શોધખોળ કરો
Advertisement
Dil Bechara: સુશાંતે છેલ્લી ફિલ્મમાં રજનીકાંતને આપ્યું ટ્રિબ્યૂટ, વાયરલ થઈ રહ્યાં છે આ સીન અને ડાયલોગ
સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’ શુક્રવારે સાંજે રિલીઝ થઈ ગઈ છે. રિલીઝ થતાંની સાથે જ ફિલ્મ છવાઈ ગઈ છે.
નવી દિલ્હી: બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’ શુક્રવારે સાંજે રિલીઝ થઈ ગઈ છે. રિલીઝ થતાંની સાથે જ ફિલ્મ છવાઈ ગઈ છે. ચાહકોને ફિલ્મ ખૂબ પસંદ આવી રહી છે સાથે સ્ક્રીન પર સુશાંતનો જિંદાદિલ અંદાજ ખૂબજ ઇમોશનલ પણ કરી રહ્યો છે. સોશિયલ મીડિયા પર યૂઝર્સ ફિલ્મના સીન અને ડાયલોગ્સ ખૂબ શેર કરી રહ્યાં છે.
ફિલ્મમાં સુશાંત સિંહ રાજપૂત એક એવી ભૂમિકા ભજવી રહ્યો છે. જે સુપરસ્ટાર રજનીકાંતનો મોટો ફેન છે. ફિલ્મમાં રજનીકાંતને રિલેટેડ અનેક સીન છે, એક સીનમાં કિઝી શિવાજી બોસનું એક ગીત ગાતી નજર આવી રહી છે, ત્યારે બીજા એક સીનમાં સુશાંતની ભૂમિકા એક થિયેટરમાં કબાલીને જોઈ રહ્યો છે, રસ્તા પર પોતાના સોન્ગ પર ડાન્સ કરી રહ્યો છે. તેની નકલ કરી રહ્યો છે, તથા પોતાના ડૉક્ટરને પણ સૈફ અલી ખાનના ચરિત્રને બતાવી રહ્યો છે કે, તે રજનીકાંતની પૂજા કરે છે અને તેની જેમ કામ કરવા માંગે છે.
એવામાં હવે સુશાંતના ફેન્સ સાથે સાથે રજનીકાંતના ફેન્સ માટે પણ આ ફિલ્મ ખાસ બની ગઈ છે. રજનીકાંતના ફેન્સ પણ સુશાંતના આ અંદાજની ખૂબ પ્રસંશા કરી રહ્યા છે. ફિલ્મના રિલીઝ બાદ રજનીકાંતને ટ્રિબ્યૂટ આપતા સુશાંત સિંહ રાજપૂતના ડાયલોગ અને સીન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે. જેમાં આ બે ડાયલોગ ખાસ છે. 1) આઈ વર્શિપ રજનીકાંત 2) આઈ વોન્ટ ટૂ એક્ટ લાઈક રજની સર.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દેશ
દેશ
Advertisement