મહારાષ્ટ્ર સરકારે શાહરૂખ ખાનને આપી Y+ સિક્યોરિટી, લેખિત ફરિયાદ બાદ લેવાયો નિર્ણય
શાહરૂખે રાજ્ય સરકારને લેખિત ફરિયાદ કરી હતી કે તેની ફિલ્મ પઠાણ અને જવાનની સફળતા બાદ તેને જીવનું જોખમ છે.
બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાનને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. શાહરૂખને મળતી ધમકીઓને ધ્યાનમાં રાખીને તેની સુરક્ષા વધારી દેવામાં આવી છે. કિંગ ખાનને હવે Y+ સુરક્ષા આપવામાં આવશે. વાસ્તવમાં, શાહરૂખ ખાને 2023માં તેની ફિલ્મોથી બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. અભિનેતાએ 'જવાન' અને 'પઠાણ' જેવી બ્લોકબસ્ટર ફિલ્મો આપી હતી. બોક્સ ઓફિસમાં સફળતા બાદ શાહરૂખને ધમકીના કોલ આવી રહ્યા હતા, જેને જોતા મહારાષ્ટ્ર સરકારે શાહરૂખ ખાનની સુરક્ષા વધારવાનો નિર્ણય લીધો છે.
The Maharashtra government increases the security of Actor Shah Rukh Khan to Y+ after he allegedly received death threats. Shahrukh Khan had given a written complaint to the state government that he had been receiving death threat calls after the films 'Pathan' and 'Jawan'.:…
— ANI (@ANI) October 9, 2023
મહારાષ્ટ્ર સરકારે શાહરૂખની સુરક્ષા વધારી દીધી
વાસ્તવમાં, શાહરૂખે રાજ્ય સરકારને લેખિત ફરિયાદ કરી હતી કે તેની ફિલ્મ પઠાણ અને જવાનની સફળતા બાદ તેને જીવનું જોખમ છે. આવી સ્થિતિમાં રાજ્ય સરકાર શાહરૂખની સુરક્ષાને લઈને બેદરકાર રહેવા માંગતી નથી. રાજ્ય સરકારે કિંગ ખાનની સુરક્ષા માટે IG VIP સુરક્ષાના આદેશ આપ્યા છે. તેમણે કહ્યું કે શાહરૂખની સુરક્ષા વ્યવસ્થાને અપગ્રેડ કરવી જોઈએ.
શાહરૂખને હવેથી Y+ સુરક્ષા આપવામાં આવશે. જો કે, આ પેઇડ સુરક્ષા છે. તેની સુરક્ષાનો ખર્ચ શાહરૂખ પોતે ઉઠાવશે. શાહરૂખે આની ચૂકવણી સરકારને કરવી પડશે.
મુંબઈ પોલીસ દ્વારા શાહરૂખ ખાનને આપવામાં આવેલી Y+ સુરક્ષામાં 6 અંગત સુરક્ષા અધિકારીઓ અને હથિયાર સાથે પાંચ અધિકારીઓ 24 કલાક શાહરૂખ ખાન સાથે રહેશે. પોલીસને માહિતી મળી હતી કે શાહરૂખ ખાનના જીવને ખતરો છે.તાજેતરમાં તેની ફિલ્મ પઠાણ.અને પછી જવાન હિટ થતાં શાહરૂખ અંડરવર્લ્ડ અને ગેંગસ્ટર્સના નિશાન પર છે. આ પહેલા તેમની સુરક્ષામાં માત્ર બે પોલીસકર્મી હતા.
રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે હવેથી 6 પોલીસ કમાન્ડો શાહરૂખ ખાનની સાથે રહેશે. અભિનેતા દેશભરમાં જ્યાં પણ જશે, દરેક જગ્યાએ તેને સુરક્ષા આપવામાં આવશે. તેના ઘરની બહાર પોલીસકર્મીઓ પણ તૈનાત રહેશે.
પઠાણ-જવાને બમ્પર કમાણી કરી
શાહરૂખનું સ્ટારડમ આ વર્ષે અલગ જ સ્તરે દેખાઈ રહ્યું છે. અત્યાર સુધીમાં તેની બે ફિલ્મો રિલીઝ થઈ ચૂકી છે. શાહરુખે 'પઠાણ'થી ધૂમ મચાવી હતી જેણે વિશ્વભરમાં 1055 કરોડની કમાણી કરી અને ફિલ્મ 'જવાન' જેણે 1100 કરોડની કમાણી કરી હતી. તેની વર્ષની ત્રીજી ફિલ્મ 'ડિંકી' ડિસેમ્બરમાં રિલીઝ થવા જઈ રહી છે અને તેનાથી પણ મોટી સફળતાની અપેક્ષા છે.