શોધખોળ કરો
Advertisement
સુશાંતની આત્મહત્યા મામલે બિહારમાં સલમાન અને કરણ જોહર સામે નહીં ચાલે કેસ, કોર્ટે શું કહીને ફગાવી દીધી અરજી, જાણો વિગતે
સુશાંત સિંહ સુસાઇડ કેસમાં એક અરજીમાં સલમાન, અકતા કપૂર, સંજય લીલા ભંસાળી અને કરણ જૌહરને જવાબદાર ગણાવવામાં આવ્યા હતા. કોર્ટ ન્યાયિક સીમાઓનો હવાલો આપતા આ અરજીને ફગાવી દીધી. કોર્ટે કહ્યું કે, આ કેસ તેમના અધિકારક્ષેત્રમાં નથી આવતો
નવી દિલ્હીઃ અભિનેતા સુશાંત સિંહને ન્યાય અપાવવા માટે દેશમાં કેટલીક જગ્યાઓએ કેટલાક લોકો સામે કેસ દાખલ થયા છે. આમાં સલમાનથી લઇને કરણ જૌહર સહિતના સ્ટાર સામેલ છે. હવે બિહારની એક કોર્ટે બુધવારે સુશાંત સિંહ રાજપૂત આત્યહત્યા મામલે સલમાન ખાન, એકતા કપૂર, સંજય લીલા ભંસાળી અને કરણ જૌહર સામે કેસ ચલાવવાની અરજીને ફગાવી દીધી છે.
સુશાંત સિંહ સુસાઇડ કેસમાં એક અરજીમાં સલમાન, અકતા કપૂર, સંજય લીલા ભંસાળી અને કરણ જૌહરને જવાબદાર ગણાવવામાં આવ્યા હતા. કોર્ટ ન્યાયિક સીમાઓનો હવાલો આપતા આ અરજીને ફગાવી દીધી. કોર્ટે કહ્યું કે, આ કેસ તેમના અધિકારક્ષેત્રમાં નથી આવતો.
મુઝફ્ફરપુરના ચીફ જ્યૂડિયશિય મેજિસ્ટ્રેટ (સીજેએમ) મુકેશ કુમારે સ્થાનિક વકીલ મુકેશ કુમાર ઓઝાની અરજીને ફગાવતા કહ્યું કે આ કેસ તેમની કોર્ટના અધિકાર ક્ષેત્રમાં નથી આવતો. સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાના ત્રણ દિવસ બાદ મુકેશ કુમારે અરજી દાખલ કરી હતી, અને આમાં કંગના રનૌતને સાક્ષા બનાવવામાં આવી હતી. સુશાંતની સુસાઇડ બાદ કંગના રનૌતે વીડિયો મેસેજ દ્વારા બૉલીવુડમાં નેપૉટિઝ્મ અને ફેવરેટિઝ્મના કારણે સુશાંતના મોતનુ કારણ બતાવ્યુ હતુ.
મુકેશ કુમાર ઓઝા સીજેએમના નિર્ણયથી ખુશ નતી. તેને હાઇકોર્ટમાં અરજી દાખલ કરવાનુ કહ્યું છે. તેમને કહ્યું કે, હું સીજેએમના નિર્ણયથી જિલ્લા કોર્ટમાં પડકારીશ. સુશાંત સિંહ રાજપૂતના મોતથી બિહારના લોકો દુઃખી છે. અમે તે લોકોને સામે લઇને જઇશું, જેના કારણે એક યંગ એક્ટરે આવુ પગલુ ભર્યુ છે.
મુકેશ કુમાર ઓઝા ઉપરાંત કેટલાક બીજા અરજીકર્તાએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મોટા મોટા સેલેબ્સ અને રાજનીતિના માણસો વિરુદ્ધ આ મામલે અરજી દાખલ કરી હતી. ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકો ખાસ કરીને બિહારમાં રહેનારા કલાકારો સુશાંતના મોતથી શોકમાં છે, અને સીબીઆઇની તપાસ કરવાની માંગ કરી છે.
નોંધનીય છે કે, અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે 14 જૂનના દિવસે પોતાના મુંબઇના બ્રાન્દ્રા સ્થિત ઘરે ફાંસી ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. તેના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ શ્વાસ રુંધાવવાની વાત સામે આવી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
અમદાવાદ
દેશ
Advertisement