(Source: ECI/ABP News/ABP Majha)
Sidharth Shukla Last Rites: આજે થશે ટીવી અભિનેતા સિદ્ધાર્થ શુક્લાના અંતિમ સંસ્કાર, પરિવાર શું નિવેદન આપ્યું?
Sidharth Shukla Death ટીવી અભિનેતા સિદ્ધાર્થ શુક્લાનું ગુરુવારે નિધન થઇ ગયું. તે 40 વર્ષના હતા. ગુરૂવારે તેમનું પોસ્ટમોર્ટમ થયું. આજે તેમનો પાર્થિવ દેહ પરિવારને સોપાશે.
Sidharth Shukla Death: ટીવી અભિનેતા સિદ્ધાર્થ શુક્લાનું ગુરુવારે નિધન થઇ ગયું. તે 40 વર્ષના હતા. ગુરૂવારે તેમનું પોસ્ટમોર્ટમ થયું. આજે તેમનું સબ પરિવારને સોપાશે.
સિદ્ધાર્થ શુક્લાનો પાર્થિવ દેહ આજે પરિવારને સોંપાશે. તેમજ મુંબઇ પોલીસને તેમના પોસ્ટ મોર્ટમનો રિપોર્ટ સોંપી દેવાયો છે. આજે તેમના અંતિમ સંસ્કાર કરાશે. તેમના પાર્થિવ દેહને કપૂર હોસ્પિટલથી ઘરે લઇ જવાશે. પાર્થિવ દેહને થોડો સમય અંતિમ દર્શન માટે રાખવામાં આવશે.બપોર સુધીમાં તેમના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર માટે લઇ જવાશે.
ઉલ્લેખનિય છે કે, પોસ્ટમોર્ટમ બાદ સિદ્ધાર્થ શુકલાના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર બ્રહ્મકુમારી સમાજની વિધિ વિધાનથી કરાશે. બ્રહ્મકુમારીના 4 લોકો અંતિમ સંસ્કારની વિધિ કરાવશે, આજે બપોરે તેમના અંતિમ સંસ્કાર થઇ જશે. સિદ્ધાર્થ શુકલાની અચાનક વિદાયથી પરિવાર, નજીકના મિત્રો અને મનોરંજન જગત સાથે જોડાયેલા લોકો સ્તબ્ધ છે.
પોસ્ટ મોર્ટમનો રિપોર્ટ
મુંબઇ પોલીસ આજે પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યાં બાદ સત્તાવાર રીતે ક્યાં કરાણે સિદ્રાર્થ શુક્લાનું મોત થયું તેની પુષ્ટી પોસ્ટ મોર્ટમના રિપોર્ટ બાદ કરશે. આજે લગભગ 11 વાગ્યે પરિવારને મૃતદેહ સોંપશે. ગુરુવારે 3.30 વાગ્યે તેનું પોસ્ટમોર્ટમ શરૂ થયું હતું. તેમનું પોસ્ટ મોર્ટમ 3 ડોક્ટર્સે કર્યું હતું. પોસ્ટમોર્ટમ સમયે બે વિટનેસ તરીકે 2 વોર્ડબોય અને 1 વિડીયોગ્રાફી ટીમનો મેમ્બર હાજર રહ્યાં હતા.
નિધન બાદ પરિવારનું નિવેદન
મુંબઇમાં જન્મેલા અભિનેતાના પરિવારે તેમની જનસંપર્ક ટીમના માધ્યમથી એક નિવેદન પ્રસ્તુત કર્યું હતું કે" “અમે ખૂબ જ આઘાતમાં છીએ અને દુ:ખી છીએ. આ ઘટનાથી અમારો પરિવાર સ્તબ્ધ છે. સિદ્ધાર્થ ખુદ સુધી સીમિત રહેનાર વ્યક્તિ ન હતી. તેમની અને અમારી નિજતાનું સન્માન કરે અને આત્માની શાંતિ માટે પ્રાર્થના કરો”
પોલીસે સિદ્રાર્થ શુકલાની માતા બહેન અને જીજાનું નિવેદન લીધું
મુંબઇ પોલીસ સતત ટીવી અભિનેતા સિદ્રાર્થ શુકલાના મોતની તપાસ કરી રહી છે. પોલીસે સિદ્રાર્થની માતા બહેન અને જીજીનું નિવેદન લીધું છે. જો કે પરિવારે સિદ્ધાર્થ શુકલાના મોતને લઇને હજુ સુધી કોઇ આશંકા વ્યકત્ નથી કરી.