શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
સુશાંત સિંહ રાજપૂતઃ એન્જિનીયરિંગનો અભ્યાસ અધવચ્ચે છોડીને બન્યો હતો એક્ટર, જાણો વિગતે
સુશાંત સિંહ રાજપૂતનો જન્મ વર્ષ 1986માં બિહારની રાજધાની પટનામાં થયો હતો, તેના પિતા સરકારી નોકરી કરતા હતા. તેને શરૂઆતનો અભ્યાસ પટનાની કાર્મેલ સ્કૂલમાં કર્યા, 2003માં એઆઇઇઇની એક્ઝામ આપી જેમાં આખા ભારતમાં તેને 7મો નંબરની રેન્ક મેળવી હતી
નવી દિલ્હીઃ બૉલીવુડના જાણીતા એક્ટર સુશાંત સિંહ રાજપૂતે પોતાના મુંબઇ સ્થિત ઘરમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. માનવામાં આવી રહ્યું છે કે એક્ટર છેલ્લા કેટલાક સમયથી ડિપ્રેશનમાં હતો, આ અંગેના કેટલાક દસ્તાવેજો અને પ્રિસ્ક્રિપ્શન પોલીસને તેના ઘરેથી મળ્યા પણ છે. સુશાંત સિંહ રાજપૂત એક્ટર બન્યા પહેલા એક હોશિયાર વિદ્યાર્થી રહી ચૂક્યો છે, અને એન્જિનીયરિંગનો અભ્યાસ છોડીને તે એક્ટિંગની દુનિયામાં આવી ગયો હતો.
સુશાંત સિંહ રાજપૂતનો જન્મ વર્ષ 1986માં બિહારની રાજધાની પટનામાં થયો હતો, તેના પિતા સરકારી નોકરી કરતા હતા. તેને શરૂઆતનો અભ્યાસ પટનાની કાર્મેલ સ્કૂલમાં કર્યા, 2003માં એઆઇઇઇની એક્ઝામ આપી જેમાં આખા ભારતમાં તેને 7મો નંબરની રેન્ક મેળવી હતી.
આ પછી સુશાંત સિંહ રાજપૂતે દિલ્હી કૉલેજ ઓફ એન્જિનીયરિંગમાં એડમિશન લીધુ, અહીં તેને ડાન્સ અને કોરિયાગ્રાફર શ્યામક ડાવર અને થિએટર માટે બૈરી જૌનના ક્લાસ જોઇન કર્યા. એન્જિનીયરિંગની ત્રીજા વર્ષનો અભ્યાસ તેનો અધવચ્ચે જ છોડી દીધો, અને સુશાંત સિંહ મુંબઇ ચાલ્યો ગયો હતો. અહીં તેને એક્ટિંગના ફિલ્ડમાં પોતાની કિસ્મત અજમાવી હતી.
સુશાંત સિંહ રાજપૂતે બાદમાં એક સ્ટાર એક્ટર તરીકે ઉભર્યો અને તેને કેટલીય સારી ફિલ્મો આપી. તેને કેરિયરની શરૂઆત ટીવી સીરિયલથી કરી, તેને શરૂઆતમાં સીરિયલ કિસ દેશ મે હે મેરા દિલમાં કામ કર્યુ હતુ. બાદમાં રિયાલિટી શૉમાં પણ ભાગ લીધો હતો. પરંતુ એમએસ ધોનીની ફિલ્મ કર્યા બાદ તે ફેન્સની વચ્ચે ખુબ લોકપ્રિય એક્ટર તરીકે બહાર આવ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
આઈપીએલ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion