સાઉથની એક્ટ્રેસ શ્રુતિ હસનને થયો કોરોના, ઇન્સ્ટાગ્રામ પર આપી જાણકારી
સાઉથ એક્ટ્રેસ શ્રુતિ હસનનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. તેણે આ જાણકારી ઇન્સ્ટાગ્રામ પર આપી હતી.
સાઉથ એક્ટ્રેસ શ્રુતિ હસનનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. તેણે આ જાણકારી ઇન્સ્ટાગ્રામ પર આપી હતી. તેના ચાહકોએ તે જલદી સ્વસ્થ થઇ જાય તે માટે પ્રાર્થના કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ શ્રુતિ હસનને વેબ સીરિઝ ‘બેસ્ટ સેલર’ અમેઝોન પર રીલિઝ થઇ હતી.
View this post on Instagram
શ્રુતિ હસને ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે 'હું મારી સાથે જોડાયેલા કેટલાક અપડેટ્સ આપી રહી છું તે સારી નથી. આજે હું કોરોનાનો શિકાર બની છું. જોકે હવે હું જલ્દી સ્વસ્થ થવા જઇ રહું છું. જલ્દી પાછી ફરીશ. શ્રુતિ હસન ‘બેસ્ટ સેલર’ વેબ સિરીઝ તાજેતરમાં જ રીલિઝ થઇ હતી. તેની સાથે મિથુન ચક્રવર્તી પણ જોવા મળ્યો હતો.
શ્રુતિ હસનનું નામ માઈકલ કોર્સલ સાથે જોડાયું હતું. બંને વર્ષ 2016માં રિલેશનશિપમાં આવ્યા હતા, પરંતુ 2019માં અલગ થઈ ગયા હતા. શ્રુતિ હસને એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે બ્રેકઅપ બાદ તે ખરાબ રીતે ભાંગી ગઈ હતી અને તેને દારૂની લત લાગી ગઈ હતી. આ કારણે તેના કરિયર પર પણ અસર થઇ હતી. તાજેતરમાં તે મુંબઈના એક શોરૂમની બહાર 'મિસ્ટ્રી મેન' સાથે જોવા મળી હતી.