શોધખોળ કરો
Advertisement
સુશાંત કેસઃ મોતના આગલા દિવસે સુશાંતના ઘરમાં શું શું થયુ ને કેવો હતો માહોલ, પાડોશીએ કર્યો મોટો ખુલાસો
સુશાંતના પાડોશમાં રહેનારી મહિલાનું કહેવુ છે કે સુશાંતની આત્મહત્યાના એક દિવસ પહેલા કોઇ પાર્ટી ન હતી થઇ અને તે દિવસે ફ્લેટની લાઇટો બંધ હતી. ઉલ્લેખનીય છે કે સુશાંતના પૉસ્ટમોર્ટમને લઇને પણ ડૉક્ટરોએ ખુલાસા કર્યા છે, ડૉક્ટરોએ બતાવ્યુ કે, અમને મુંબઇ પોલીસે જલ્દીથી પૉસ્ટમોર્ટમ કરવાનુ કહ્યું હત
મુંબઇઃ સુશાંત સિંહ રાજપૂત કેસની હવે સીબીઆઇ તપાસ કરી રહી છે. સીબીઆઇ તપાસ દરમિયાન કેટલાય નવા નવા ખુલાસો થઇ રહ્યાં છે. હવે આ કેસમાં એક નવો વળાંક આવ્યો છે. સુશાંતના પાડોશીએ સુશાંતના મોતના આગળના દિવસના માહોલ અંગે ખુલાસો કર્યો છે.
સુશાંતના પાડોશમાં રહેનારી મહિલાનું કહેવુ છે કે સુશાંતની આત્મહત્યાના એક દિવસ પહેલા કોઇ પાર્ટી ન હતી થઇ અને તે દિવસે ફ્લેટની લાઇટો બંધ હતી. ઉલ્લેખનીય છે કે સુશાંતના પૉસ્ટમોર્ટમને લઇને પણ ડૉક્ટરોએ ખુલાસા કર્યા છે, ડૉક્ટરોએ બતાવ્યુ કે, અમને મુંબઇ પોલીસે જલ્દીથી પૉસ્ટમોર્ટમ કરવાનુ કહ્યું હત.
સુશાંતની પાડોશી મહિલા મીડિયા સામે આવી અને કહ્યું કે સુશાંત સિંહ સવારે 7 વાગ્યા સુધી જાગતો હતો, અને તેના ફ્લેટની લાઇટો ક્યારેય આટલી જલ્દી બંધ નથી થતી, પરંતુ તે રાત્રે લગભગ 10:30 વાગે બધી લાઇટો બંધ હતી. ફક્ત કિચનની લાઇટ જ ચાલુ હતી. તેમને કહ્યું કે, આ કોઇ સામાન્ય વાત નથી. તેમને એ પણ દાવો કર્યો કે સુશાંતના મોતના એક દિવસ પહેલા ત્યાં કોઇ પાર્ટી ન હતી થઇ.
સીબીઆઇની ટીમ હાલ સુશાંત કેસ સાથે જોડાયેલા તમામ લોકોની પુછપરછ કરી રહી છે. સીબીઆઇની ટીમે સુશાંતના ઘરે પહોંચીની ક્રાઇમ સીનને રિક્રિએટ કર્યો હતો. સીબીઆઇની ટીમની સાથે ફોરન્સિક એક્સપર્ટની ટીમ પણ હતી. આ ઉપરાંત સીબીઆઇની ટીમે સુશાંત કેસમાં સૌથી મહત્વના સાક્ષી સિદ્ધાર્થ, દિપેશ અને નિરજની પુછપરછ કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
બિઝનેસ
દેશ
ક્રિકેટ
Advertisement