Sharda Rajan Death: જાણીતી સિંગર શારદા રાજનનું કેન્સરથી નિધન, 'તિતલી' ઉડી ગીતથી થઇ હતી લોકપ્રિય
જાણીતી ગાયિકા અને સંગીતકાર શારદા રાજનનું કેન્સરને કારણે 86 વર્ષની વયે નિધન થયું છે. શારદા રાજન પોતાના 1966ની ફિલ્મ સૂરજમાં તિતલી ઉરી ગીત માટે ખુબ લોકપ્રિય રહી હતી.
Sharda Rajan Death: જાણીતી ગાયિકા અને સંગીતકાર શારદા રાજનનું કેન્સરને કારણે 86 વર્ષની વયે નિધન થયું છે. શારદા રાજન પોતાના 1966ની ફિલ્મ સૂરજમાં તિતલી ઉરી ગીત માટે ખુબ લોકપ્રિય રહી હતી. તેને અભિનેત્રી રાજશ્રી માટે તેની ઘણી ફિલ્મોમાં ગીતો ગાયા છે.
શારદા રાજનનું આખુ નામ શારદા રાજન આયંગર હતું. તેમનો જન્મ તમિલ પરિવારમાં થયો હતો. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેની એન્ટ્રી રાજ કપૂરના કારણે થઈ હતી. રાજ કપૂરે જ તેમનો પરિચય સંગીત દિગ્દર્શકો શંકર-જયકિશન સાથે કરાવ્યો હતો. તેને સૂરજ સાથે પહેલો બ્રેક મળ્યો, તેમને પોતાની પ્રથમ ફિલ્મ માટે મોહમ્મદ રફી સાથે ફિલ્મફેર એવૉર્ડ પણ મળ્યો હતો. તે સમયની મોટાભાગની ફિલ્મોમાં લતા મંગેશકર અને આશા ભોંસલે ગીતો ગાતા હતા, પરંતુ શારદાજીના બાળક જેવા અવાજે તે સમયે પરિવર્તન લાવી દીધું હતું. લોકોને તેનો અવાજ તાજો લાગ્યો હતો, અને તે બાદમાં જાણીતી સિંગર તરીકે ઓળખાઇ હતી.
આ ફિલ્મોમાં ગાયા ગીતો -
શારદા રાજને એન ઈવનિંગ ઇન પેરિસ, અરાઉન્ડ ધ વર્લ્ડ, ગુમનામ, સપનો કા સૌદાગર, કલ આજ ઔર કલ જેવી ફિલ્મો માટે પણ ગાયું હતું. તે સમયે વૈજયંતિમાલા, મુમતાઝ, રેખા, શર્મિલા ટાગોર, હેમા માલિની જેવી અભિનેત્રીઓને અવાજ આપતી હતી.
જુદીજુદી ભાષાઓમાં પણ ગાયા છે ગીતો -
શારદા રાજને કેટલીય ભારતીય ભાષાઓમાં ગાયું હતું અને તેમના સમયના લગભગ તમામ સંગીત નિર્દેશકો સાથે કામ કર્યું હતું. 70 ના દાયકામાં તેને પૉપ આલ્બમ લૉન્ચ કર્યું હતુ અને સંગીત નિર્દેશન તરફ આગળ વધ્યા હતા. તેમની છેલ્લી ફિલ્મ 80ના દાયકામાં આવેલી કાંચ કી દીવાર હતી. જોકે, તેમને વર્ષ 2007માં મિર્ઝા ગાલિબ ગઝલ, અંદાજ-એ-બયાન આલ્બમથી પુનરાગમન કર્યું. ત્યારબાદથી શારદા રાજન લાઈમલાઈટથી દૂર હતા, જોકે તે ટ્વીટર પર એક્ટિવ રહ્યાં હતી અને ત્યાં પોતાના જૂના દિવસોને યાદ કરતી હતી.
Noted Singer Sharda Rajan Iyengar, Best Known For Titli Udi, Dies At 86. pic.twitter.com/3zQfB3wKgl
— shinenewshyd (@shinenewshyd) June 14, 2023
Veteran singer Sharda Rajan Iyengar passes away #news #dailyhunt https://t.co/3ron7WG1Dw
— Dailyhunt (@DailyhuntApp) June 14, 2023
End of an Era ....
— shanoli sen (@ShanoliSen) June 14, 2023
Playback singer Sarda Sharda Rajan Ji is no more with us 💔
May her soul rest in peace 🙏#RIP #sardarajan #singer pic.twitter.com/wlavKGYLzn
Veteran singer #ShardaRajanIyengar passes away https://t.co/1jZwkm979Z
— @zoomtv (@ZoomTV) June 14, 2023