![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ટાઈગર શ્રોફ અને દિશા પાટનીનું બ્રેકઅપ ક્યારેય થયું જ નથી, ટાઈગરના મિત્રએ જ સમગ્ર હકીકત જણાવી
બોલિવૂડ એક્ટર ટાઈગર શ્રોફ અને દિશા પાટનીના બ્રેકઅપના સમાચાર છેલ્લા કેટલાક દિવસોથી જોરશોરમાં છે. થોડા દિવસો પહેલા અચાનક સમાચાર આવ્યા હતા કે બંને અલગ થઈ ગયા છે.
![ટાઈગર શ્રોફ અને દિશા પાટનીનું બ્રેકઅપ ક્યારેય થયું જ નથી, ટાઈગરના મિત્રએ જ સમગ્ર હકીકત જણાવી Tiger Shroff And Disha Patani Never Broke Up Close Friend Reveals The Truth ટાઈગર શ્રોફ અને દિશા પાટનીનું બ્રેકઅપ ક્યારેય થયું જ નથી, ટાઈગરના મિત્રએ જ સમગ્ર હકીકત જણાવી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/11/eaf5aa1d2aa54bba77cd133639f780c61660227041898391_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Tiger Shroff-Disha Paatni Breakup : બોલિવૂડ એક્ટર ટાઈગર શ્રોફ અને દિશા પાટનીના બ્રેકઅપના સમાચાર છેલ્લા કેટલાક દિવસોથી જોરશોરમાં છે. થોડા દિવસો પહેલા અચાનક સમાચાર આવ્યા હતા કે ટાઈગર અને દિશાના વર્ષો જૂના સંબંધો તૂટી ગયા છે અને બંને અલગ થઈ ગયા છે. એવું કહેવામાં આવ્યું હતું કે દિશા ટાઇગર સાથે લગ્ન કરવા માંગે છે, પરંતુ ટાઈગર હાલ લગ્ન માટે તૈયાર નહોતો, તેથી બંનેનું બ્રેકઅપ થયું.
દિશા અને ટાઈગરના અલગ થવાના સમાચાર વચ્ચે, હવે જો અમે તમને કહીએ કે દિશા અને ટાઈગરનું ક્યારેય બ્રેકઅપ થયું નથી, પરંતુ બંને હજી પણ સાથે છે... તો? તમને પણ આંચકો લાગશે. પરંતુ એ વાત સાચી છે. ટાઈગર શ્રોફના એક મિત્રે કહ્યું છે કે, દિશા અને ટાઈગર શ્રોફનું ક્યારેય બ્રેકઅપ નથી થયું. બંનેએ તેમના બ્રેકઅપ વિશે ક્યારેય કશું કહ્યું ન હતું.
તો શું આ પબ્લિસિટી સ્ટંટ હતો?
ટાઈગરના એક મિત્રએ પિંકવિલા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, 'દિશા લગભગ દરરોજ ટાઈગરના ઘરે જાય છે. જ્યારે તે કામ પર ન હોય, ત્યારે તે ઘણીવાર ટાઇગર અને તેના પરિવાર સાથે સમય વિતાવે છે અને તે હજી પણ આમ જ કરી રહી છે. બંને વર્કઆઉટ કરવા પણ સાથે જાય છે. એક વિલન રિટર્ન્સ ના પ્રમોશન દરમિયાન પણ દિશા ઘણીવાર ટાઇગરના ઘરે જતી હતી. જ્યારે ટાઇગર અને દિશાની ટીમને પૂછવામાં આવ્યું કે શું તે પબ્લિસિટી સ્ટંટ છે? તો તેમણે કહ્યું, "આ બ્રેકઅપની વાતો દિશા અને ટાઈગરની તરફથી ક્યારેય આવી નથી."
તમને જણાવી દઈએ કે, ટાઈગર અને દિશા ઘણા વર્ષોથી એકબીજાને ડેટ કરી રહ્યા છે, જો કે બંનેમાંથી કોઈએ ક્યારેય તેમના સંબંધો વિશે વાત કરી નથી, પરંતુ દિશા ઘણીવાર ટાઈગર અને તેની બહેન કૃષ્ણા શ્રોફ સાથે સમય પસાર કરતી જોવા મળે છે. પછી તે તેના ઘરે હોય કે બહાર.
આ પણ વાંચોઃ
'જીન્સ ના પહેર, હવે તારા લગ્ન થઇ ગયા છે...' પતિએ ટોકતા પત્નીએ કરી દીધી હત્યા
'કોઇ પણ પેટ્રોલ-ડીઝલ મફત આપવાની જાહેરાત કરી દેશે ' PM મોદીના આ નિવેદન પર કેજરીવાલે શું કર્યો પલટવાર?
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)