શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ગરીબ લોકોને ઈ-રિક્ષા ભેટ કરશે અભિનેતા સોનૂ સૂદ, શરૂ કરી આ ખાસ યોજના ? જાણો વિગતે
સોનુ સૂદ તેના વિશે કહે છે, “મને છેલ્લા કેટલાક મહિનાઓમાં લોકો તરફથી ઘણો પ્રેમ મળ્યો છે. અને મને તેમના માટે કંઈક કરવાનું ચાલુ રાખવાની પ્રેરણા આપી છે.
મુંબઈ : કોરોના વાયરસના સંકટ દરમિયાન જ્યારે રસ્તાઓ સુમસામ હતા, ત્યારે બોલિવૂડ અભિનેતા સોનુ સૂદ પરપ્રાંતિય મજૂરોની મદદ માટે આગળ આવ્યા હતા. કોવિડ -19 રોગચાળા દરમિયાન, સોનુ સૂદે સાબિત કર્યું કે તે ઉમદા અને ઉદાર વ્યક્તિ છે. સંકટ સમયે સોનુ સૂદે જરૂરિયાતમંદ પ્રત્યેના તેમના નિઃસ્વાર્થ વલણનું એક ઉદાહરણ બેસાડ્યું છે કે તે આખી દુનિયાના વાસ્તવિક હિરો બન્યા છે. સોનુ સૂદ ગરીબોના ‘મસીહા’ બન્યા, આ સેવા હજી ચાલુ છે. ત્યારે તેમણે જરૂરીયાતમંદો માટે બીજી નવી પહેલ કરી છે.
સોનુ સૂદે નવી પહેલ ‘ખુદ કમાઓ ઘર ચલાઓ’ અંતર્ગત બેરોજગાર બનેલા ગરીબ લોકોને ઈ-રિક્ષા આપશે. સોનુ સૂદનો આ પ્રોજેક્ટ તે સમયે રોજગારની તકો ઉભી કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું હશે. જ્યારે અર્થતંત્રને થયેલા નુકસાનની ભરપાઇ કરવામાં આવી રહી છે.
સોનુ સૂદ તેના વિશે કહે છે, “મને છેલ્લા કેટલાક મહિનાઓમાં લોકો તરફથી ઘણો પ્રેમ મળ્યો છે. અને મને તેમના માટે કંઈક કરવાનું ચાલુ રાખવાની પ્રેરણા આપી છે. તેથી મેં ‘ખુદ કમાઓ ઘર ચલાઓ’ પહેલ શરૂ કરી છે. મારું માનવું છે કે પુરવઠો પૂરો પાડવા કરતા રોજગારની તકો પૂરી પાડવી વધુ મહત્વપૂર્ણ છે. મને ખાતરી છે કે આ પહેલ તેમને ફરીથી આત્મનિર્ભર કરીને તેમના પગ પર ઉભા રહેવામાં મદદ કરશે. “
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion