શોધખોળ કરો

કરણ દેઓલના રિસેપ્શનમાં સ્ટાર્સનો જમાવડો, રણબીર સિંહ અને સોનું નિગમે મચાવી ધમાલ, જુઓ Inside Videos

Karan Deol Reception: રવિવારે સની દેઓલના પુત્ર કરણ દેઓલ અને દ્રિશા આચાર્યના રિસેપ્શનમાં રણવીર સિંહ સની અને કરણ સાથે સ્ટેજ પર ડાન્સ કરતો જોવા મળ્યો હતો.

Karan Deol Reception: બોલિવૂડ એક્ટર સની દેઓલના પુત્ર કરણ દેઓલનું વેડિંગ રિસેપ્શન 18 જૂને મુંબઈમાં યોજાયું હતું. આ પ્રસંગે રણવીર સિંહ, દીપિકા પાદુકોણ, આમિર ખાન, સલમાન ખાન, શત્રુઘ્ન સિંહા જેવા ઘણા સ્ટાર્સ હાજર રહ્યા હતા. ગાયક સોનુ નિગમે પણ અદ્ભુત ગીતો ગાઈને કાર્યક્રમને મંત્રમુગ્ધ કરી દીધો હતો.

View this post on Instagram
 
A post shared by Manav Manglani (@manav.manglani)

કરણ દેઓલના રિસેપ્શનમાં સ્ટાર્સનો જમાવડો

આખો દેઓલ પરિવાર શરૂઆતથી જ કરણના લગ્નને લઈને ઉત્સાહિત હતો. કરણના પ્રી-વેડિંગ ફંક્શનમાં દેઓલ પરિવારના ઘણા સભ્યોએ ડાન્સ પરફોર્મન્સ પણ આપ્યું હતું. હવે રિસેપ્શનમાં પણ કરણ તેના પિતા સની અને અભિનેતા રણવીર સિંહ સાથે સ્ટેજ પર ડાન્સ કરતો જોવા મળ્યો હતો. સૌ કોઈ સોનુ નિગમના ગીતો પર ડાન્સ કરતા જોવા મળ્યા હતા.

View this post on Instagram
 
A post shared by Manav Manglani (@manav.manglani)

પાપા સનીએ કરણ સાથે ડાન્સ કર્યો

કરણ અને દ્રિષા આચાર્યની પ્રી-વેડિંગ સેરેમની 15 જૂનથી શરૂ થઈ હતી. બંનેએ 18 જૂનની સવારે લગ્ન કર્યા હતા અને સાંજે તેમનું રિસેપ્શન રાખવામાં આવ્યું હતું. કરણ-દ્રિષાના લગ્ન, રિસેપ્શનની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. તેમના રિસેપ્શનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં કરણ અને સની ગદરના ગીત મેં નિકલા ગડી લેકે પર ડાન્સ કરતા જોવા મળે છે. ત્યાં હાજર સિંગર સોનુ નિગમ આ ગીત ગાય છે. સનીનો નાનો દીકરો રાજવીર પણ સ્ટેજ પર ડાન્સ કરતો જોવા મળે છે. પાર્ટીમાં રણવીર સિંહ, દીપિકા પાદુકોણ, સની દેઓલ, દ્રિષા આચાર્ય એકસાથે ડાન્સ ફ્લોર પર જોવા મળ્યા હતા. 

કરણ-દ્રિષાની લવસ્ટોરી

કરણે વર્ષ 2019માં ફિલ્મ પલ પલ દિલ કે પાસથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. તે સની દેઓલે લખી હતી તેમજ દિગ્દર્શન અને નિર્માણ કર્યું હતું. કરણની આગામી ફિલ્મ અપને 2 છે, જેમાં સની, બોબી અને ધર્મેન્દ્ર જોવા મળશે. રિપોર્ટ્સ અનુસાર, દ્રિશા દુબઈમાં એક ટ્રાવેલ એજન્સીમાં મેનેજર છે. કરણ અને દ્રિષા છેલ્લા ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા, પરંતુ બંનેએ તેમના સંબંધોને સત્તાવાર જાહેર કર્યા ન હતા.

View this post on Instagram
 
A post shared by karan deol.fc actor (@imkarandeol7)

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  

ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો

Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી

8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન

Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 

Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે

Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત

Embed widget