શોધખોળ કરો
Advertisement
ટાઈગર શ્રોફની ‘Baaghi 3’ને મળી આ વર્ષની સૌથી મોટી ઓપનિંગ, જાણો પ્રથમ દિવસે કેટલી કરી કમાણી ?
‘બાગી 3 ’દુનિયાભરમાં 5,500 સ્ક્રીન્સ પર રિલીઝ થઈ. આ ફિલ્મ ટાઈગર શ્રોફના કેરિયરની સૌથી મોટી ફિલ્મ માનવામાં આવી રહી છે.
મુંબઈ: ટાઈગર શ્રોફ અને શ્રદ્ધા કપૂર સ્ટારર ફિલ્મ ‘બાગી 3 ’ને બોક્સ ઓફિસ પર શાનદાર ઓપનિંગ મળી છે. બાગી 3એ પ્રથમ દિવસે 17.50 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. આ કલેક્શનને આ વર્ષની સૌથી મોટી અપનિંગ માનવામાં આવી રહ્યું છે. અહમદ ખાન દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 6 માર્ચે રિલીઝ થઈ હતી.
આ વર્ષની સૌથી મોટી ઓપનિંગ કરનારી ફિલ્મોની વાત કરીએ તો અજય દેવગનની ફિલ્મ ‘તાન્હાજી’એ પ્રથમ દિવસે 15.10 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જ્યારે ‘લવ આજ કલ’એ 12.40 કરોડ, સ્ટ્રીટ ડાન્સર થ્રીડી ફિલ્મે 10.26 કરોડ અને શુભમંગલ જ્યાદા સાવધાન ફિલ્મે 9.55 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
‘બાગી 3 ’દુનિયાભરમાં 5,500 સ્ક્રીન્સ પર રિલીઝ થઈ. આ ફિલ્મ ટાઈગર શ્રોફના કેરિયરની સૌથી મોટી ફિલ્મ માનવામાં આવી રહી છે. જો કે બિઝનેસ એનાલિસ્ટ્સનું માનવું છે કે, કોરોના વાયરસના ડરના કારણે ફિલ્મ બોક્સ ઓફિસ પર વધુ શાનદાર કલેક્શન કરવામાં સફળ થઈ શકી નથી.Top 5 *Day 1* biz - 2020 releases... 1. #Baaghi3 ₹ 17.50 cr 2. #Tanhaji ₹ 15.10 cr 3. #LoveAajKal ₹ 12.40 cr 4. #StreetDancer3D ₹ 10.26 cr 5. #ShubhMangalZyadaSaavdhan ₹ 9.55 cr#India biz. #Hindi films.
— taran adarsh (@taran_adarsh) March 7, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement