, શિલ્પા શેટ્ટી અને વિયાન ઈન્ડસ્ટ્રીઝે સેબીના રેગુલેશંસ એક્ટનું ઉલ્લંઘન કર્યુ છે.
મુંબઈઃ બૉલીવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં છે. તેની જામીન અરજી પણ કોર્ટે ફગાવી દીધી છે. ધરપકડ અને કાયદાકીય ગૂંચવણમાં ફસાયા બાદ રાજ કુન્દ્રા અને તેની એપ હૉટશૉટ્સની વિરુદ્ધના કેટલાય ખુલાસા સામે આવી રહ્યાં છે. આ દરમિયાન રાજ કુન્દ્રા અને તેની પત્ની શિલ્પા શેટ્ટી પર સેબીએ પણ કાર્યવાહી કરી છે. આ બંનેની સાથે વિયાન ઈન્ડસ્ટ્રીઝે પણ શેર કારોબારોમાં ઈનસાઈડર ટ્રેડિંગ નિયમોના ઉલ્લંઘન બદલ દોષી માન્યા છે અને તેના પર 3 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
સેબી તપાસમાં જાણવા મળ્યું કે, 1 સપ્ટેમ્બર 2013થી 23 ડિસેમ્બર 2015 વચ્ચે રાજ કુંદ્રા, શિલ્પા શેટ્ટી અને વિયાન ઈન્ડસ્ટ્રીઝે સેબીના રેગુલેશંસ એક્ટનું ઉલ્લંઘન કર્યુ છે. કંપનીએ દ્વારા 29 ઓક્ટોબર 2015ના રોજ 5 લાખ ઈક્વિટી શેરનું એલોટમેંટ ચાર લોકોને કરાયું હતું. જેમાં રાજ અને શિલ્પા બંનેને 1,28,800 શેર ફાળવવામાં આવ્યા હતા.આ ફાળવણી બાદ બંનેએ સેબીના નિયમ મુજબ શેરના 10 લાખ રૂપિયા સુધીના ખરીદ વેચાણની જાણકારી આપવી જરૂરી હતી. પરંતુ લાંબા સમય સુધી તેમણે આ જાણ કરી નહોતી. જેને લઈ આ કાર્યવાહી કરાઈ છે.
શર્લિન ચોપડાએ પણ કરી ફરિયાદ
શર્લિન ચોપડાએ પોતાની ફરિયાદમાં ખુલાસો કર્યો કે 2019ની શરૂઆતમાં રાજ કુન્દ્રાએે તેના બિઝનેસ મેનેજરને એક ઓફર વિશે વાત કરવા માટે બોલાવ્યો હતો. 27 માર્ચ, 2019એ બિઝનેસ મીટિંગ બાદ, શર્લિને દાવો કર્યો કે એક મેસેજને લઇને ઝઘડો થવાના કારણે રાજ કુન્દ્રા કોઇને કહ્યા વિના તેના ઘરે આવ્યો હતો.શર્લિન ચોપડાએ આરોપ લગાવ્યો કે રાજ કુન્દ્રા તેને જબરદસ્તીથી કિસ કરવા લાગ્યો હતો, અને અડપલાં કરી રહ્યાં હતો. તે તેનો વિરોધી કરી રહી હતી, તેને એ પણ દાવો કર્યો કે- તે પ્લેઝર માટે એક પરણેલા પુરુષ સાથે સંબંધ નથી બનાવવા માંગતી, અને ના કોઇ બિઝનેસમાં સામેલ થવા માંગતી હતી. આના પર રાજ કુન્દ્રાએ તેને કહ્યું તેની પત્ની શિલ્પા શેટ્ટી સાતે તેના સંબંધો કૉમ્પલિકેટેડ હતો, અને મોટાભાગના સમયમાં તણાવમાં રહેતો હતો.