Sushmita Work: હાર્ટ સર્જરીથી રિક્વરી બાદ કામ પર પરત ફરી Sushmita Sen, અપકમિંગ ફિલ્મ 'તાલી'નું ડબિંગ કર્યુ શરૂ
ઉલ્લેખનીય છે કે એક્ટ્રેસ સુષ્મિતા સેને 2જી માર્ચે પોતાને હાર્ટ એટેક આવ્યાનો ખુલાસો કર્યો હતો, તે સમયે ફેન્સને અચાનક શૉક્ડ લાગી ગયો હતો,
Sushmita Sen Back On Work: બૉલીવુડ એક્ટ્રેસ સુષ્મિતા સેનને તાજેતરમાં જ હ્રદય રોગનો હુમલો આવ્યો હતો, અને તેની સર્જરી પણ થઇ હતી, વળી, રિક્વરી બાદ હવે એક્ટ્રેસ કામ પર પરત ફરી છે, ગુરુવારે રાત્રે સુષ્મિતા સેનને મુંબઇમાં એક ડબિંગ સ્ટૂડિયોની બહાર જોવામાં આવી હતી, એક્ટ્રેસે આ દરમિયાન પૈપરાજી માટે સ્માઇલ સાથે જબરદસ્ત પૉઝ પણ આપ્યા હતા.
હાર્ટ એટેકથી રિક્વરી બાદ કામ પર પરત ફરી સુષ્મિતા સેન -
સુષ્મિતા સેન તાજેતરમાં જ પોતાની હિટ વેબ સીરીઝ ’આર્યા’ની અપકમિંગ સિઝન અને ફિલ્મ ‘તાલી’ના શૂટિંગમાં બિઝી છે. ‘તાલી’ ટ્રાન્સવૂમન ગૌરી સાવંતની બાયૉપિક છે, અને આમાં સુષ્મિતા સેન લીડ રૉલમાં છે. ગુરુવારે મોડી રાત્રે સુષ્મિતા સેને આ પ્રૉજેક્ટ માટે એક ડબિંગ સ્ટૂડિયોમાં સ્પૉટ કરવામાં આવી હતી. આ દરમિયાન એક્ટ્રેસે નેવી બ્લૂ ટૉપ અને સ્કાય બ્લૂ પેન્ટ પહેરીને હંમેશાની જેમ એકદમ સુંદર લાગી રહી છે. તેને ખુલ્લા વાળ અને કૂલ શેડ્સની સાથે પોતાની ઓવરઓલ સ્ટાઇલિશ લૂકને કમ્પલેટ કર્યો હતો.
ઠીક થયા બાદ સુષ્મિતા સેનએ રેમ્પ વૉક કર્યુ હતુ -
સુષ્મિતા સેનને તાજેતરમાં જ હાર્ટ એટેક આવ્યો હતો અને પછી તેને સ્ટેન્ટ પણ લગાવવામાં આવ્યુ હતુ, ઠીક થયા બાદ, એક્ટ્રેસે આ મહિનાની શરૂઆતમાં એક ફેશન વીકમાં રેમ્પ વૉક પણ કર્યુ હતુ, સુષ્મિતા સેન યલો કલરના લેંઘામાં એકદમ સુંદર લાગી રહી હતી, અને રેમ્પ પર વૉક કરતાં તેને પોતાની સ્માઇલથી ફેન્સનું દિલ જીતી લીધુ હતુ.
View this post on Instagram
ઉલ્લેખનીય છે કે એક્ટ્રેસ સુષ્મિતા સેને 2જી માર્ચે પોતાને હાર્ટ એટેક આવ્યાનો ખુલાસો કર્યો હતો, તે સમયે ફેન્સને અચાનક શૉક્ડ લાગી ગયો હતો, બાદમાં એક્ટ્રેસની એન્જિન્યૉપ્લાસ્ટી થઇ હતી, અને આ તમામ વાત તેને પોતાના ઇન્સ્ટાગ્રામ પર શરે કરી હતી.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram