Ranbir Kapoorની Shamshera ફિલ્મનું ટીઝર જાહેર, આ દિવસે થિયેટર્સમાં થશે રીલિઝ
ફિલ્મ 'સંજૂ' બાદ રણબીર કપૂરની કોઇ ફિલ્મ બોક્સ ઓફિસ પર આવી નથી. એવામાં તેની ફિલ્મની ફેન્સ આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા.
Shamshera Release Date Revealed: ફિલ્મ 'સંજૂ' બાદ રણબીર કપૂરની કોઇ ફિલ્મ બોક્સ ઓફિસ પર આવી નથી. એવામાં તેની ફિલ્મની ફેન્સ આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા. આખરે ફિલ્મ 'શમશેરા'નું ટીઝર રીલિઝ કરવામાં આવ્યું છે. વાસ્તવમાં યશરાજ બેનર હેઠળ બની રહેલી આ ફિલ્મ 'શમશેરા'નું ટીઝર જાહેર કરાયું છે.
ફિલ્મમાં સંજય દત્ત, રણબીર કપૂર, વાણી કપૂરની ઝલક જોવા મળે છે. એક મિનિટ 10 સેકન્ડના આ ટીઝરની સાથે ફિલ્મની રીલિઝ ડેટનો પણ ખુલાસો થયો છે. નોંધનીય છે કે આ ફિલ્મ આ વર્ષે 22 જૂલાઇના રોજ થિયેટર્સમાં રીલિઝ થશે. ટીઝરની શરૂઆતમાં ફિલ્મના લીડ પાત્રોના ડાયલોગ્સ આવે છે. વીડિયોમાં રણબીર કપૂર, સંજય દત્ત અને વાણી કપૂર ખૂબ ઇન્ટેસ લૂકમાં જોવા મળી રહ્યા છે. નોંધનીય છે કે 'શમશેરા' એક એક્શન ફિલ્મ છે.
પોતાના કરિયરમાં રણબીર કપૂર પ્રથમવાર ડબલ રોલ કરી રહ્યો છે. જેમાં તે એક ડાકૂ અને તેના દીકરાની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મની વાર્તા આઝાદી અગાઉની છે એટલે કે 19મી શતાબ્દીની છે. હિન્દી સિવાય તમિલ અને તેલુગુ ભાષામાં પણ આ ફિલ્મ રીલિઝ થશે. આ ફિલ્મનું ડિરેક્ટર કરણ મલ્હોત્રાએ કર્યું છે. આ ફિલ્મ આ વર્ષે 22 જૂલાઇના રોજ થિયેટર્સમાં રીલિઝ થશે.
IAS પરીક્ષા આપવા માટે 22 ફેબ્રુઆરી સુધી અરજી કરો રજિસ્ટ્રેશન, યોગ્યતાથી લઈને તમામ વિગતો અહીં જાણો
10મું પાસ ITI પાસ યુવાનો માટે અહીં ભરતી બહાર પડી, જલ્દી કરો અરજી, મળશે 81000નો પગાર
ICAI CA Result 2021: સુરતની રાધિકા બેરીવાલા બની CA ટોપર, જાણો બીજા અને ત્રીજા સ્થાને કોણ રહ્યું ?
Patan : દિલ્લીથી રાધનપુર ભત્રીજીના લગ્નમાં આવેલા યુવકની હત્યા, કારણ જાણીને ચોંકી જશો