શોધખોળ કરો
Advertisement
શાહરૂખ અને દીપિકા ફરી એકવાર આ ફિલ્મમાં રોમાન્સ કરતાં દેખાશે, ફિલ્મનુ નામ સાંભળીને લોકો ચોંક્યા....
એક મોટા સમાચાર સામે આવી રહ્યાં છે કે શાહરૂખ ખાન હવે એક તામિલ ફિલ્મની હિન્દી રિમેકમાં કામ કરશે, આ માટે એક્ટરે હા પણ પાડી દીધી છે. ખાસ વાત છે કે આ ફિલ્મમાં શાહરૂખ ફરી એકવાર એક્ટ્રેસ દીપિકા પાદુકોણ સાથે રોમાન્સ કરતો દેખાશે
મુંબઇઃ બૉલીવુડનો કિંગ ખાન શાહરૂખ ખાન હાલ બૉક્સ ઓફિસ પર ફ્લૉપ થઇ રહ્યો છે, વર્ષ 2018માં છેલ્લીવાર શાહરૂખ ફિલ્મ ઝીરોમાં અનુષ્કા અને કેટરીના સાથે દેખાયો હતો. ત્યારબાદ તે કોઇ ફિલ્મમાં નથી દેખાયો. તાજેતરમાં જ રિપોર્ટ હતા કે શાહરૂખ ખાન આગામી ફિલ્મ પઠાણમાં જૉન અબ્રાહમ સાથે કામ કરવાનો છે. આ યશરાજ ફિલ્મ્સના બેનરની ફિલ્મ છે.
આ બધાની વચ્ચે હવે એક મોટા સમાચાર સામે આવી રહ્યાં છે કે શાહરૂખ ખાન હવે એક તામિલ ફિલ્મની હિન્દી રિમેકમાં કામ કરશે, આ માટે એક્ટરે હા પણ પાડી દીધી છે. ખાસ વાત છે કે આ ફિલ્મમાં શાહરૂખ ફરી એકવાર એક્ટ્રેસ દીપિકા પાદુકોણ સાથે રોમાન્સ કરતો દેખાશે.
રિપોર્ટ પ્રમાણે આ ફિલ્મને સાઉથ સિનેમાના જાણાતી ડાયરેક્ટર એટલી બનાવવાના છે, અને ફિલ્મનુ નામ 'સનકી' બતાવવામાં આવી રહ્યું છે. હવે જેવા આ સમાચાર વાયરલ થયા તો તરતજ સોશ્યલ મીડિયા પર લોકો શાહરૂખની ફિલ્મ સનકીની મજાક ઉડાવવા લાગ્યા હતા. સનકી ટ્રેન્ડ થવા લાગ્યુ હતુ.
ફેન્સ લાંબા સમય બાદ આવી રહેલા શાહરૂખનો ઇન્તજાર કરી રહ્યાં છે, ફેન્સને ફરી એકવાર શાહરૂખ અને દીપિકાની જોડી એકવાર પદડા પર જોવા મળશે. જોકે, હજુ આ વિશે ફિલ્મ મેકર તરફથી કોઇ ઓફિશિયલ એનાઉન્સમેન્ટ નથી થયુ. જો આમ થશે તો શાહરૂખ અને દીપિકા ચોથી વાર મોટા પદડા પર સાથે દેખાશે. આ પહેલા આ જોડી ઓમ શાંતિ ઓમ, ચેન્નાઇ એક્સપ્રેસ, અને હેપ્પી ન્યૂ ઇયરમાં કામ કરી ચૂકી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement