(Source: ECI/ABP News/ABP Majha)
90ના દાયકામાં ધમાલ મચાનારી આ પાંચ એક્ટ્રેસ આજે પણ છે એકદમ ફિટ, ઉંમર વધી પણ સુંદરતા નથી ઘટી, જાણો
આ લિસ્ટમાં બૉલીવુડની પાંચ એક્ટ્રેસીસનો સમાવેશ થાય છે, જે હીટ એન્ડ ફિટ છે. જાણો...............
મુંબઇઃ આજકાલ ફિલ્મી દુનિયામાં યુવા અભિનેત્રીઓનો દબદબો છે, છતાં બીજીબાજુ એવી છે જેમાં કેટલીક હીરોઇનો ઉંમર વધવા છતાં યુવા એક્ટ્રેસીસને સુંદરતામાં માત આપી રહી છે. અભિનેત્રીઓ હીટ એન્ડ ફીટ રહેવા વર્કઆઉટ અને જીમ કરતી રહે છે, આ લિસ્ટમાં બૉલીવુડની પાંચ એક્ટ્રેસીસનો સમાવેશ થાય છે, જે હીટ એન્ડ ફિટ છે. જાણો...............
હીટ એન્ડ ફિટ અભિનેત્રીઓ -
માધુરી દિક્ષિત - માધુરીની ઉંમર નહીં, પરંતુ સમય આગળ વધી રહ્યો છે. તે હાલમાં 54 વર્ષની થઇ ચૂકી છે. માધુરી દીક્ષિત તેની સુંદરતાના કારણે આજની સુંદર હસીનાઓને ટક્કર આપે છે.
રવીના ટંડન - રવીનાની ઉંમર 47 વર્ષની છે, તેની સુંદર સ્ટાઈલ અને ડાન્સ મૂવ્સથી અત્યારે પણ લોકો દિવાના છે.
સોનાલી બેન્દ્રે - સોનાલી પણ 47 વર્ષની થઇ ચૂકી છે. સોનાલીએ પોતાની જાતને એક મજબૂત વ્યક્તિત્વ તરીકે ઉભી કરી છે. તેણે કેન્સર સામે લડાઈ જીતી છે. પરંતુ આજે પણ આ સૌંદર્યની સુંદરતામાં કોઈ ઘટાડો થયો નથી.
હેમા માલિની - હેમા માલિની હાલમાં 73 વર્ષની છે, પરંતુ ફિટનેસના મામલામાં યુવા અભિનેત્રીઓને જોરદાર ટક્કર આપી રહી છે. હેમાએ સુંદરતા પોતાના પૂરતી નથી રાખી પરંતુ વારસો પોતાની બે દિકીરી અહાના અને ઈશાને સોંપી દીધો છે. હેમાની નૃત્ય કૌશલ્યને પ્રતિભાશાળી પુત્રીઓએ અપનાવી છે. હેમા માલિનીએ પણ પોતાનો દેખાવ અને વ્યક્તિત્વ પહેલા જેવું જ રાખ્યું છે.
સિમી ગ્રેવાલ - સિમી ગ્રેવાલ પણ હાલ 74 વર્ષની થઇ ચૂકી છે. સિમીની યાદગાર અને જૂની ફિલ્મ એક મેરા નામ જોકર હતી, ત્યારે તે સુંદર દેખાતી હતી અને આજે પણ જો તમે તેના દેખાવની તુલના કરો તો ના દેખાવમાં બહુ ફરક જોવા નથી મળતો
આ પણ વાંચો..........
DC vs RR: આ પ્લેઇંગ ઇલેવન સાથે મેદાન પર ઉતરી શકે છે દિલ્હી અને રાજસ્થાન, જાણો પિચ રિપોર્ટ
LRD ભરતીને લઈને આવી શકે છે મોટા સમાચાર, 570 યુવાનોને મળી શકે છે નોકરી
સમગ્ર રાજ્યમાં આજે અને આવતીકાલે ધોરણ સાતની પરીક્ષા રદ, જાણો ક્યા વિષયનું પેપર રદ કરાયુ