ફ્લોપ સાબિત થઈ અક્ષય કુમારની ફિલ્મ Ram Setu, બોક્સ ઓફિસ પર બજેટના પૈસા પણ ન વસૂલી શકી
અક્ષય કુમાર (Akshay kumar)માટે આ વર્ષ બહુ સારું રહ્યું નથી. આ વર્ષે આવેલી તેની એકપણ ફિલ્મને દર્શકોનો તેવો પ્રેમ મળ્યો નથી જે તેની અપેક્ષા હતી.
Ram Setu Box Office Collection: અક્ષય કુમાર (Akshay kumar)માટે આ વર્ષ બહુ સારું રહ્યું નથી. આ વર્ષે આવેલી તેની એકપણ ફિલ્મને દર્શકોનો તેવો પ્રેમ મળ્યો નથી જે તેની અપેક્ષા હતી. દિવાળીના અવસર પર તેની તાજેતરમાં રિલીઝ થયેલી 'રામ સેતુ'(Ram Setu)ને પણ દર્શકોએ નકારી કાઢી છે. ફિલ્મના પડદા પર ઉતર્યા બાદથી 'રામ સેતુ'નું કલેક્શન સતત ઘટી રહ્યું છે. ચાલો જાણીએ આ ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શન વિશે.
રામ સેતુનું બોક્સ ઓફિસ કલેક્શન
અક્ષય કુમારની આ ફિલ્મ દિવાળીના અવસર પર 25 ઓક્ટોબરના રોજ ફિલ્મી પડદે દર્શકો માટે રિલીઝ કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ 150 કરોડના જંગી બજેટમાં તૈયાર કરવામાં આવી છે. ફિલ્મે પહેલા દિવસે 15 કરોડની ઓપનિંગ કરી હતી. આ પછી બીજા દિવસથી જ રામ સેતુની કમાણી ઘટવા લાગી. જોકે, અક્ષય કુમાર અને ફિલ્મ નિર્માતાઓને પૂરી આશા હતી કે ફિલ્મની કમાણી વધશે. પાંચ દિવસ પછી 'રામ સેતુ'એ 50 કરોડનો આંકડો પાર કર્યો.
View this post on Instagram
સોમવારે 'રામ સેતુ'એ 2.50 થી 3.50 કરોડનું કલેક્શન કર્યું, જે ખૂબ જ નિરાશાજનક હતું. Koimoi.com અનુસાર, ફિલ્મે અત્યાર સુધી 60 કરોડ સુધીનો બિઝનેસ કર્યો છે. અક્ષય કુમારની આ ફિલ્મ અત્યાર સુધી અડધા બજેટની પણ ભરપાઈ કરી શકી નથી. હવે જોવાનું એ રહેશે કે આગામી દિવસોમાં આ ફિલ્મ કેવું પ્રદર્શન કરે છે.
'રામ સેતુ'નું નિર્દેશન અભિષેક શર્માએ કર્યું છે. ફિલ્મમાં અક્ષય કુમાર ઉપરાંત જેકલીન ફર્નાન્ડીઝ, નુસરત ભરૂચા અને સત્યદેવ કંચરણાએ એક્ટિંગ કરી છે.
View this post on Instagram
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
