વિશ્વનો સૌથી અમીર અભિનેતા બન્યો શાહરુખ ખાન, આ છે બોલિવૂડના ટોપ-5 ધનિક સેલિબ્રીટી
Shah Rukh Khan Net Worth: શાહરૂખ ખાન હવે અબજોપતિ બની ગયો છે. એક અબજથી વધુની નેટ વર્થ સાથે, સુપરસ્ટારે વિશ્વભરના ઘણા ધનિક સેલિબ્રિટીઓને પાછળ છોડી દીધા છે. શાહરૂખ ખાન હવે વિશ્વનો સૌથી ધનિક અભિનેતા છે.

Shah Rukh Khan Net Worth: બોલીવુડનો બાદશાહ શાહરૂખ ખાને હવે વિશ્વભરમાં પોતાનું શાસન સ્થાપિત કરી લીધું છે. આ સુપરસ્ટાર ઘણા વર્ષોથી ભારતના સૌથી ધનિક અભિનેતાનો ખિતાબ જાળવી રાખતો હતો. પરંતુ હવે, નવા અહેવાલો અનુસાર શાહરૂખ ખાન વિશ્વનો સૌથી ધનિક અભિનેતા બની ગયો છે. અબજોપતિ બનીને, કિંગ ખાન વિશ્વના સૌથી ધનિક અભિનેતાઓને પાછળ છોડી દીધા છે.
શાહરૂખ ખાન હવે ઘણી આંતરરાષ્ટ્રીય હસ્તીઓ કરતાં વધુ ધનિક બની ગયો છે. તેણે ટેલર સ્વિફ્ટ (₹11,528 કરોડ), આર્નોલ્ડ શ્વાર્ઝેનેગર (₹10,641 કરોડ), જેરી સીનફેલ્ડ (₹10,641 કરોડ) અને સેલેના ગોમેઝ (₹6,385 કરોડ) ની કુલ સંપત્તિને પાછળ છોડી દીધી છે.
શાહરૂખ ખાન વિશ્વનો સૌથી ધનિક અભિનેતા બન્યો
હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ 2024 અનુસાર, શાહરૂખ ખાનની કુલ સંપત્તિ ₹7,300 કરોડ હતી. જોકે, 2025 ની યાદી મુજબ, એક વર્ષમાં તેમની કુલ સંપત્તિ ₹5,190 કરોડ વધી છે. આ સાથે, શાહરૂખ ખાનની કુલ સંપત્તિ હવે ₹12,490 કરોડ થઈ ગઈ છે, જેના કારણે તેમને વિશ્વના સૌથી ધનિક અભિનેતાનો ખિતાબ મળ્યો છે.
બોલિવૂડના 5 સૌથી ધનિક સેલિબ્રિટીઓની યાદી
હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2025 માં અનેક ભારતીય સેલિબ્રિટીઓનો સમાવેશ થાય છે. રિપોર્ટ મુજબ, બોલિવૂડના 5 સૌથી ધનિક સેલિબ્રિટીઓની વાત આવે ત્યારે, શાહરૂખ ખાન પહેલા નંબરે છે, જ્યારે રાની મુખર્જી બીજા નંબરે છે. રાની અને તેના પરિવારની કુલ સંપત્તિ ₹7,790 કરોડ છે. ₹2,160 કરોડની સંપત્તિ સાથે ઋતિક રોશન ત્રીજા નંબરે છે. ફિલ્મ નિર્માતા કરણ જોહર ₹1,880 કરોડની સંપત્તિ સાથે ચોથા નંબરે છે અને અમિતાભ બચ્ચન ₹1,630 કરોડની સંપત્તિ સાથે પાંચમા નંબરે છે.
શાહરૂખ ખાનને રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યો છે
નોંધનીય છે કે શાહરૂખ ખાનને તાજેતરમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યો હતો. તેમને 2023 માં આવેલી ફિલ્મ જવાન માટે શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળ્યો હતો. 33 વર્ષના ફિલ્મી કરિયરમાં આ તેમનો પહેલો રાષ્ટ્રીય પુરસ્કાર હતો.
ભારતના સૌથી અમીર લોકોની યાદી જાહેર
M3M Hurun India એ બુધવારે (1 ઓક્ટોબર, 2025) ભારતના સૌથી ધનિક વ્યક્તિઓની 2025 ની યાદી બહાર પાડી. આ યાદીમાં દેશના ટોચના અબજોપતિઓ અને ઉભરતા ઉદ્યોગસાહસિકોની સફળતા દર્શાવવામાં આવી છે. આ વર્ષે, ભારતમાં અબજોપતિઓની સંખ્યા વધીને 358 થઈ ગઈ છે, જે અત્યાર સુધીનો રેકોર્ડ છે.
₹9.55 લાખ કરોડ ($105 બિલિયન) ની નેટવર્થ સાથે, 68 વર્ષીય મુકેશ અંબાણી અને તેમનો પરિવાર ફરી એકવાર ઈન્ડિયા રીચ લીસ્ટ 2025 (Rich List India 2025)ની યાદીમાં ટોચનું સ્થાન ધરાવે છે. ગૌતમ અદાણી (63) અને તેમનો પરિવાર ₹8.15 લાખ કરોડની નેટવર્થ સાથે બીજા સ્થાને છે.





















